ભાઉ દાજી
ભાઉ દાજી લાડ (રામચંદ્ર વિઠ્ઠલ લાડ) (૧૮૨૨-૭૧) એ એક ભારતીય ફિઝિશિયન (દાક્તર), સંસ્કૃત વિદ્વાન અને એક પ્રાચીન વસ્તુઓના સંગ્રહક હતાં. ગૌડ સારસ્વત બ્રાહ્મણ સમુદાય માં ૧૮૨૨ માં જન્મેલા તેઓ અને પાછળથી મુંબઇ સ્થાયી થયાં.
તબીબી કારકિર્દી
[ફેરફાર કરો]ભાઉની કારકીર્દિ નાના અકસ્માતોથી ઉત્પન્ન થતાં મહાન પરિણામોનું આશ્ચર્યજનક ઉદાહરણ છે. એક અંગ્રેજે ચેસ પર તેમની કુશળતાને ધ્યાનમાં લેતા તેમના પિતાને છોકરાને અંગ્રેજી શિક્ષણ આપવાની ખાતરી આપી.
ભાઇ મુંબઇ ગયા અને એલ્ફિન્સ્ટન સંસ્થામાં તેમનું સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું. આ સમય દરમ્યાન તેમણે શિશુ હત્યા પર નિબંધ લખવા માટે ઇનામ જીત્યું, અને એલ્ફિન્સ્ટન સંસ્થામાં શિક્ષક તરીકે નિયુક્ત થયા. ત્યારબાદ તેમણે ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં મેડિસિનનો અભ્યાસ કર્યો. તે ૧૮૫૦ ના વર્ગ કે જે કૉલેજની પ્રથમ સ્નાતક બેચ હતી તેનાં વિદ્યાર્થી હતાં.
1851 માં, તેમણે મુંબઇમાં દવાઓની પ્રેક્ટિસ શરૂ કરી અને ખૂબ જ સફળ બન્યા. તેમણે ચિકિત્સાના સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કર્યો. તેમણે રક્તપિત્તની તપાસ કરતા ઐતિહાસિક રસના અન્ય રોગવિષયક વિષયોમાં, પ્રાચીન હિન્દુઓએ અદ્ભુત શક્તિઓ તરીકેની દવાઓનું મૂલ્ય પણ ચકાસી લીધું. [૧]
શિક્ષણવિદ
[ફેરફાર કરો]શિક્ષણના પ્રખર પક્ષધર હોવાને કારણે, તેઓને મુંબઈના શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ યુનિવર્સિટી ઓફ બોમ્બે ના મૂળ ફેલો હતાં. તેઓ સ્ત્રી શિક્ષણના પક્ષધર હતાં. તેમના નામ પર એક ગર્લ્સ સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી, જે તેમના મિત્રો અને પ્રશંસકો દ્વારા ભેટ રુપે આપવામાં આવી હતી. [૧]
રાજકીય કારકિર્દી
[ફેરફાર કરો]તેમણે ભારતમાં થઈ રહેલા રાજકીય વિકાસમાં ભારે અને સક્રિય રસ લીધો હતો. ડો.દાજીના સન્માનમાં મુંબઈના માટુંગામાં કિંગ્સ સર્કલ ખાતે તેમના નામ પર એક માર્ગ રાખવામાં આવ્યું છે. [૧] તેઓ ૧૮૬૯ અને ૧૮૭૧ એમ બે વખત મુંબઈનાં શરીફ તરીકે ચૂંટાયા.
સંશોધન
[ફેરફાર કરો]ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને યુનાઇટેડ સ્ટેટ્સના વિવિધ વૈજ્ઞાનિક સમાજોએ તેમને સભ્યપદ આપ્યું. તેમણે રોયલ એશિયાટિક સોસાયટીની બોમ્બે શાખાની જર્નલમાં અસંખ્ય લેખો પ્રગટ કર્યા. [૧]
રૂચિ અને શોખ
[ફેરફાર કરો]તેમણે દુર્લભ પ્રાચીન ભારતીય સિક્કાઓનો મોટો સંગ્રહ સંગ્રહિત કર્યો. તેમણે ભારતીય પ્રાચીનકાળનો અભ્યાસ કર્યો, શિલાલેખોને સમજ્યા અને પ્રાચીન સંસ્કૃત લેખકોની તારીખ અને ઇતિહાસ શોધી કાઢ્યો. ૧૮૭૪ ની મે માં તેમનું અવસાન થયું. [૧]
૧૯૭૫ માં મુંબઇ વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમનું નામ બદલાઇને તેમના નામ પર થયું.