ભાવનગર-મહુવા રેલ્વે લાઇન એ ભાવનગર સ્ટેટ રેલ્વે દ્વારા ૧૮૮૦ના વર્ષથી ચલાવવામાં આવતી મીટર-ગેજ સેવા હતી. જેને ભારતની આઝાદી પછી ગુજરાત રાજ્યના પશ્ચિમ રેલ્વેના ભાવનગર વિભાગમાં ભદલી નાખવામાં આવી હતી. ૧૯૮૭ના વર્ષ દર્મયાન આ સેવાને ખોટ કરતી જાહેર કરીને કાયમી ઘોરણે બંધ કરી દેવામાં આવી અને ૧૯૯૦ના દાયકા દરમ્યાન એ જગ્યાએથી પાટા પણ ઉખેડી નાખવામાં આવ્યા છે.