ભિખાભાઇ પટેલ

વિકિપીડિયામાંથી

ભિખાભાઇ ડાહ્યાભાઈ પટેલ ચરોતર પ્રદેશના એક અગ્રગણ્ય શિક્ષણવિદ હતાં અને ચારુતર વિદ્યામંડળ અને સરદાર પટેલ યુનિવર્સિટીના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યુ હતું.

જીવન[ફેરફાર કરો]

ભિખાભાઇનો જન્મ આંણદ જિલ્લાનાં બોરસદ તાલુકાના ગંભીરા ગામમાં ૧મી જૂન ૧૮૯૧ના રોજ થયો હતો. ઇ.સ ૧૯૧૪માં બી.એ.ની પરીક્ષામાં ઉર્તિણ થઈને તેઓ મોતીભાઈ અમીન દ્વારા સ્થાપીત અને ચરોતર એજ્યુકેશન સંચાલીત ન્યુ ઈંગ્લીશ સ્કુલના આચાર્ય તરીકે જોડાયા હતાં. દસ વર્ષની ઉજજવળ શૈક્ષણિક કારકિર્દી બાદ તેઓ આંણદની જાણીતી દાદાભાઈ નવરોજી હાઈ સ્કુલના આચાર્ય તરીકે જોડાયા હતાં. આ સમયગાળા દરમ્યાન તેઓ બોમ્બે યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે પણ નિમાયા હતાં. ચાલીસના દાયકાની શરુઆતમાં ચરોતર વિદ્યામડળની સ્થાપના બાદ તેમનાં અને ભાઇકાકાના દીર્ઘ સબંધોને કારણે તેઓએ આ સંસ્થાના મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. ભાઇકાકાની આયોજન શક્તિ અને ભિખાભાઇની શૈક્ષણીક ક્ષમતાઓને કારણે ચારુતર વિદ્યામંડળ અને વલ્લભ વિદ્યાનગરનો ખુબજ ઝડપથી વિકાસ થયો હતો. ઇ.સ ૧૯૫૮માં મંડળ દ્વારા સ્થાપીત પોલિટેકનીકને ભાઇલાલભાઇ અને ભિખાભાઇ પોલિટેકનીક નામ આપવામાં આવ્યુ હતું.[૧]

ભિખાભાઇ પટેલનું અવસાન ૨૧મી એપ્રીલ ૧૯૫૬ના રોજ થયું હતું.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Founding Fathers". Sardar Patel University (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-20.