ભોપાલનાં જોવાલાયક સ્થળો
ભોપાલ શહેરનું નાનું તળાવ, મોટું તળાવ, ભીમ બેટકાની ગુફાઓ, અભયારણ્ય તથા ભારત ભવન જોવાલાયક સ્થળો છે. ભોપાલ શહેરની પાસે આવેલ સાંચીનો સ્તૂપ પણ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે. ભોપાલથી લગભગ ૨૮ કિલોમીટર દૂર સ્થિત ભોજપુર મંદિર એક ઐતિહાસિક જોવાલાયક સ્થળ છે.
લક્ષ્મીનારાયણ મંદિર, ભોપાલ
[ફેરફાર કરો]બિરલા મંદિરના નામથી વિખ્યાત આ લક્ષ્મીનારાયણ મંદિર અરેરા પહાડીઓની નજીકમાં બનેલા સરોવરની દક્ષિણ દિશામાં આવેલું છે. મંદિરની નજીકમાં જ એક સંગ્રહાલય બનાવવામાં આવેલું છે. આ સંગ્રહાલયમાં મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલાં રાયસેન, સેહોર, મંદસૌર અને સહદોલ વગેરે સ્થળો પરથી લાવવામાં આવેલી મૂર્તિઓ રાખવામાં આવી છે. આ મુર્તિઓમાં શિવ, વિષ્ણુ અને અન્ય અવતારોની પત્થરમાંથી બનેલી મૂર્તિઓ જોવા મળે છે. મંદિરની નિકટ બનાવવામાં આવેલું આ સંગ્રહાલય સોમવારના દિવસે બંધ રહે છે અને બાકીના દિવસોમાં દરરોજ સવારના ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહે છે.
મોતી મસ્જિદ, ભોપાલ
[ફેરફાર કરો]મોતી મસ્જિદ કદસિયા બેગમની પુત્રી સિકંદર જહાં બેગમએ ઇ. સ. ૧૮૬૦ના વર્ષમાં બનાવડાવી હતી. આ મસ્જિદના બાંધકામની શૈલી દિલ્હી શહેરમાં આવેલી જામા મસ્જિદની બાંધકામ શૈલી સાથે સામ્યતા ધરાવે છે, પરંતુ વિસ્તારની રીતે જોતાં આ સ્થાપત્ય જામા મસ્જિદ કરતાં નાનું છે. મસ્જિદમાં ઘેરા લાલ રંગના બે મિનારાઓ આવેલા છે. આ મિનારાઓ ઊપર ભાલાની અણી જેવી સોનેરી રંગની ટોચ છે, જે સોનાની હોય તેમ લાગે છે.
તાજ-ઉલ-મસ્જિદ, ભોપાલ
[ફેરફાર કરો]તાજ-ઉલ-મસ્જિદ ભારત દેશમાં આવેલી સૌથી વિશાળ મસ્જિદો પૈકીની એક મસ્જિદ છે. આ મસ્જિદના નિર્માણ કાર્યની શરુઆત ભોપાલ રાજ્યના આઠમાં શાસક શાહજહાં બેગમના શાસન કાળમાં કરવામાં આવી હતી, પરંતુ ધનની જરુરીયાત પૂરતા પ્રમાણમાં ન હોવાને કારણે તેના જીવંતપર્યંત આ મસ્જિદ બની ન શકી. આખરે ઇ. સ. ૧૯૭૧ના વર્ષમાં ભારત સરકારની દખલ પછી આ મસ્જિદ પૂરી રીતે તૈયાર કરી શકાઈ હતી. ગુલાબી રંગની આ વિશાળ મસ્જિદના બે સફેદ ગુંબજ જેવા મિનારાઓ છે, જેને મદરેસા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. દર વર્ષે ત્રણ દિવસ ચાલતી અહીંની વાર્ષિક ઇજતિમા પ્રાર્થના ભારત ભરના લોકોનું ધ્યાન ખેંચે છે.
શૌકત મહલ, ભોપાલ અને સદર મંજિલ, ભોપાલ
[ફેરફાર કરો]શૌકત મહલ ભોપાલ શહેરની વચ્ચોવચ્ચ આવેલા ચોક વિસ્તારના પ્રવેશ દ્વાર પાસે આવેલો છે. આ મહેલ ઇસ્લામિક તેમ જ યૂરોપિયન શૈલીનું મિશ્રિત રૂપ છે. આ મહલ લોકોની પુરાતાત્વિક જિજ્ઞાસાને જીવંત કરી દે છે. આ મહેલની નજીકમાં જ ભવ્ય સદર મંજિલ પણ બનાવવામાં આવેલી છે. કહેવાય છે કે ભોપાલના શાસકો આ મંજિલનો ઉપયોગ જાહેર કક્ષ (પબ્લિક હૉલ) તરીકે કરતા હતા.
ગોહર મહલ, ભોપાલ
[ફેરફાર કરો]ગોહર મહલ સરોવરના કિનારે બનાવવામાં આવેલો આ મહેલ શૌકત મહલની પાછળના ભાગમાં આવેલો છે. આ મહેલને ઇ. સ. ૧૮૨૦ના વર્ષમાં કુદસિયા બેગમએ બનાવડાવ્યો હતો. કલાનું આ અનુપમ ઉદાહરણ હિન્દુ તેમ જ મુગલ વાસ્તુશિલ્પનો અત્યંત ચડિયાતો નમૂનો છે.
પુરાતાત્વિક સંગ્રહાલય, ભોપાલ
[ફેરફાર કરો]બનગંગા રોડ પર આવેલા આ પુરાતાત્વિક સંગ્રહાલયમાં મધ્યપ્રદેશ રાજ્યના વિભિન્ન ભાગોમાંથી એકત્રિત કરવામાં આવેલી મૂર્તિઓને રાખવામાં આવેલી છે. આ ઉપરાંત વિભિન્ન શાળાઓમાંથી એકત્રિત કરવામાં આવેલાં ચિત્રો (પેંટિગ્સ), બાઘ ગુફાઓની ચિત્રકારીઓની પ્રતિલિપિઓ, અલક્ષ્મી અને બુદ્ધની પ્રતિમાઓ આ પુરાતાત્વિક સંગ્રહાલયમાં સાચવીને રાખવામાં આવેલી છે. અહીં આવેલી દુકાનોમાંથી પત્થરોની મૂર્તિઓ ખરીદીને લઇ જઇ શકાય છે. સોમવારના દિવસ સિવાય દરરોજ સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી આ પુરાતાત્વિક સંગ્રહાલય મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે.
ભારત ભવન, ભોપાલ
[ફેરફાર કરો]ભારત ભવન ભારત દેશના સૌથી અનોખા રાષ્ટ્રીય સંસ્થાનો પૈકીનું એક છે. ઇ. સ. ૧૯૮૨ના વર્ષમાં જેની સ્થાપના કરવામાં આવી હતી એવા આ ભવનમાં અનેક રચનાત્મક કલાઓનું પ્રદર્શન કરવામાં આવે છે. શામલા પહાડીઓ પર આવેલા આ ભવનનું વાસ્તુશિલ્પ, પ્રસિદ્ધ વાસ્તુકાર ચાર્લ્સ કોર્રાએ તૈયાર કર્યું હતું. ભારત દેશના વિભિન્ન ભાગોની પારંપરિક શાસ્ત્રીય કલાઓના સંરક્ષણનું આ મુખ્ય કેન્દ્ર છે. ભારત ભવનમાં એક મ્યુઝિયમ ઑફ આર્ટ, એક આર્ટ ગૈલરી, લલિત કલાઓની કાર્યશાળા, ભારતીય કાવ્યનું પુસ્તકાલય આદિ વિભાગો સામેલ છે. આ વિભાગોને અનેક નામો જેમ કે રૂપાંકર, રંગમંડલ, વગર્થ તથા અન્હદ નામો વડે ઓળખવામાં આવે છે. સોમવારના દિવસ સિવાયના દિવસોમાં દરરોજ પ્રતિદિન બપોરના ૨ વાગ્યાથી રાત્રીના ૮ વાગ્યા સુધી આ ભવન મુલાકાતીઓ માટે ખુલ્લું રહે છે.
ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય
[ફેરફાર કરો]આ અનોખું સંગ્રહાલય શામલાની પહાડીઓ પર ૨૦૦ એકર્ જેટલા ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયમાં ભારત દેશનાં વિભિન્ન રાજ્યોની આદિવાસી જનજાતીય સંસ્કૃતિની ઝલક જોઇ શકાય છે. આ સંગ્રહાલય જે સ્થાન પર બનાવવામાં આવેલું છે, એ સ્થાન પ્રાગૈતિહાસિક કાળ સાથે સંબંધિત માનવામાં આવે છે. સોમવાર તેમ જ રાષ્ટ્રીય રજાઓ સિવાયના દિવસોમાં આ સંગ્રહાલય દરરોજ સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૫ વાગ્ય સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે.
ભીમ બેટકાની ગુફાઓ
[ફેરફાર કરો]દક્ષિણ ભોપાલથી ૪૬ કિમી. જેટલી દૂર આવેલી ભીમ બેટકાની ગુફાઓ પ્રાગૈતિહાસિક કાળના ચિત્રકામ માટે લોકપ્રિય છે. આ ગુફાઓ ચારે તરફથી વિંધ્યાચળની પર્વતમાળાઓથી ઘેરાયેલી છે, જેનો સંબંધ નવપાષાણ કાળ સાથે રહેલો છે. આ ગુફાઓની અંદર બનાવવામાં આવેલાં ચિત્રો ગુફાઓમાં રહેવા વાળા પ્રાગૈતિહાસિક કાળના જીવનનું વિવરણ પ્રસ્તુત કરે છે. અહીયાંની સૌથી પ્રાચીન ચિત્રકારીને ૧૨ હજાર વર્ષ પૂર્વના સમયની માનવામાં આવે છે.
ભોજપુર
[ફેરફાર કરો]આ પ્રાચીન શહેર દક્ષિણ પૂર્વ ભોપાલથી ૨૮ કિમી જેટલા અંતરે આવેલું છે. આ શહેર ખાસ કરીને ભગવાન શિવને સમર્પિત ભોજેશ્વર મંદિરના કારણે પ્રસિદ્ધ છે. આ શિવ મંદિરને પૂર્વ દિશાનું સોમનાથ પણ કહેવામાં આવે છે. આ મંદિરની સૌથી ખાસ વિશેષતા અહીયાના શિવલિંગનો વિશાળ આકાર છે. આ શિવલિંગની ઊંચાઈ લગભગ ૨.૩ મીટર જેટલી છે અને પરિધ ૫.૩ મીટર જેટલો છે. આ મંદિર ૧૧મી શતાબ્દીમાં રાજા ભોજ દ્વારા બનાવડાવવામાં આવ્યું હતું. અહીં શિવરાત્રિના પર્વની ઉજવણી ખુબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. મંદિરની નજીકમાં જ એક જૈન મંદિર પણ આવેલું છે, જેમાં એક જૈન તીર્થંકરની ૬ મીટર ઊંચી કાળા રંગની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે.