ભીમ બેટકાની ગુફાઓ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ભીમબેટકા ના પાષાણ ગુફાઓ
Rock Shelters of Bhimbetka
*
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

ભીમબૈઠકા ના શૈલચિત્ર
દેશ-પ્રદેશ  India,ભારત
પ્રકાર સાંસ્કૃતિક
માનદંડ (iii)(v)
સંદર્ભ ૯૨૫
ક્ષેત્ર** દક્ષિણ એશિયા
Inscription history
સમાવેશન ૨૦૦૩  (Unknown સત્ર)
* Name as inscribed on World Heritage List.
** Region as classified by UNESCO.


અક્ષાંશ-રેખાંશ: 22°55′40″N, 77°35′00″E ભીમબેટકા (ભીમબૈઠકા) ભારત ના મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલેમાં સ્થિત એક પુરાપાષાણિક આવાસીય પુરાસ્થલ છે. આ આદિ-માનવ દ્વારા બનાવાયેલ શૈલ ચિત્રો અને શૈલાશ્રયો માટે પ્રસિદ્ધ છે. આ શૈલચિત્ર લગભગ નવ હજાર વર્ષ પુરાણા છે. અન્ય પુરાવશેષોમાં પ્રાચીન કિલ્લાની દીવાલ, લઘુસ્તૂપ, પાષાણ નિર્મિત ભવન, શુંગ-ગુપ્ત કાલીન અભિલેખ, શંખ અભિલેખ અને પરમાર કાલીન મંદિરના અવશેષ અહીં મળ્યાં છે. ભીમ બેટકા ક્ષેત્રને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, ભોપાલ મંડલએ ઓગસ્ટ ૧૯૯૦માં રાષ્ટ્રીય મહત્ત્વનું સ્થળ ઘોષિત કર્યું. આ બાદ જુલાઈ ૨૦૦૩ માં યૂનેસ્કો તરફથી આ સ્થળને વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કર્યું છે. આ સ્થળ ખાતે ભારતમાં માનવ જીવનનાં પ્રાચીનતમ ચિહ્ન છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન મહાભારતના ચરિત્ર ભીમ સાથે સંબન્ધિત છે તેમ જ આ કારણથી આ સ્થળનું નામ ભીમબૈઠકા પડ્યું. આ ગુફાઓ મધ્ય ભારત ના પઠાર ના દક્ષિણી કિનારા પર સ્થિત વિન્ધ્યાચલની પહાડીઓના નીચલા છેડે છે.[૧]; આની દક્ષિણમાં સતપુડ઼ા ની પહાડ઼િઓ આરમ્ભ થઈ જાય છે.[૨] આની શોધ વર્ષ ૧૯૫૭-૧૯૫૮ માં ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર દ્વારા કરાઈ હતી.

શૈલકલા એવં શૈલચિત્ર[ફેરફાર કરો]

ભીમબૈઠકા શૈલચિત્ર

અહીં ૭૫૦ શૈલાશ્રય છે જેમાં ૫૦૦ શૈલાશ્રય- ચિત્રો દ્વારા સજ્જિત છે. પૂર્વ પાષાણ કાલ થી મધ્ય ઐતિહાસિક કાલસુધી આ સ્થાન માનવ ગતિવિધિઓ નું કેંદ્ર રહ્યું.[૧] આ બહુમૂલ્ય ધરોહર હવે પુરાતત્વ વિભાગ ના સંરક્ષણમાં છે. ભીમ બૈઠકા ક્ષેત્રમાં પ્રવેશ કરતા શિલાઓ પર લખેલ ઘણી જાણકારીઓ મળે છે. અહીં ના શૈલ ચિત્રોના વિષય મુખ્યતઃ સામૂહિક નૃત્ય, રેખાંકિત માનવાકૃતિ, શિકાર, પશુ-પક્ષી, યુદ્ધ અને પ્રાચીન માનવ જીવનની દૈનિક ક્રિયાકલાપોથી જોડાયેલી છે. ચિત્રોમાં પ્રયોગ કરાયેલ ખનિજ રંગો માં મુખ્ય રૂપે ગેરુઆ, લાલ અને સફેદ છે અને ક્યાંક-ક્યાંક પીળો અને લીલો રંગ પણ પ્રયોગ માં લેવાયો છે.[૨]

શૈલાશ્રયોની અંદરૂની સપાટી પર ઉત્કીર્ણ પ્યાલેનુમા નિશાન એક લાખ વર્ષ પુરાણા છે. આ કૃતિઓમાં દૈનિક જીવનની ઘટનાઓ માંથી લેવાયેલ વિષય ચિત્રિત છે. આ હજારો વર્ષ પહલા નું જીવન દર્શાવે છે. અહીં બનાવેલ ચિત્ર મુખ્યતઃ નૃત્ય, સંગીત, આખેટ, ઘોડા અને હાથીઓ ની સવારી, આભૂષણોને સજાવવનું તથા મધ જમા કરવા વિષે છે. આ સિવાય વાઘ, સિંહ, જંગલી સુવર, હાથીઓ, કુતરા અને ઘડિયાલોં જેવા જાનવરોને પણ આ તસ્વીરોંમાં ચિત્રિત કરાયા છે. અહીં ની દીવાલ ધાર્મિક સંકેતોથી સજેલી છે, જે પૂર્વ ઐતિહાસિક કલાકારો વચ્ચે લોકપ્રિય હતાં.[૨]આ પ્રકારે ભીમ બૈઠકાના પ્રાચીન માનવ ના સંજ્ઞાનાત્મક વિકાસનો કાલક્રમ વિશ્વ ના અન્ય પ્રાચીન સમાનાંતર સ્થળોથી હજારો વર્ષ પૂર્વે થયો હતો. આ પ્રકારે આ સ્થળ માનવ વિકાસનો આરંભિક સ્થાન પણ માની શકાય છે.

નિકટવર્તી પુરાતાત્વિક સ્થળ[ફેરફાર કરો]

ભીમબેટકા ના શૈલચિત્ર

આ પ્રકારના પ્રાગૈતિહાસિક શૈલચિત્ર રાયગઢ઼ જિલ્લા ના સિંઘનપુરની નિકટ કબરા પહાડ઼ ની ગુફાઓ માં[૩], હોશંગાબાદ ની નિકટ આદમગઢ઼માં, છતરપુર જિલ્લા ના બિજાવર ની નિકટસ્થ પહાડીઓ પર તથા રાયસેન જિલ્લા માં બરેલી તહેસીલના પાટની ગામમાં મૃગેંદ્રનાથની ગુફાના શૈલચિત્ર એવં ભોપાલ-રાયસેન માર્ગ પર ભોપાલની નિકટ પહાડીઓ પર (ચિડિયા ટોલ) માં પણ મળ્યાં છે. હાલ માં જ હોશંગાબાદની પાસે બુધની ની એક પત્થર ખાણમાં પણશૈલ ચિત્ર મળી આવ્યા છે. ભીમબેટકાથી ૫ કિલોમીટર ની દૂરી પર પેંગાવન માં ૩૫ શૈલાશ્રય મળ્યાં છે આ શૈલચિત્ર અતિ દુર્લભ મનાય છે. આ બધાં શૈલચિત્રો ની પ્રાચીનતા ૧૦,૦૦૦ થી ૩૫,૦૦૦ વર્ષ ની આંકી ગઈ છે.[૪]


સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "ભીમબેટકા ની ગુફ઼ાઓ" (એચટીએમ) (in હિન્દી). ઇન્ક્રેડિબલ ઇણ્ડિયા. pp. ૦૧. Retrieved ૧૮ જુલાઈ ૨૦૦૯. 
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "ભીમબેટકા કી પહાડ઼ી ગુફાએં" (પીએચપી). રાષ્ટ્રીય પોર્ટલ વિષયવસ્તુ પ્રબંધન દલ (in હિન્દી). ભારત સરકાર. pp. ૦૧. Retrieved ૧૮ જુલાઈ ૨૦૦૯. 
  3. "હુસૈનાબાદ માં ઢાઈ હજાર સાલ પુરાની સભ્યતા ના અવશેષ" (એચટીએમએલ) (in હિન્દી). યાહૂ જાગરણ. p. ૦૧. Retrieved ૧૮ જુલાઈ ૨૦૦૯. 
  4. સુબ્રમણિયન, પા.ના. "ભોપાલ ના ઇર્દગિર્દ આદિ માનવ ના પદ ચિન્હ" (એચટીએમ). મલ્લાર (in હિન્દી). વર્લ્ડ પ્રેસ. pp. ૦૧. Retrieved ૧૮ જુલાઈ ૨૦૦૯. 

વાહ્ય સૂત્ર[ફેરફાર કરો]

ઢાંચો:ભારત મેં વિશ્વ ધરોહરેંઢાંચો:મધ્ય પ્રદેશ પર્યટન