લખાણ પર જાઓ

મનુષ્ય ગૌરવ દિન

વિકિપીડિયામાંથી
(મનુષ્ય ગૌરવદિન થી અહીં વાળેલું)

મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન, જે દર વર્ષે [૧૯મી ઓક્ટોબર]]ના દિવસે મનાવવામાં આવે છે. સ્વાધ્યાય પરિવાર આ દિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવે છે. પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે "માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપતિ છે તેના પરથી જ નથી થતી, પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે". આ માટેના કારણ તરીકે પાંડુરંગ શાસ્ત્રીજીએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં કહેલા વચનને ટાંક્યું છે. એમાં ભગવાને કહ્યું છે કે, सर्वस्वचाहम हदयीसन्निविष्टो (અર્થ : હું પ્રાણીમાત્રના હદયમાં બિરાજમાન છું) તેથી માણસે ભગવાન મારી સાથે છે તે વાતનું ગૌરવ લેવું જોઈએ અને પોતાને મળેલ મનુષ્ય અવતારનું ગૌરવ લેવું જોઈએ. આ વાત સમજાવતો દિવસ એટલે મનુષ્ય ગૌરવદિન.

સ્વાધ્યાય પરિવાર આ દિવસને વિશેષ રૂપે ઊજવે છે. આ દિવસોમાં ભકિતફેરીનું આયોજન કરવામાં આવે છે જેને મનુષ્ય ગૌરવદિન ની ભકિતફેરી તરીકે ઓળખવામાં આવે છે.