મલાવીનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મલાવી
Flag of Malawi.svg
પ્રમાણમાપ ૨:૩
અપનાવ્યો ૬ જુલાઈ ૧૯૬૪ (૨૦૧૨માં ફરી અપનાવાયો)
ડિઝાઈન કાળા, લાલ અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા અને કાળા પટ્ટા પર લાલ રંગનો પ્રભાતનો ઉગતો સૂર્ય

મલાવીનો રાષ્ટ્રધ્વજ બ્રિટન પાસેથી આઝાદી મળી ત્યારે સ્વીકારવામાં આવ્યો. તે સાથે સાથે ન્યાસાલેન્ડ નામે ઓળખાતું સંસ્થાન મલાવી દેશ બન્યું.

રેખાચિત્ર[ફેરફાર કરો]

આઝાદ મલાવીના ધ્વજમાં દર્શાવેલ ઉગતો સૂર્ય આશાભર્યા પ્રભાતનું અને આફ્રિકાના ખંડ માટે આઝાદીનું સૂચક છે. જ્યારે ધ્વજ બન્યો ત્યારે આફ્રિકાના ઘણા દેશો યુરોપના દેશો પાસેથી આઝાદી મેળવી રહ્યા હતા. કાળો રંગ ખંડના સ્થાનિક લોકોનું, લાલ રંગ તેમની લડતમાં વહેલા લોહીનું અને લીલો રંગ કુદરતનું પ્રતિનિધિત્વ કરે છે.

૨૦૧૦-૨૦૧૨ સુધી ધ્વજ[ફેરફાર કરો]

૨૦૧૦-૨૦૧૨નો ધ્વજ

૨૯ જુલાઈ ૨૦૧૦ના રોજ નવા ધ્વજને સ્વીકૃતી આપવામાં આવી. તેમાં સમગ્ર આફ્રિકાના રંગો સાથે સામ્યતા વધારવા રંગોના પટ્ટાના ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જ્યારે કેન્દ્રમાંનો સફેદ સૂર્ય મલાવીનો આર્થિક વિકાસ સૂચવતો હતો. લોકોમાં ધ્વજ બદલવા સામે મોટાપ્રમાણમાં વિરોધ હતો.[૧] તેમ છતાં આ કાર્યવાહી ચાલુ રહી.[૨][૩] બહુમતી લોકોને આ નવો ધ્વજ સ્વીકાર્ય નહોતો[૪] અને તેને સ્વીકૃતિ બિનલોકશાહી ઢબે અપાઈ છે તેવી લાગણી હતી.[૫][૬]

૨૮ મે ૨૦૧૨ના રોજ નવા રાષ્ટ્રપતિ અને સરકારે સંસદમાં કાયદો પસાર કરી અને ફરી જુના ધ્વજને સ્વીકૃતિ આપી દીધી.[૭][૮]

સંદર્ભ[ફેરફાર કરો]