મલેશિયાનો રાષ્ટ્રધ્વજ
Appearance
મલેશિયાના રાષ્ટ્રધ્વજમાં એકાંતરે ૧૪ લાલ અને સફેદ પટ્ટીઓ છે અને ધ્વજદંડ તરફના ખૂણામાં ભૂરા રંગનો ચોરસ જેમાં બીજનો ચંદ્ર અને ચૌદ ખૂણા વાળો સિતારો છે. તે સિતારાને બિન્ટાન્ગ પેરસેકુટુઆન (સંઘીય સિતારા) તરીકે ઓળખાય છે.[૧] સરખી પહોળાઈની ૧૪ પટ્ટીઓ દેશના ૧૩ રાજ્યો અને કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. ૧૪ ખૂણાવાળો સિતારો તેમની વચ્ચે એકતાનો સૂચક છે.[૨] બીજનો ચંદ્ર; ઇસ્લામ જે દેશનો સત્તાવાર ધર્મ સૂચવે છે. ભૂરો રંગ મલેશિયન લોકોની એકતા દર્શાવે છે. પીળો સિતારો અને ચંદ્ર મલય શાસકોનો શાહી રંગ છે.[૩]
સામ્યતા ધરાવતા ધ્વજો
[ફેરફાર કરો]અમેરિકાનો રાષ્ટ્રધ્વજ, લાઇબેરીયાનો રાષ્ટ્રધ્વજ, બિકિની ટાપુનો રાષ્ટ્રધ્વજ મલેશિયાના ધ્વજ સાથે સામ્યતા ધરાવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Malaysian Flag and Coat of Arms". myGovernment Malaysian Government's official portal. મેળવેલ 7 September 2011.
- ↑ "Malaysia Flag". TalkMalaysia.com. મેળવેલ 15 September 2009.
- ↑ Flags Of The World Malaysia: Description
બાહ્ય કડી
[ફેરફાર કરો]- Malaysia at Flags of the World