લખાણ પર જાઓ

મલ્લિનાથ

વિકિપીડિયામાંથી
મલ્લિનાથ
૧૯મા જૈન તીર્થંકર
મલ્લિનાથ
અન્વા રાજસ્થાનમાં મલ્લિનાથની પ્રતિમા
ધર્મજૈન ધર્મ
પુરોગામીઅરનાથ
અનુગામીમુનિસુવ્રત
પ્રતીકકળશ[૧]
ઊંચાઈ૨૫ ધનુષ્ય (૭૫ મીટર)
ઉંમર૫૬,૦૦૦ વર્ષો
વર્ણનીલો (બ્લુ)
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
દેહત્યાગ
માતા-પિતા
  • કુંભ (પિતા)
  • રક્ષિતા અથવા પ્રજાવતી (માતા)

મલ્લિનાથ ("ચમેલી અથવા સિંહાસન ના સ્વામી") જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૯મા તીર્થંકર છે. ધર્મનાથનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં મિથિલામાં કુંભરાજા અને પ્રજાવતી રાણીને ઘેર થયો હતો. જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.

શ્વેતાંબર મત અનુસાર મલ્લિનાથ મલ્લિબાઈ નામની મહિલા હતા. જ્યારે દિગંબરો ૨૪ તીર્થંકરોમાં મલ્લિનાથ સહિત સૌને પુરુષ માને છે. દિગમ્બર મત માને છે કે સ્ત્રીના શરીર દ્વારા આત્મા મહત્તમ ૧૫મા દેવલોકે પહોંચી શકે છે, મોક્ષ મેળવવા તેણે પુરુષ રૂપે ફરી જન્મ લેવો પડે છે. દિગંબરો મલ્લિનાથને રાજ કુટુંબમાં જન્મેલા રાજકુમાર માને છે અને તેમને પુરુષ સ્વરૂપે પૂજે છે.[૨][૩][૪]

મલ્લિનાથ ("ચમેલી અથવા સિંહાસન ના સ્વામી") જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૯મા તીર્થંકર છે. મલ્લિનાથનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં મિથિલામાં કુંભરાજા અને પ્રજાવતી રાણીને ઘેર થયો હતો. જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.[૫][૬] તેમનું આયુષ્ય ૫૬,૦૦૦ વર્ષોનું હતું જેમાંના ૫૪,૮૦૦ વર્ષ માં છ દિવસ ઓછા સમયનો પર્યાય તેમણે કેવળી (કેવળ જ્ઞાન મેળવ્યા પછીની દશા) સ્વરૂપે ગાળ્યો.[૫] તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.[૭]

સાહિત્ય

[ફેરફાર કરો]
  1. ગણધર સુધર્મા સ્વામી રચિત જ્ઞાતાધર્મકથા [સંદર્ભ આપો]
  2. ઈ.સ. ૧૧૦૫ માં નાગચંદ્ર દ્વારા લખાયેલ મલ્લિનાથ પુરાણ .[સંદર્ભ આપો]

મુખ્ય મંદિરો

[ફેરફાર કરો]
  • મન્નારગુડી મલ્લિનાથ મંદિર, તામિલનાડુમાં આવેલા ચોલા સામ્રાજ્યનું એક અપ્રાચીન નગર મલ્લારગુડી માં આ મંદિર આવેલું છે. અહીં ઈ. સ. પૂ ૨૫૦ના સમયના ઘણા પુરાતત્વીક અવશેષ જોવા મળે છે.
  • ચતુર્મુખ બાસડી, કર્ણાટકમાં આવેલું એક જાણીતું જૈન મંદિર. આ મંદિર અરનાથ, મલ્લિનાથ અને મુનિસુવ્રતને સમર્પિત છે [૮]

સંદર્ભો

[ફેરફાર કરો]