મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રથમ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મહારાજા સયાજીરાવ નામે સામાન્યત: જેનું નામ યાદ આવે તેવા મ.સ. ત્રીજા માટે જુઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
આ લેખ સુપ્રસિદ્ધ મ.સ. ત્રીજાના પૂર્વજ મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રથમ વિષે છે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રથમ

મહારાજા સયાજીરાવ વડોદરા સ્ટેટના ગાયકવાડ કુળ-શાખાના રાજવી હતા. તેઓએ ઈ.સ. ૧૭૩૨ થી ઈ.સ. ૧૭૬૮ સુધી શાશન કર્યું હતુ. તેઓ મહારાજ દામોજીરાવ બીજાના સૌથી મોટા પુત્ર હતા. તેઓએ રાજગાદી ૧૭૩૨માં મહારાજા પિલાજીરાવના મૃત્યુ બાદ સંભાળી હતી. તેઓ તેમના ભાઈ ફત્તેસિંહરાવ ગાયકવાડની સહાયથી રાજ ચલાવતા હતા કે જેમણે પેશ્વાઓ સાથે સમજૂતી કરી ગાદી પર પોતાનો હક્ક રજૂ કર્યો હતો. તેને પરિણામે મહારાજા ગોવિંદરાવ જે હકીકતમાં રાજગાદી માટે પસંદગી પામ્યા હતા તેઓ આ ષડયંત્રના પરિણામે મહારાજા ન બની શક્યા. જોકે બાદમાં ફત્તેસિંહરાવનો દાવો રદ કરાયો હતો અને મહારાજા સયાજીરાવ પ્રથમને રાજગાદી સોંપાઈ હતી.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "વડોદરાના રાજવી પરિવારની વંશાવલી". www.gaekwadsofbaroda. Retrieved 4 ઓક્ટોબર ૨૦૧૩. Check date values in: |accessdate= (મદદ)