મહી નદીતટ, રસુલપુર
Appearance
મહી નદીતટ, રસુલપુર અથવા રસુલપુર રિવરસાઇડ ભારત દેશના ગુજરાત રાજ્યના વડોદરા શહેર થી ૩૫ કિલોમીટર જેટલા અંતરે સાવલી તાલુકાના લાંછનપુરા ગામ ખાતે મહી નદીના કિનારે આવેલ એક આનંદપ્રમોદનું સ્થળ છે. નાની ટેકરીઓ વચ્ચેથી પસાર થતી મહી નદી અને ખળખળ વહેતું નિર્મળ જળ માણવાલાયક છે. વડોદરા તેમ જ આણંદમાં રહેતા શહેરીજનો આ જગ્યાની મુલાકાત ઉનાળા તેમ જ શિયાળાની ઋતુમાં લઈ આનંદ માણે છે, જ્યારે ચોમાસામાં પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે મુલાકાતીઓ ઓછા હોય છે. હાલના સમયમાં બાળકો, કિશોરો તેમ જ યુવાનો માટે અહીં સાહસિક પ્રવૃત્તિઓ માટેની શિબિરો પણ આ સ્થળે યોજાય છે[૧][૨].
નદીના પટમાં આવેલ મોટા ખડકો તેમ જ પક્ષીઓથી ભરપૂર આ સ્થળ પ્રકૃતિપ્રેમીઓ તેમ જ તસ્વીરના શોખીનો માટે એક આદર્શ જગ્યા છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "રસલપુર: વડોદરાના યુવાન હૈયાઓને આકર્ષતું સ્થળ". vadodara.me. મૂળ માંથી 2020-09-21 પર સંગ્રહિત. મેળવેલ ૮ ઓગસ્ટ ૨૦૧૮.
- ↑ "Adventure Activities". riparianresort. મૂળ માંથી 2018-08-18 પર સંગ્રહિત. મેળવેલ ૮ ઓગસ્ટ ૨૦૧૮.