માઉન્ટ રશમોર નેશનલ મેમોરિયલ
માઉન્ટ રશમોર નેશનલ મેમોરિયલ (હિન્દી:माउंट रशमोर नेशनल मेमोरियल; અંગ્રેજી:The Mount Rushmore National Memorial) એ સંયુક્ત રાજ્ય અમેરિકામાં દક્ષિણ ડાકોટા ખાતે કીસ્ટોન નજીકના ગ્રેનાઈટના પથ્થરો વડે બનેલા પર્વત પર કોતરકામ કરી બનાવવામાં આવેલ સ્મારક છે. આ સ્મારક ખાતે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન (ઈ. સ. ૧૭૩૨-૧૭૯૯), થોમસ જેફરસન (ઈ. સ. ૧૭૪૩-૧૮૨૬), થિયોડોર રૂઝવેલ્ટ (ઈ. સ. ૧૮૫૮-૧૯૧૯૧) અને અબ્રાહમ લિંકન (ઈ. સ. ૧૮૦૯-૧૮૬૫)ના વિશાળ કદના એટલે કે ૧૮ મીટર જેટલી ઊંચાઈ ધરાવતા ચહેરા જોવા મળે છે. આ સ્મારક નિર્માણનું કાર્ય ડૅનિશ-અમેરિકન ગટઝન બોર્ગ્લમ Gutzon Borglum (1867-1941) અને તેના પુત્ર લિન્કોલીન બોર્ગ્લમ નામના શિલ્પીઓએ કર્યું હતું[૧] આ સમગ્ર સ્મારક 1,278.45 acres (2.00 sq mi; 5.17 km2) જેટલી જગ્યામાં ફેલાયેલ છે[૨] અને દરિયાઈ સપાટી થી 5,725 feet (1,745 m) જેટલી ઊંચાઈ પર આવેલ છે.[૩]. આ સ્મારકની દેખરેખનું કાર્ય યુનાઇટેડ સ્ટેટ્સના ગૃહ વિભાગની દેખરેખ હેઠળ નેશનલ પાર્ક દ્વારા કરવામાં આવે છે. લગભગ ૨ લાખ લોકો દર વર્ષે આ સ્મારક જોવા માટે આવે છે[૪].
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Mount Rushmore National Memorial સંગ્રહિત ૨૦૧૭-૦૮-૨૩ ના રોજ વેબેક મશિન.
- ↑ McGeveran, William A.
- ↑ Mount Rushmore, South Dakota (November 1, 2004).
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-04-02 પર સંગ્રહિત. મેળવેલ 2015-04-11.