માલદીવ્સનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માલદીવ્સ
Flag of Maldives.svg
પ્રમાણમાપ ૨:૩
અપનાવ્યો ૨૫ જુલાઈ ૧૯૬૫
ડિઝાઈન લાલ પશ્વાદભૂ પર લીલો લંબચોરસ અને તેમાં વચ્ચે બીજનો સફેદ ઉભો ચંદ્ર

માલદીવ્સના ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ લાલ પશ્ચાદભૂ પર લીલો લંબચોરસ ધરાવે છે; તે લંબચોરસમાં સફેદ રંગનો ઉભો બીજનો ચંદ્ર છે. ચંદ્રની પાછળની બાજુ ધ્વજદંડ તરફ આવે છે.

લાલ રંગ રાષ્ટ્રના વીરોની બહાદુરીનો અને રાષ્ટ્રના રક્ષણ માટે તેમના લોહીના છેલ્લા ટીપાં સુધીના બલિદાન આપવાની તૈયારીનો સૂચક છે. લીલો રંગ શાંતિ અને સુખાકારીનો સૂચક છે. સફેદ બીજનો ચંદ્ર પ્રજાની ઇસ્લામ ધર્મમાં શ્રદ્ધાને સૂચવે છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

શરૂઆતના ધ્વજ માત્ર લાલ રંગ જ ધરાવતો હતો જેમાં પાછળથી સફેદ અને કાળી પટ્ટીઓ ઉમેરવામાં આવી જેને ધાન્ડીમઠી તરીકે ઓળખવામાં આવી.[૧]

૨૦મી સદી સુધી આ ધ્વજ વપરાશમાં રહ્યો ત્યારબાદ તેમાં બીજનો ચંદ્ર ઉમેરવામાં આવ્યો. તે ગાળામાં જ રાષ્ટ્રનો એક અલગ ધ્વજ જેમાં ચંદ્ર લીલા રંગના લંબચોરસ પર હતો તે અસ્તિત્વમાં આવ્યો.[૨]

૧૯૫૩માં માલદીવ્સમાં લોકશાહી આવી આ સાથે ધ્વજ ફરી બદલાયો અને ચંદ્રની દિશા ઉલટાવવામાં આવી. ૧૯૫૪માં ફરી રાજાશાહી આવી પરંતુ ધ્વજ ન બદલાયો. તેના બદલે નવો ધ્વજ સુલાતન માટે બનાવાયો જેમાં ચંદ્રની બાજુમાં સિતારો ઉમેરવામાં આવ્યો. જે આજે પણ માલદીવ્સના રાષ્ટ્રપતિના ધ્વજ તરીકે વપરાય છે.[૩]

૧૯૬૫માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે કાળો અને સફેદ રંગ દૂર કરાયો અને ધ્વજ હાલના સ્વરૂપમાં આવ્યો.

ગેલેરી[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]