માળિયા મિયાણા જંકશન રેલ્વે સ્ટેશન
Appearance
માળિયા મિયાણા જંકશન રેલ્વે સ્ટેશન | |
---|---|
ભારતનું રેલ્વે સ્ટેશન | |
સામાન્ય માહિતી | |
સ્થાન | માળિયા, મોરબી જિલ્લો, ગુજરાત ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°06′13″N 70°45′19″E / 23.103592°N 70.755359°E |
ઊંચાઇ | 6 m (20 ft) |
માલિક | ભારતીય રેલ્વે |
સંચાલક | પશ્ચિમ રેલ્વે |
લાઇન | ગાંધીધામ-અમદાવાદ મુખ્ય લાઇન માળિયા મિયાણા-વાંકાનેર લાઇન |
પ્લેટફોર્મ | 2 |
પાટાઓ | 4 |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | Standard (on-ground station) |
પાર્કિંગ | હા |
અન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્ટેશન કોડ | MALB |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે |
વિભાગ | અમદાવાદ |
ઈતિહાસ | |
શરૂઆત | ૧૯૪૦ |
વીજળીકરણ | ના |
જૂના નામો | મોરબી સ્ટેટ રેલ્વે |
સ્થાન | |
માળિયા મિયાણા જંકશન રેલ્વે સ્ટેશન ગુજરાતના મોરબી જિલ્લાના માળીયામાં આવેલું રેલ્વે સ્ટેશન છે. તે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ વિભાગ હેઠળ આવેલું છે.[૧][૨]
આ સ્ટેશન બાંદ્રા ટર્મિનસ, દાદર પશ્ચિમ, વિશાખાપટ્ટનમ જંકશન, બરેલી જંકશન, ગાંધીધામ જંકશન, ભૂજ અને કામખ્યા જેવા રેલ્વે સ્ટેશનો સાથે જોડાણ ધરાવે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]માળિયા મિયાણા - વાંકાનેર વિભાગ મોરબી સ્ટેટ રેલ્વે દ્વારા ૧૮૮૦માં રસ્તાની બાજુમાં શરૂ કરાયેલો ટ્રામ માર્ગ હતો. આ માર્ગ 2 feet 6 inches (0.76 m) ગેજ સાથે બનાવવામાં આવ્યો હતો, પરંતુ ૧૯૦૫ અને ૧૯૩૦ની વચ્ચે તેનું રૂપાંતરણ મીટર ગેજમાં થયું હતું. ભારતમાં છેલ્લા વરાળ એન્જિન વડે ચાલતા આ માર્ગનું ૨૦૦૧માં બ્રોડગેજમાં રૂપાંતરણ થયું હતું.[૩]
મુખ્ય ટ્રેનો
[ફેરફાર કરો]આ જંકશન રેલ્વે સ્ટેશન પર નીચેની ટ્રેનો બંને દિશામાં વિરામ લે છે:
- ૨૨૯૫૫/૫૬ કચ્છ એક્સપ્રેસ
- ૧૮૫૦૧/૦૨ વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ
- ૧૯૧૧૫/૧૬ સયાજીનગરી એક્સપ્રેસ
- ૧૪૩૧૧/૧૨ આલા હઝરત એક્સપ્રેસ (અમદાવાદ થઈને)
- ૧૬૩૩૫/૩૬ ગાંધીધામ – નાગરકોઇલ એક્સપ્રેસ
- ૧૫૬૬૭/૬૮ કામખ્યા – ગાંધીધામ એક્સપ્રેસ
- ૨૨૯૫૧/૫૨ બાન્દ્રા ટર્મિનસ – ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ
માળિયા મિયાણા - મોરબી ડેમુ ટ્રેન અહીંથી શરૂ થાય છે.