મીઠાપુર સૌર ઊર્જા એકમ

વિકિપીડિયામાંથી

મીઠાપુર સૌર ઊર્જા એકમ  ૨૫ મેગાવોટ ક્ષમતા ધરાવતો સોલાર પાવર પ્લાન્ટ છે, જે પશ્ચિમ ભારતમાં આવેલ ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકામાં આવેલ મીઠાપુર ખાતે કાર્યરત છે.[૧] આ એકમ ૪૦,૭૩૪ MWh/વર્ષ વીજળી પેદા કરવા માટે અપેક્ષિત છે. આ માટે ૧૦૮,૬૯૬ ૨૩૦ Wp પેનલ ઉપયોગ કરવામાં આવ્યો હતો.[૨]

વિશિષ્ટતાઓ[ફેરફાર કરો]

આ સૌર ઊર્જા એકમ ૧૦૦ એકર (૪૦.૫ હેક્ટર) જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં બિછાવેલ પેનલ પોલીક્રિસ્ટલાઇન સિલીકોન ફોટોવોલ્ટેઇક ટેકનોલોજી વડે નિર્મિત છે.

નાણા[ફેરફાર કરો]

આ સોલાર પાવર પ્લાન્ટના વિકાસકર્તા ખાનગી કંપની ટાટા પાવર લિમિટેડ દ્વારા ભંડોળ ફાળવી આ પ્રોજેક્ટ માટે રૂ. ૩૬૫ કરોડ ખર્ચ હોવાનો અંદાજ (ડેબ્ટ ઈક્વિટી રેશિયો ૭૦:૩૦) મૂક્યો હતો. આ ભંડોળમાં રૂ. ૧૧૦ કરોડ ઇક્વિટી અને રૂ. ૨૫૫ કરોડ રૂપિયાની ટર્મ લોનનો સમાવેશ થાય છે. વીજ ખરીદી કરાર પર ટાટા પાવર કંપનીએ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. સાથે હસ્તાક્ષર કર્યા છે. આ માટે રૂ. ૧૫/કેડબ્લ્યુએચ માટે પ્રથમ ૧૨ વર્ષ સુધી અને ૫ રૂ પછીના સમય માટેનો ભાવ નક્કી કરવામાં આવેલ છે.

શરુઆત[ફેરફાર કરો]

આ પાવર પ્લાન્ટની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૨ના દિવસે કરવામાં આવી હતી.[૩][૪]

ઉત્પાદન[ફેરફાર કરો]

મહિને MWh કેડબ્લ્યુએચ/kW/દિવસ કુલ આવક (રૂપિયા કરોડ)
જાન્યુઆરી ૮૪૫.૯૭૩ ૧.૨૬૯
ફેબ્રુઆરી ૩,૯૩૭.૭૨૫ ૫.૬૨૫ ૭.૧૭૬
માર્ચ ૪,૨૫૯.૩૦૩ ૫.૪૯૬ ૧૩.૫૬૫
એપ્રિલ ૩,૬૯૩.૫૪૪ ૪.૯૨૫ ૧૯.૧૦૫
૨૦૧૨ ૧૨,૭૩૬.૫૪૫ ૧૯.૧૦૫

[૫]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Tata's solar plant sets pace in Mulshi". india.com. મેળવેલ ૨૦૧૨-૦૨-૧૮.
  2. PDD
  3. "Tata Power Commissions Mithapur Solar Plant". nasdaq.com. મેળવેલ ૨૦૧૨-૦૨-૧૮.
  4. "Tata Power commissions 25 MW solar project in Gujarat". The Economic Times. મેળવેલ ૨૦૧૨-૦૨-૧૮.
  5. "Energy Account". મૂળ માંથી 2012-06-08 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-14.