લખાણ પર જાઓ

મુકુંદ વરદરાજન

વિકિપીડિયામાંથી
મુકુંદ વરદરાજન
એસી
જન્મ૧૨ એપ્રિલ ૧૯૮૩[૧]
તાંબરમ, તામિલ નાડુ
મૃત્યુએપ્રિલ ૨૫, ૨૦૧૪ (૩૧ વર્ષ)
શોપિયાં જિલ્લો, જમ્મુ અને કાશ્મીર
Buried atબેસન્ટ નગર, ચેન્નઈ
દેશ/જોડાણ ભારત
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
હોદ્દો મેજર
દળરાજપુત રેજિમેન્ટ (૨૨ રાજપુત)
૪૪ રાષ્ટ્રિય રાઇફલ્સ
પુરસ્કારો અશોક ચક્ર (મરણોત્તર)
પત્નિઈન્દુ રેબેકા વર્ગીસ

મેજર મુકુંદ વરદરાજન એસી (૧૨ એપ્રિલ ૧૯૮૩ - ૨૫ એપ્રિલ ૨૦૧૪) એ ભારતીય ભૂમિસેનાની રાજપૂત રેજિમેન્ટમાં એક અફસર હતા. ૨૦૧૪માં તેમને જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવા માટે ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો.

ખાનગી જીવન

[ફેરફાર કરો]

મેજર મુકુંદ વરદરાજનનો જન્મ ૧૨ એપ્રિલ ૧૯૮૩ના રોજ થયો હતો. તેમના પિતા આર. વરદરાજન અને માતા ગીતા હતા. તેઓ ચેન્નઈ, ભારત ખાતે રહેતા હતા. તેમને બે બહેનો શ્વેતા અને નિત્યા હતી. મુકુંદના લજ્ઞ તેમના લાંબા સમયના પ્રેમિકા ઇન્દુ રેબેકા વર્ગિસ સાથે ૨૮ ઓગષ્ટ ૨૦૦૯ના રોજ થયાં હતાં.[૨][૩][૪] તેમણે વાણિજ્યમાં પદવી એનાથુર ખાતેથી અને પત્રકારત્વમાં ડિપ્લોમા મદ્રાસ ક્રિશ્ચિઅન કોલેજ, તાંબરમ ખાતેથી મેળવી હતી. તેમના દાદા અને બે કાકા સેનામાં સેવા આપી ચૂક્યા હતા અને તેનાથી પ્રેરિત થઈ અને તેઓ પણ જોડાયા હતા.[૧]

શરૂઆતની કારકિર્દી

[ફેરફાર કરો]

મુકુંદ અફસર તાલીમ અકાદમી, ચેન્નઇ ખાતે તાલીમ મેળવી અને ૨૨મી રાજપુત પલટણમાં લેફ્ટનન્ટ તરીકે ૨૦૦૬માં જોડાયા હતા. તેમણે મઉ, મધ્ય પ્રદેશ ખાતેની પાયદળ શાળામાં સેવા આપી હતી અને લેબેનાન ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિસેનામાં પણ ફરજ બજાવી હતી. ડિસેમ્બર ૨૦૧૨માં તેઓને ૪૪મી રાષ્ટ્રિય રાઇફલ્સમાં નિયુક્તિ આપવામાં આવી જે જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં તૈનાત હતી.

મૃત્યુ

[ફેરફાર કરો]
અંતિમસંસ્કાર સમયની તસ્વીર

૨૫ એપ્રિલ ૨૦૧૪ના રોજ તેમણે ગામમાંથી આતંકવાદીઓને મારી હટાવવા અભિયાન શરૂ કર્યું. કાર્યવાહી દરમિયાન તેમની ટુકડી પણ મોટા પ્રમાણમાં ગોળીબાર થયો. તેમણે ત્વરિત કાર્યવાહી કરી અને હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકવાદીઓને મારી નાખ્યા જેઓએ ચૂંટણી કાર્યવાહીમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓને ૨૪ કલાક અગાઉ મારી નાખ્યા હતા. પરંતુ, આ મુઠભેડમાં તેઓ ઘાયલ થયા અને તેને કારણે તેઓ શહીદ થયા.[૫][૬][૭]

કાર્યવાહી દરમિયાન તેમની વીરતાને ધ્યાનમાં લેતાં તેમને અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યું. સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રશસ્તિ પત્ર નીચે મુજબનું લખાણ ધરાવે છે:

કાર્યવાહી દરમિયાન શહીદ થતાં પહેલાં મેજર મુકુંદે ઉત્કૃષ્ટ નેતૃત્વકળા, અપ્રતીમ વીરતા, ત્વરિત કાર્યવાહી અને શ્રેષ્ઠ આયોજન ક્ષમતા દર્શાવી જેને કારણે ત્રણ ટોચના હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓને ઠાર મરાયા.

મુકુંદ તામિલ નાડુ રાજ્યના અશોક ચક્ર પ્રાપ્ત કરનાર ચોથા વ્યક્તિ હતા.

આ દક્ષિણ ભારતીય નામમાં, 'વરદરાજન' એ અટક નહી પરંતુ પૈતૃક નામ છે, માટે વ્યક્તિને અપાયેલ નામ, મુકુંદ નામે સંબોધવા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Tambaram mourns a braveheart". The Hindu. ૨૭ એપ્રિલ ૨૦૧૪. મેળવેલ ૧૬ ઓગસ્ટ ૨૦૧૪.
  2. "'India Should See The Man Mukund Was, Not My Sorrow': Martyr's Wife to NDTV". NDTV. મેળવેલ ૩૧ જાન્યુઆરી ૨૦૧૫.
  3. "Major Mukund Varadarajan cremated with full military honours in Chennai". The Times of India. ૨૯ એપ્રિલ ૨૦૧૪. મેળવેલ ૧૬ ઓગસ્ટ ૨૦૧૪.
  4. "Major Worked at BPO Before Realising Childhood Dream". The New Indian Express. ૨૭ એપ્રિલ ૨૦૧૪. મૂળ માંથી 2016-05-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ઓગસ્ટ ૨૦૧૪.
  5. "For Gallantry". મેળવેલ 16 August 2014.
  6. "Major Mukund Varadarajan Awarded Ashok Chakra, the Highest Gallantry Award". NDTV. ૧૪ ઓગસ્ટ ૨૦૧૪. મેળવેલ ૧૬ ઓગસ્ટ ૨૦૧૪.
  7. "Independence Day Gallantry Awards and Other Decorations". PIB. ૧૪ ઓગસ્ટ ૨૦૧૪. મેળવેલ ૧૬ ઓગસ્ટ ૨૦૧૪.