મુનિ કી રેતી

વિકિપીડિયામાંથી
મુનિ કી રેતી ખાતે ગંગા નદીના પટમાં આધ્યાત્મિક પ્રવૃત્તિ

મુનિ કી રેતી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના તેહરી ગઢવાલ જિલ્લામાં ઋષિકેશ નજીક પવિત્ર ગંગા નદીને કિનારે વસેલી નગર પંચાયત છે. વર્તમાન સમયના વિકાસને ધ્યાનમાં લેતાં આ સ્થળ હાલમાં ઋષિકેશ શહેરનો એક ભાગ હોય તેમ લાગે છે, પરંતુ હિમાલયની તળેટીમાં આવેલું આ સ્થળ એક સમયે ચારધામ યાત્રાનું પ્રવેશદ્વાર તરીકે પ્રસિદ્ધ હતું. આ સ્થળનું નામ અહીં ગંગા નદીના રેતાળ પટમાં સાધુઓ દ્વારા આલતી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પરથી પડ્યું છે, એમ કહેવાય છે[૧]. અહીં મોટે ભાગે આધ્યામિક કેન્દ્રો ચાલે છે, જેના દર્શને આવતા શ્રદ્ધાળુઓને કારણે અહીંના સ્થાનિક લોકો રોજગાર મેળવે છે. અહીં પ્રાચીન મંદિરો, વર્તમાન મંદિરો, પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલાં સ્થળો, યોગ કેન્દ્રો, આધ્યાત્મિક આશ્રમો ઉપરાંત આરામદાયક આધુનિક હોટલો, રેસ્ટોરન્ટ તથા સહેલાણીઓને લાયક બજાર જોવા મળે છે. આ સાથે અહીં ગંગા નદીમાં વોટર રાફ્ટીંગ જેવી સાહસિક પ્રવૃત્તિ પણ ચાલે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]