મેનમ વન્યજીવન અભયારણ્ય

વિકિપીડિયામાંથી

મેનમ વન્યજીવન અભયારણ્ય અંગ્રેજી: Maenama Wildlife Sanctuary ભારત દેશના સિક્કિમ રાજ્યના દક્ષિણ સિક્કિમ જિલ્લા ખાતે આવેલ એક રક્ષિત જંગલ વિસ્તાર છે. આ જંગલ વિસ્તાર આશરે 35 square kilometres (14 sq mi) જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. મેનમ-લાનો શાબ્દિક અર્થ "ઔષધોની ખાણ" એવો થાય છે અને આ વન્યજીવન અભયારણ્ય ઔષધીય મૂલ્ય ધરાવતી ઘણી વનસ્પતિઓથી સમૃદ્ધ છે. વર્ષ ૧૯૮૭માં આ અભયારણ્યની સ્થાપના કરી તેને રક્ષિત કરવામાં આવ્યું હતું. મેનમ વન્યજીવન અભયારણ્ય રાજ્યની રાજધાની ગંગટોકથી દક્ષિણ દિશામાં 65 kilometres (40 mi) જેટલા અંતરે આવેલું એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે[૧].

આકાશીય વિહાર[ફેરફાર કરો]

ભારત દેશમાં પ્રથમવાર જ વન્યજીવન આકાશીય વિહારમાર્ગ મેનમ વન્યજીવન અભયારણ્ય ખાતે બાંધવામાં આવશે. સિક્કિમ રાજ્ય સરકાર દ્વારા સૂચિત બાંધકામ યોજના મુજબ 22 kilometres (14 mi) જેટલા લાંબા રોપ-વેનું નિર્માણ કરી તેના પરથી મેનમ વન્યજીવન અભયારણ્ય માટે એક આકાશીય વિહાર (સ્કાયવોક) થઈ શકશે, જે ભાલેધુંગા ટેકરીની ધાર પર બાંધવામાં આવશે. આ રોપ વે સાથે વરસાદી છત અને જાહેર સગવડતાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. પર્યાવરણ મંત્રાલય દ્વારા પણ આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે, જેનો ૫ અબજ રૂપિયા ખર્ચ થશે.[૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Maenam Wildlife Sanctuary". ધ હિંદુ (અંગ્રેજી સમાચારપત્ર). મેળવેલ ૧૨ ઓગસ્ટ ૨૦૧૮.
  2. "India's first wildlife skywalk to come up in Sikkim". Hindustan Times. મેળવેલ ૧૨ ઓગસ્ટ ૨૦૧૮.