લખાણ પર જાઓ

મોરાગઢ (કિલ્લો)

વિકિપીડિયામાંથી
મોરા કિલ્લો
નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર
મુલ્હેરથી દૃશ્યમાન મોરાગઢ (કિલ્લો)
મોરા કિલ્લો is located in મહારાષ્ટ્ર
મોરા કિલ્લો
મોરા કિલ્લો
અક્ષાંશ-રેખાંશ20°45′11.1″N 74°03′59.9″E / 20.753083°N 74.066639°E / 20.753083; 74.066639
પ્રકારપહાડી કિલ્લો
ઊંચાઈ૪૪૫૦ ફીટ
સ્થળની માહિતી
આધિપત્યભારત સરકાર
જાહેરજનતા માટે ખૂલ્લુંહા
સ્થિતિખંડેર
સ્થળ ઈતિહાસ
બાંધકામ સામગ્રીપથ્થર
ચઢાણમધ્યમ

મોરા કિલ્લો (મોરાગઢ) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના બાગલાણ ક્ષેત્રમાં સ્થિત એક ઐતિહાસિક કિલ્લો છે. બાગલાણ ક્ષેત્રમાં બે મુખ્ય પર્વતમાળાઓ આવેલી છે, જેમાં સેલબારી હારમાળા ઉત્તર દિશામાં અને દોલબારી હારમાળા દક્ષિણ દિશામાં આવેલી છે. આ બે હારમાળા પૂર્વ-પશ્ચિમ દિશામાં એકબીજાને સમાંતર આવેલી. મોરાગઢ સેલબારી હારમાળા પર આવેલ છે. આ હારમાળાના બધા કિલ્લાઓ બુરહાનપુર-સુરતના પ્રાચીન વ્યાપારી માર્ગ પર દેખરેખ રાખવા માટે બનાવવામાં આવ્યા હતા. આ બે ટેકરીઓની હારમાળાઓ વચ્ચેથી રસ્તો પસાર થાય છે. મોરા કિલ્લો મુલ્હેરના કિલ્લાની નજીક આવેલ એક નાનો કિલ્લો છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ કિલ્લાના ઇતિહાસ વિશે કોઈ અલગ ઉલ્લેખ જોવા મળતો નથી. આ કિલ્લા નજીક મુલ્હેરનો કિલ્લો આવેલ છે.[]

જોવાલાયક આકર્ષણો

[ફેરફાર કરો]

અહીં થોડા પથ્થરમાં કોતરેલા ટાંકાઓ અને ગુફાઓ આ કિલ્લામાં આવેલ છે, તે ઉપરાંત બે પથ્થર ક્પ્તરીને બનાવવામાં આવેલ દરવાજાઓ છે. આ સિવાય કોઈ નોંધપાત્ર બાંધકામ આ કિલ્લા પર નથી. આ કિલ્લાની ઉપર જવા માટે પથ્થરમાં કોતરીને પગથીયાંનો માર્ગ બનાવવામાં આવેલ છે. આ કિલ્લાની ટોચ પરથી માંગી-તુંગી, સાલ્હેર, સલોટા, હાતગઢ, મુલ્હેર, ન્હાવીગઢ કિલ્લાઓ સરળતાથી જોઈ શકાય છે.

માર્ગદર્શન

[ફેરફાર કરો]

આ કિલ્લાની તળેટીમાં આવેલ મુલ્હેર સુધી વાહન દ્વારા પહોંચવા માટે સારો રસ્તો ઉપલબ્ધ છે. મુલ્હેર ખાતેથી બે કલાક જેટલો સમય પગપાળા મુલ્હેર કિલ્લા અને મોરા કિલ્લાની વચ્ચે આવેલ માંચીના ભાગ સુધી પહોંચી શકાય છે. અહીંથી એક રસ્તો મોરા કિલ્લા તરફ દોરી જાય છે. અહીં બે દરવાજાઓ સારી સ્થિતિમાં છે. કિલ્લા પર પિવાલાયક પાણીની સગવડ નથી, તેથી આરોહણ કરતી વખતે પૂરતું પાણી સાથે લઈ જવાનું સલાહભર્યું છે. માંચી પરથી આશરે એક કલાક જેટલો સમય આ કિલ્લા ઉપર ચઢવા માટે લાગે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Moragad, Sahyadri,Shivaji,Trekking,Marathi,Maharastra". trekshitiz.com. મૂળ માંથી 2018-07-06 પર સંગ્રહિત. મેળવેલ ૫ જુલાઇ ૨૦૧૮.
  • યંગ ઝીંગારો ટ્રેકર્સ. સાંગાતી સહ્યાદ્રી ચા (મરાઠીમાં).
  • પ્ર. કે. ઘાણેકર. સાદ સહ્યાદ્રી ચી, ભટકંતી કિલ્લ્યાંચી (મરાઠીમાં).