લખાણ પર જાઓ

રંઘોળા બંધ

વિકિપીડિયામાંથી
રંઘોળા બંધ
રંઘોળા બંધ is located in ગુજરાત
રંઘોળા બંધ
રંઘોળા બંધનું ગુજરાતમાં સ્થાન
દેશભારત
સ્થળભાવનગર
અક્ષાંશ-રેખાંશ21°45′50″N 71°39′16″E / 21.7640259°N 71.6543241°E / 21.7640259; 71.6543241
હેતુસિંચાઇ
સ્થિતિસક્રિય
બાંધકામ શરુઆત૧૯૪૬
ઉદ્ઘાટન તારીખ૧૯૫૨
બાંધકામ ખર્ચ૬૩.૪૨ લાખ
બંધ અને સ્પિલવે
નદીરંઘોળી નદી
ઊંચાઇ (પાયો)42 metres (140 ft)
લંબાઈ1,952 metres (6,400 ft)
સ્પિલવે૪૭
સ્પિલવે પ્રકારસ્વયંસંચાલિત
સ્પિલવે ક્ષમતા૨૩૯૪ મી/સે
સરોવર
સ્ત્રાવ વિસ્તાર11.62 square kilometres (130,000,000 sq ft)
વેબસાઈટ
રંઘોળા બંધ

રંઘોળા બંધ રંઘોળી નદી પર ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલો બંધ છે.[][]

આ બંધના નિર્માણનું કાર્ય ભાવનગરના મહારાજા ભાવસિંહજી બીજાએ કરાવ્યું હતું, ત્યારબાદ બંધનું સંપુર્ણ નિર્માણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ કરાવ્યું હતું, આથી આ બંધ ભાગસાગર ડેમ તરીકે પણ ઓળખાય છે. ડેમનું બાંધકામ ૧૯૪૬ની સાલમાં શરુ થયું હતું અને ૧૯૫૨માં તે બની ને તૈયાર થઈ ગયો હતો. ડેમ બનાવવા માટે તે સમયે ૬૩.૪૨ લાખનો ખર્ચ થયો હતો. આ ડેમ પર કુલ ૪૭ જેટલા દરવાજા છે જે વગર વિજળીએ ફક્ત પાણીના દબાણથી આપોઆપ ખૂલે છે. જે આ બંધની વિશેષ ખાસિયત છે. આ ડેમની  લંબાઈ ૫૪૮.૭૮ મીટર છે. ડેમના દરવાજાનું માપ ૧૦.૯૮ મી. x ૧.૫૨ મી. છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Narmada. "Ranghola River Resource | Dams and Canals | Data Bank | નર્મદા (ગુજરાત રાજય)". guj-nwrws.gujarat.gov.in. મેળવેલ ૧૦ જુલાઇ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. "Ranghola Dam D06004 -". india-wris.nrsc.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૦ જુલાઇ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]