રગડા પેટીસ
Appearance
રગડો- બાફેલા વટાણાનો કોથમીર મઢેલો સૂકો ગોળો | |
ઉદ્ભવ | ભારત |
---|---|
વિસ્તાર અથવા રાજ્ય | મહારાષ્ટ્ર |
મુખ્ય સામગ્રી | પીળા કે સફેદ વટાણા, બટેટાં, મસાલા, ચટણી |
વિવિધ રૂપો | સમોસા રગડા |
|
રગડા પેટીસ એ ચાટ શ્રેણીમાં આવતી એક અન્ય વાનગી છે. બાફેલા બટેટાની ટીકીને વટાણાના રસ્સા વાળા શાક સાથે ચટણીઓ ભેળવીને તે બને છે. ભારતના મહા નગરોમાં આ વનગી પ્રખ્યાત છે. આમાં વપરાતા પદાર્થોનું ઘનત્વ વધુ હોવાથી આ વાનગી ચાટ હોવાં છતાં એક પેટ ભરનારી બાનગી છે.
સામગ્રી
[ફેરફાર કરો]બાફેલા બટેટા, સફેદ વટાણા (પલાળેલા), કોથમીરની ચટણી, ખજૂર આમલીની ચટણી. વૈકલ્પિક: પૂરીનો ભૂકો, ઝીણાં સમારેલા કાંદા, ઝીણી સમારેલી કોથમીર, સેવ.
કૃતિ
[ફેરફાર કરો]- પલાળેલા વટાણા બાફી લો. (બાફતા પહેલા ચપટી સોડા ઉમેરવી)
- બટેટા પણ સાથે બાફી લેવા.
- એક પેણીમાં તેલ લઈ, તેમાં હિંગ જીરાનો વઘાર કરી, તેમાં બાફેલ વટાણા ઉમેરો અને એકરસ થવા દો.
- બાફેલ બટેટાને ફોલીને છુંદી લો અને તેના ગોળા વાળો.
- તવા પર તેલ લઈ, તેમાં બટેટાનો ગોળો મૂકી, ચપટો કરી , બનેં બાજુ એ બદામી રંગના થાય ત્યા સુધી શેકો.
- એક પ્લેટમાં થોડો રગડો લો તેમા પેટીસ મુકો, ફરી રગડો રેડો.
- તેના પર તીખી મીઠી ચટણી રેડો.
- વિવિધતા:
- વધુ સજાવટ અને સ્વાદ માટે તેના પર સમારેલા કાંદા, કોથમીર ભભરાવી શકાય. આ ઉપરાંત સેવ પૂરીનો ભૂકો, વિગેરે પણ ભભરાવીને ખાઈ શકાય. વૈવિધ્ય લાવવા માટે ચીઝ પણ છીણીને નાંખી શકાય, આમ કરતાં તે ચીઝ ભેળ બને છે.