રા' ગ્રહરિપુ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રા' ગ્રહરિપુ
ચુડાસમા રાજા
પુરોગામીવિશ્વરાહ
જન્મ૧૦મી સદી
મૃત્યુ૧૦મી સદી

રા' ગ્રહરિપુ (૯૪૦-૯૮૨) વિશ્વરાહનો અનુગામી ચુડાસમા રાજા હતો. તે રા' ગ્રહાર, રા' ગ્રહારીયો અને રા' ઘારીયો નામથી પણ પ્રખ્યાત છે.

તેને કચ્છના રાજા ફુલાના પુત્ર લાખા સાથે અને અન્ય તુર્ક રાજાઓ સાથે મૈત્રી ભર્યા સંબંધો હતા.[૧] તે પાટણના સોલંકી વંશના પ્રથમ રાજા મૂળરાજ સોલંકીના સમયનો હતો.

રા' ગ્રહરિપુએ પોતાના સીમા વિસ્તરણ હેતુ લાખા ફુલાણીના આટકોટ ઉપર ચડાઈ કરી, બંને રાજ્યો સમકક્ષ અને સરખા બળવાન હતા, જેથી યુદ્ધનો કોઈ અંતિમ નિર્ણય નહોતો આવતો ત્યારે એક ચારણ કવિએ આવી ને ગ્રહરિપુને કહ્યું હતું કે "આપ અને લાખાજી બંને એક જ યદુકુળના છો, બંને કૃષ્ણના વંશજ છો, તો આપસની લડાઈ બંધ કરો" અને રા' ગ્રહરિપુએ ત્યારે લાખા ફુલાણી ઉંમરમાં મોટા હોવાથી મોટાભાઈ તરીકે સંબોધ્યા જેથી બન્ને વચ્ચે ભાઈ જેવો સુલેહ થયો.[૨][૩]

૧૦મી સદીની મધ્યમાં ગ્રહરિપુનાં શાસન વખતે ચુડાસમા અત્યંત શક્તિશાળી બન્યા હતા.[૪] ગ્રહરિપુએ જુનાગઢમાં ઉપરકોટ કહેવાતો કિલ્લો બાંધ્યો હતો.[૫]

મૂળરાજ સાથે યુદ્ધ[ફેરફાર કરો]

મૂળરાજ સોલંકીએ જુનાગઢ પર હુમલો કરેલો, જેમાં તે પરાસ્ત થઈ ને પાટણ પાછો ગયો. ગ્રહરિપુથી મળેલી હાર બાદ મૂળરાજને સોમનાથ દર્શનની ઈચ્છા થતા, સેનાપતિ જંબુક તૈયારી કરવા લાગ્યો. સૌરાષ્ટ્રમાં રા'ના સેનાપતિએ તેને રોકતા જંબુકે કહ્યું હતું કે, "મૂળરાજ ચક્રવર્તી છે અને તેમને સૌરાષ્ટ્રમાં આવતા તમે રોકી શકો નહીં" ત્યારે રા' ગ્રહરિપુએ પ્રત્યુત્તર આપતા કહ્યું હતું કે "મૂળરાજ એક દેવદર્શનના પ્રવાસી તરીકે અહીંથી જઈ શકે પણ ચક્રવર્તી પડ લઈ ને અહીંથી ન નીકળી શકે" અને આમ મૂળરાજ સાથે બીજા યુદ્ધના બીજ રોપાઈ ગયા.[૨][૩]

ઇસ ૯૬૧માં મૂળરાજે પોતાના સૈન્ય સાથે ગ્રહરિપુ પર આક્રમણ કર્યું.[૬] ગ્રહરિપુએ કચ્છના લાખાની મદદ માંગીને પોતાની સ્થિતિ મજબૂત કરી. જાંબુમલ્જ નદીને કિનારે ભીષણ યુદ્ધ ખેલાયું, યુદ્ધમાં આબુપતિ કૃષ્ણરાજ પરમારે યુદ્ધ નિયમોની વિરુદ્ધ જઈ પાછળથી હુમલો કર્યો અને લાખાએ પોતાનો જીવ ખોયો.[૭] રા' ગ્રહરિપુની હાર થઈ અને મૂળરાજે સોમનાથમાં પૂજા કરી.[૮]

મૂળરાજ સાથે થયેલા યુદ્ધમાં લાખા ફુલાણીનું મૃત્યુ થતાં તેમજ પરાજય થતા ઈ.સ. ૯૮૨માં રા' ગ્રહરિપુનું મૃત્યુ થયું.[૨][૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Banaras Hindu University. College of Indology; Banaras Hindu University. Dept. of Ancient Indian History, Culture and Archaeology (૨૦૦૧). Bhāratī: bulletin of the College of Indology. The College. મેળવેલ ૩૦ જુન ૨૦૧૧. Check date values in: |access-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ વિક્રમસિંહ રાયજાદા. ચુડાસમા રાજવંશનો ઇતિહાસ અને પ્રશસ્તિ કવિતા.CS1 maint: uses authors parameter (link)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ સૂર્યવંશ અને વાળા રાજવંશ લેખક: સહદેવસિંહ વાળા
  4. Ramesh Chandra Majumdar (૧ જાન્યુઆરી ૧૯૯૪). Ancient India. Motilal Banarsidass Publ. પાનાઓ ૩૦૩–. ISBN 978-81-208-0436-4. મેળવેલ ૩૦ જુન ૨૦૧૧. Check date values in: |access-date= (મદદ)
  5. K. V. Soundara Rajan; Archaeological Survey of India (૧૯૮૫). Junagadh. Archaeological Survey of India. મેળવેલ ૩૦ જુન ૨૦૧૧. Check date values in: |access-date= (મદદ)
  6. Bombay (India : State) (૧૯૦૧). Gazetteer of the Bombay Presidency. Govt. Central Press. મેળવેલ ૩૦ જુન ૨૦૧૧. Check date values in: |access-date= (મદદ)
  7. Asoke Kumar Majumdar (૧૯૫૬). Chaulukyas of Gujarat: a survey of the history and culture of Gujarat from the middle of the tenth to the end of the thirteenth century. Bharatiya Vidya Bhavan. મેળવેલ ૩૦ જુન ૨૦૧૧. Check date values in: |access-date= (મદદ)
  8. Lalit Kalā Akademi (૧૯૭૯). Lalit kalā. Lalit Kalā Akademi. મેળવેલ ૩૦ જુન ૨૦૧૧. Check date values in: |access-date= (મદદ)

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

  • Majumdar, Asoke Kumar (૧૯૫૬). Chaulukyas of Gujarat. Bharatiya Vidya Bhavan.CS1 maint: ref=harv (link)
  • Sen, Sailendra (૨૦૧૩), A Textbook of Medieval Indian History, Primus Books