લખાણ પર જાઓ

રાજરાજ ચોલ પ્રથમ

વિકિપીડિયામાંથી
રાજરાજ ચોલ પ્રથમ
રાજકેસરી
રાજરાજ ચોલ પ્રથમ
રાજરાજ ચોલ પ્રથમની પ્રતિમા[]
શાસન૯૮૫ થી ૧૦૧૪
પુરોગામીઉત્તમ ચોલ
અનુગામીરાજેન્દ્ર ચોલ પ્રથમ
જન્મઅરુલ મોઝિ ચોલ
૯૪૭
તંજાવુર
મૃત્યુ૧૦૧૪
તંજાવુર
વંશજ
  • રાજેન્દ્ર ચોલ પ્રથમ
  • કુંડાવાઈ
  • માતે વાડીગલ
  • ગંગા મહાદેવી
વંશચોલ રાજવંશ
પિતાપરાંતક સુંદર ચોલ
માતાવનાવન મહાદેવી[]
ધર્મ હિંદુ શૈવ

રાજકેસરી રાજા રાજરાજ ચોલ જન્મ નામે અરુલ મોઝિ ચોલન એ ચોલ વંશના સમ્રાટ હતા.[][] તેમણે વર્ષ ૯૮૫ થી ૧૦૧૪ સુધી ચોલ સામ્રાજ્ય પર રાજ કર્યુ હતું. તેમના રાજમાં ચોલ સામ્રાજ્ય ઉત્તરમાં કલિંગ સુધી વિસ્તરેલું હતું.[] તેમણે ઘણા બધા નૌસૈન્ય અભિયાન ચલાવ્યા હતા જેના ફળસ્વરુપ શ્રીલંકા, માલદીવ્સ અને અગ્નિ એશિયાનો વિશાળ પ્રદેશ ચોલ સામ્રાજ્યના આધિપત્ય હેઠળ આવ્યો હતો.[][]

વિશાળોત્તમ હિંદુ મંદિરોમાંના એક એવા બૃહદેશ્વર મંદિરનું નિર્માણ પણ રાજરાજે કરાવ્યુ હતું.[] તેમના શાસન દરમિયાન જ તિરુમુરાઇ નામના પ્રસિદ્ધ તમિલ કાવ્ય સંગ્રહનું સંકલન કરવામાં આવ્યુ હતું.[][] તેમણે પોતાના રાજમાં જમીન માપણી અને મુલ્યાંકનનો કાર્યારંભ કરાવ્યો હતો, જેથી વિશાળ રાજ્યને વેલાનાડુસ નામે ઓળખાતા ચોક્કસ એકમોમાં માપી શકાય.[૧૦][] વર્ષ ૧૦૧૪માં તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર રાજા રાજેન્દ્ર ચોલ પ્રથમે તેમની ગાદી રાજગાદી સંભાળી હતી.

પૃષ્ઠભુમી

[ફેરફાર કરો]
પરુવુદાયર કોવીલનો શિલાલેખ જેમાં "રાજરાજ" વાંચી શકાય છે.
રાજરાજ ચોલ પ્રથમ દ્વારા બંધાવાયેલ બૃહદેશ્વર મંદિર, જે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ છે.

રાજરાજનો જન્મ વર્ષ ઇ.સ. ૯૪૭માં તમિલ કેલેન્ડરના ઐપાસિ મહિનાના સાધ્યમ તારકના દિવસે તંજાવુરમાં થયો હતો.[૧૧] તેઓ તેમના પિતા પરાંતક સુંદર અને માતા વનાવન મહાદેવીના ત્રીજા સંતાન હતા, જન્મ સમયે રાજરાજને અરુલ મોઝિ નામ આપાયુ હતું.[૧૨][૧૩] તેમને આદિત્ય કારિકલન નામના એક ભાઈ અને કુંડાવાઈ પિરાત્તિયાર નામના બહેન હતા.[૧૪] પરાંતક સુંદરના મૃત્યુ બાદ આદિત્ય ચોલ સામ્રાજ્યના સમ્રાટ બન્યા હતા, પરંતુ કોઈક કારણોસર વર્ષ ૯૬૯માં તેમનું મૃત્યુ થયુ અને ત્યારબાદ રાજા ઉત્તમ ચોલ સામ્રાજ્યના સમ્રાટ બન્યા.[૧૫] વર્ષ ૯૮૫માં ઉત્તમના મૃત્યુ બાદ રાજરાજ ગાદી પર આવ્યા હતા, શિલાલેખોમાં પ્રાપ્ત માહિતીમુજબ રાજરાજને ચોલ રાજપરિવાર દ્વારા લોકતાંત્રિક પદ્ધતિથી રાજા તરીકે ચુંટવામાં આવ્યા હતા.[૧૬]

રાજરાજ નું અન્ય એક નામ રાજરાજ શિવપદ શેખર પણ હતુ઼ં. રાજરાજને ચાર રાણીઓ હતી, જેમનાં થકી રાજરાજને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર હતા.[૧૭] વર્ષ ૧૦૧૪ના તમિલ કેલેન્ડરના મકા મહિનામાં રાજરાજનું ૬૭ વર્ષની ઉંમરે મૃત્યુ થયું અને ત્યારબાદ તેમના એકમાત્ર પુત્ર રાજેન્દ્ર સિંહાસન પર આવ્યા.[૧૮]

રાજરાજના શાસનમાં ચોલ સામ્રાજ્ય

રાજ વહિવટ

[ફેરફાર કરો]
બૃહદેશ્વર મંદિરમાં રાજરાજ અને તેમના ગુરુ કરુવુરર ને દર્શાવતુ ચિત્ર[૧૯][૨૦][૨૧]

રાજરાજના શાસન પહેલા ચોલ સામ્રાજ્યના વિવિધ પ્રાંતો પર વારસાગત સામંતો અને રાજકુમારો દ્વારા શાશન કરવામાં આવતુ હતું, જેઓનું ચોલ સમ્રાટો સાથે સામાન્ય શાંત જોડાણો ધરાવતા હતા.[૨૨] રાજરાજના શાસનમાં સામંતો અને રાજકુમારોને બદલી તેમના સ્થાને ચોલ વહિવટદારોની નિમણુંક કરવામાં આવી જેથી પ્રાંતો ચોલની સિધી દેખરેખ હેઠળ આવ્યા. રાજરાજે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને વધુ મજબુત બનાવી અને તેમની સ્વાયતતાને પ્રાથમિકતા આપી હતી.[૨૩][૨૪][૨૫] સામ્રાજ્યના વેપારના પ્રોત્સાહન માટે ચીનમાં ચોલ પ્રતિનીધીઓ પણ મોકલ્યા હતા.[૨૬]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Art of the Imperial Cholas, Vidya Dehejia, Columbia University Press 13.08.2013, p.51
  2. The Body Adorned: Sacred and Profane in Indian Art by Vidya Dehejia p.42
  3. Charles Hubert Biddulph (1964). Coins of the Cholas. Numismatic Society of India. પૃષ્ઠ 34.
  4. John Man (1999). Atlas of the year 1000. Harvard University Press. પૃષ્ઠ 104.
  5. ૫.૦ ૫.૧ Administrative System in India: Vedic Age to 1947 by U. B. Singh p.76
  6. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. પૃષ્ઠ 46–49. ISBN 978-9-38060-734-4.
  7. ૭.૦ ૭.૧ A Journey through India's Past by Chandra Mauli Mani p.51
  8. The Hindus: An Alternative History by Wendy Doniger p.347
  9. Indian Thought: A Critical Survey by K. Damodaran p.246
  10. A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th century by Upinder Singh p.590
  11. Tamil Civilization: Quarterly Research Journal of the Tamil University, Volume 3. Tamil university. 1985. પૃષ્ઠ 40.
  12. The Body Adorned: Sacred and Profane in Indian Art by Vidya Dehejia p.42
  13. God & King, the Devarāja Cult in South Asian Art and Architecture. Regency Publications. 2005. The Chola King Arulmozhicholan, after the Makuda abhiseka was called Rajaraja cholan...
  14. "Unearthed stone ends debate". The Hindu. મૂળ માંથી 2013-11-10 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-20.
  15. KAN Sastri, A History of South India, p163
  16. Sri Brihadisvara: The Great Temple of Thānjavūr by A.K. Seshadri p.16, 32
  17. Annual Report on Indian Epigraphy. Archaeological Survey of India. 1995. પૃષ્ઠ 7.
  18. Rāja Rāja, the great. Ananthacharya Indological Research Institute. 1987. પૃષ્ઠ 28.
  19. Edith Tömöry (1982). A History of Fine Arts in India and the West. Orient Longman. પૃષ્ઠ 246.
  20. Rakesh Kumar (2007). Encyclopaedia of Indian paintings. Anmol Publications. પૃષ્ઠ 4.
  21. V V Subba Reddy (2009). Temples of South India. Gyan Publishing House. પૃષ્ઠ 124.
  22. Precolonial India in Practice : Society, Region, and Identity in Medieval Andhra by Austin Cynthia Talbot Assistant Professor of History and Asian Studies University of Texas p.172
  23. Life/Death Rhythms of Ancient Empires - Climatic Cycles Influence Rule of Dynasties by Will Slatyer p.236
  24. The First Spring: The Golden Age of India by Abraham Eraly p.68
  25. Vasudevan, pp62-63
  26. Tamil Nadu, a real history by K. Rajayyan p.112

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]