રાણી કર્ણાવટી

વિકિપીડિયામાંથી


રાણી કર્ણાવટી
મૃત્યુ૮ માર્ચ ૧૫૩૪
જીવનસાથીરાણા સાંગા
વંશજવિક્રમાદિત્ય સિંહ
ઉદય સિંહ બીજો
પિતાબુંદીના રાવ નિર્બુધ
માતાબુંદીના રાણીસા

રાણી કર્ણાવતીને અથવા રાણી કર્માવતી (મૃત્યુ ૮ માર્ચ ૧૫૩૪) ભારતના બુંદી રજવાડાના રાજકુમારી અને હંગામી શાસક હતી. તેમના લગ્ન મેવાડના રાણા સાંગા (c.1508-1528) સાથે થયા હતા. તેઓ બે રાણા રાણા વિક્રમાદિત્ય અને રાણા ઉદય સિંહની માતા અને મહારાણા પ્રતાપની દાદી થાય. તેમણે ૧૫૨૭ થી ૧૫૩૩ સુધી તેમના પુત્રની નાની વય દરમિયાન શાસક તરીકે કારભાર ચલાવ્યો હતો. તેઓ તેમના પતિની જેમ જ ઉગ્ર હતા અને સૈનિકોની નાની ટુકડી સાથે ગુજરાતના બહાદુર શાહની સેના સામે અંતિમ સમય સુધી ચિત્તોડનો બચાવ કર્યો. તેઓએ ભાગી જવાનો ઇનકાર કર્યો અને પોતાના આત્મસન્માનની રક્ષા માટે જૌહર કર્યું.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

ઈ. સ. ૧૫૨૬ માં બાબરે દિલ્હીની ગાદી પર કબજો કર્યો તે પછી, રાણા સંગ્રામ સિંહ અથવા મેવાડના રાણા સાંગાએ દિલ્હીની ગાદી કબજે કરવા માટે બાબર સામે રાજપૂત રાજાઓના સંઘનું નેતૃત્વ કર્યું. શરૂઆતમાં રાણા બયાનના યુદ્ધમાં મુઘલ સેનાને પાછળ ધકેલવામાં સફળ થયા. પરંતુ ખાનુઆના યુદ્ધમાં બાબરની શ્રેષ્ઠ રણનીતિ, તોપો અને તોપખાનાને કારણે તેનો પરાજય થયો હતો.

રાણી કર્ણાવતીએ તેના મોટા પુત્ર વિક્રમાદિત્યના નામે શાસન ચલાવ્યું જે એક નબળા શાસક હતો. આ દરમિયાન, ગુજરાતના બહાદુર શાહ દ્વારા મેવાડ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો. આ પહેલાં પણ વિક્રમાદિત્ય તેનાથી હાર્યો હતો. આ બાબત રાણી માટે બહુ ચિંતાનો વિષય હતી.

વિરોધી ઉમરાવો વિક્રમાદિત્ય માટે લડવા માટે તૈયાર ન હતા અને નિકટવર્તી યુદ્ધ સિસોદિયાના ઇતિહાસમાં વધુ એક ડાઘ પાડશે એમ નિશ્ચિત હતું. રાણી કર્ણાવતીએ ઉમરાવોને સિસોદિયાના સન્માન માટે આગળ આવવા માટે પત્ર લખ્યો, અને વિક્રમાદિત્ય માટે નહીં તો મેવાડ માટે લડવા માટે ઉમરાવોને સમજાવ્યા. તેમની એકમાત્ર શરત એ હતી કે વિક્રમાદિત્ય અને ઉદય સિંહે તેમની અંગત સુરક્ષા માટે યુદ્ધ દરમિયાન બુંદી જવું. પછીના કેટલાક અપ્ર્માણિત દંતકથાઓ કહે છે કે રાણીએ મુઘલ સમ્રાટ હુમાયુને પણ રાખડી મોકલી હતી, તેને ભાઈ કહીને મદદ માટે પૂછ્યું હતું. આમ તેનું નામ રક્ષાબંધનના તહેવાર સાથે અમર રીતે જોડાઈ ગયું. જો કે આને કોઈ સમકાલીન લેખક દ્વારા સમર્થન મળતું નથી અને સતીશ ચંદ્ર જેવા આધુનિક ઈતિહાસકારો આને ઐતિહાસિક હકીકતને બદલે એક દંતકથા માને છે. [૧]

રાણી કર્ણાવતી તેના પુત્રોને બુંદી મોકલવા સંમત થઈ અને તેની વિશ્વાસુ દાસી પન્ના દાઈને કહ્યું કે તેઓ તેમની સાથે રહે અને તેમની સારી સંભાળ રાખે. તેમ કરવા માટે પન્નાની ઇચ્છા ન હતી, પરંતુ રાણીની ઇચ્છાને માન આપી તે પૌત્રો સાથે ગઈ. સિસોદિયાઓ બહાદુરીથી લડ્યા હતા, પરંતુ તેમની સંખ્યા ઓછી હતી અને યુદ્ધમાં હારી પામ્યા. [૨] બહાદુર શાહે ચિત્તોડગઢમાં પ્રવેશ કર્યો અને બીજી વખત તોડફોડ કરી.

હાર નિકટવર્તી છે તેમ સમજીને, કર્ણાવતી અને દરબારની અન્ય ઉમદા મહિલાઓએ ૮ માર્ચ, ૧૫૩૪ ના દિવસે જૌહરમાં પોતાને અગ્નિદાહ આપ્યો, જ્યારે બધા પુરુષો ભગવા વસ્ત્રો પહેરીને મૃત્યુ સામે લડવા માટે નીકળ્યા અને આ રીતે સાકાનું આયોજન કર્યું. ચિત્તોડ ખાતે કરવામાં આવેલ ત્રણ જૌહરમાંથી આ બીજો પ્રસંગ હતો. [૩] [૪]

નોંધો[ફેરફાર કરો]

  1. History of Medieval India by Satish Chandra pg.212
  2. Diaspora of Muslims by Everett Jenkins, Jr.'
  3. Encyclopaedia of Indian Events & Dates
  4. KARNAVATI, QUEEN OF CHITTOR

સંદર્ભ[ફેરફાર કરો]