લખાણ પર જાઓ

રામનાથ મહાદેવ, ગિરનાર

વિકિપીડિયામાંથી

રામનાથ મહાદેવનું મંદીર ભારત દેશના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં આવેલ જૂનાગઢ તાલુકાનાં બિલખાગામની નજીક ગિરનાર પર્વતની તળેટીમાં પ્રસિદ્ધ આવેલુ છે. આ મંદિર ગુડાંજલી નદીના તટ પર આવેલુ છે. આ જગ્યા તેના નૈસર્ગીક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. પવિત્ર શ્રાવણ માસના બધા સોમવારે અહીં સહેલાણીઓની ભારે ભીડ થાય છે. પર્વત પરથી આવતી આ નદીના ખનીજયુક્ત પાણીમાં સ્નાન કરવાનું મહાત્મય છે.

જિલ્લા-તાલુકા મથકના શહેર જૂનાગઢથી દક્ષિણ તરફ, આશરે ૨૫ કિમી. દૂર, આ સ્થળ સ્થિત છે. આ સ્થળે જતાં સહેલાણીઓ-યાત્રીકોને, બિલખા નજીક આવેલી સુપ્રસિદ્ધ ચેલૈયાની જગ્યાની મુલાકાતનો લહાવો પણ મળે છે.