ચેલૈયાની જગ્યા-બીલખા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ચેલૈયાની જગ્યા અથવા સાગળશા શેઠની જગ્યા ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા બિલખા ગામમાં આવેલી છે.[૧]

કથાઓ[ફેરફાર કરો]

ભગવાન શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રમાં અંતિમ શ્વાસ લઇ રહેલા મહારથી દાનેશ્વરી કર્ણને જ્યારે તેની અંતિમ ઇચ્છા પુછે છે, ત્યારે કર્ણ પોતાનો અંતિમ સંસ્કાર કુંવારી જ્ગ્યાએ થાય તથા આજીવન સુવર્ણનું દાન કર્યુ છે, પરંતુ અન્નદાન કર્યુ નથી તો અન્નદાન કરવા માટે એક અવસર મળે એવુ વરદાન માંગે છે, ત્યારે શ્રીકૃષ્ણ વરદાન આપે છે કે ગુર્જર ભુમીમાં ગિરનારની ગોદમાં બિલખા ગામે શેઠ સગાળશાહ તરીકે અવતાર ધારણ કરી અને અન્નદાન ની ઇચ્છા પુરી કરો. આ રીતે બિલખા ગામે અવતાર ધારણ કરી અને એક ભુખ્યાને જમાડ્યા પછી જમવાનુ વ્રત રાખે છે.

અન્ય કથા[ફેરફાર કરો]

સાગળશા એ એક પ્રમાણિક વાણિયો હતો. એક વખત શિવજીએ અઘોરી સાધુનો અવતાર લઈ તેના સદ્ગુણોની કસોટી કરવાનો નિર્ણય કર્યો. તેમણે વાણિયા પાસે તેના એક માત્ર પુત્ર ચેલૈયાનું માથું ખાંડી તેને ગારામાં બોળીને ખાવા માટે આપવાની માંગણી કરી. સાગળશાએ સાધુની માંગણીનો સ્વીકાર કર્યો અને તેમનો પુત્ર પણ આ માટે તૈયાર થઈ ગયો અને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. શેઠની આ સદગુણ જોઈને ચેલૈયાનું જીવન પાછું આપ્યું અને વરદાન માંગવા કહ્યું.[૧][૨]

અહીં બાજુમાં જ આચાર્ય નથુરામ શર્માનો આનંદાશ્રમ આવેલો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પાનાઓ ૪૦૧–૪૦૨.
  2. "શ્રી પ્રાણલાલ વ્યાસને શ્રધ્ધાંજલી (શેઠ સગાળશા – ચેલૈયો) | ટહુકો.કોમ". Tahuko. મૂળ માંથી ૨૦૧૭-૦૨-૨૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૭-૦૨-૨૬. Cite has empty unknown parameter: |dead-url= (મદદ)