રામલીલા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રામલીલામાં રાજા દશરથ તેમનાં પુત્ર રામને શસ્ત્રવિદ્યાની તાલીમ માટે મોકલે છે તેનું દ્રશ્ય, વાર્ષિક રામલીલામાં, નવી દિલ્હી, ૨૦૧૨

રામલીલા એ એક લોકનાટ્ય સ્‍વરૂપ છે. ગુજરાત અને મોટાભાગે ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રચલિત આ લોક નાટ્યનું સ્‍વરૂપ પરંપરાગત મનોરંજન, શિક્ષણ અને ધાર્મિક આસ્‍થાનું સ્‍વરૂપ રહ્યું. રામાયણ અને મહાભારત ના બહુ પ્રચલિત પ્રસંગોને આવરી લેતી કથાવસ્‍તુને ધ્‍યાનમાં રાખી તેને ‘રામલીલા’ માં રજૂ કરવામાં આવે છે. ભવ્‍ય મંડળ, પરંપરાગત દિવ્‍ય આભૂષણો-પોશાક અને પ્રસંગ અનુરૂપ શસ્‍ત્રો દ્વારા પ્રસંગોને આબેહૂબ રજૂ કરવામાં કલાકારો નિપૂણ હોય છે. સામાન્‍ય રીતે સમીસાંજથી શરૂ થતો આ નાટ્ય પ્રયોગ ‘રામલીલા’ મોડી રાત સુધી ચાલતો હોય છે. ધાર્મિક મહત્‍વ ધરાવતા આ લોકનાટ્યના પ્રયોગો ગ્રામીણ વિસ્‍તારોમાં ઘણા પ્રચલિત છે.

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.