લખાણ પર જાઓ

રાષ્ટ્રીય એકતા દિવસ (ભારત)

વિકિપીડિયામાંથી
રાષ્ટ્રીય એકતા દિવસ
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટી
અધિકૃત નામરાષ્ટ્રીય એકતા દિવસ
મહત્વસરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી
તારીખ૩૧ ઓક્ટોબર
આવૃત્તિવાર્ષિક

રાષ્ટ્રીય એકતા દિવસ ભારતમાં ૩૧ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.[]

ભારત સરકારનું ગૃહ મંત્રાલય વિભાગ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે સત્તાવાર નિવેદનમાં જણાવે છે કે “રાષ્ટ્રીય એકતા દિવસ આપણા દેશની એકતા, અખંડિતતા અને સલામતી માટેના વાસ્તવિક અને સંભવિત જોખમોનો સામનો કરવા માટે આપણા રાષ્ટ્રની અંતર્નિહિત શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પુન: પુષ્ટ કરવાનો અવસર પૂરો પાડશે.”

૨૦૧૬ના સમારોહની ઉજવણીનો વિષય "ભારતનું એકીકરણ" હતું.[]

૨૦૧૮માં ગુજરાતમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીના લોકાર્પણ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "National Unity Day: Why is Rashtriya Ekta Diwas celebrated on October 31?". www.timesnownews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2022-06-05.
  2. Nation observes Rashtriya Ekta Diwas on birth national unity day also known as anniversary of Sardar Vallabhbhai Patel, http://www.business-standard.com/article/news-ani/nation-observes-rashtriya-ekta-diwas-on-birth-anniversary-of-sardar-vallabhbhai-patel-116103100039_1.html 
  3. "India unveils world's tallest statue". BBC News (અંગ્રેજીમાં). 2018-10-31. મેળવેલ 2018-10-31.