લક્ષ્મણ ઝુલા (ઋષિકેશ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લક્ષ્મણ ઝુલાની તસવીર

લક્ષ્મણ ઝૂલા ( હિંદી:लक्ष्मण झूला; અંગ્રેજી ભાષા:Lakshman Jhula)એ ઋષિકેશ ખાતે ગંગા નદી પર બનાવવામાં આવેલો એક પુલ છે, જે લોખંડનાં દોરડાં વડે બનેલો છે.

પુરાતન કથન અનુસાર ભગવાન શ્રીરામના અનુજ (નાના ભાઈ) લક્ષ્મણએ આ સ્થાન પર શણ (જૂટ)નાં દોરડાંઓની મદદ વડે આ નદીને પાર કરી હતી. સ્વામી વિશુદાનંદની પ્રેરણાથી કલકત્તાના શેઠ સૂરજમલ ઝુહાનૂબલા નામના વ્યક્તિએ અહીં એક પુલ ઇ. સ. ૧૮૮૯ના વર્ષમાં લોખંડનાં મજબૂત તારો વડે બનાવડાવ્યો હતો, આ પૂર્વે શણનાં દોરડાંઓ વડે બનાવવામાં આવેલો પુલ આ સ્થળે હતો અને દોરડાંના આ પુલ પર લોકોને ઝોળી (છીંકા)માં બેસાડીને તેને બીજા દોરડાં વડે ખેંચવામાં આવતું હતું. પરંતુ આ લોખંડના તારો વડે બનાવવાયેલો પુલ પણ ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં આવેલી રેલમાં ખેંચાઈ ગયો હતો. ત્યાર બાદ હાલનો મજબૂત તેમજ આકર્ષક પુલ ઇ. સ. ૧૯૩૯માં બનાવવામાં આવ્યો હતો.[૧]

આ પુલના પશ્ચિમી કિનારા પર ભગવાન લક્ષ્મણનું મંદિર આવેલું છે, જ્યારે પુલની બીજી તરફ શ્રીરામનું મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે શ્રીરામ સ્વયં આ સુંદર સ્થળ પર પધાર્યા હતા. પુલ પાર કરીને ડાબી તરફ પગ રસ્તો બદરીનાથ તરફ અને જમણી તરફ સ્વર્ગાશ્રમ જાય છે. કેદારખંડમાં આ પુલની નીચે ઇંદ્રકુંડ હોવાનું વિવરણ જોવા મળે છે, જે વર્તમાન સમયમાં પ્રત્યક્ષ નથી.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Lakshman Jhula". India9.com. Retrieved 2009-07-20. Check date values in: |accessdate= (મદદ)

૩૦° 7 ૨૩.૪° N