લજ્જા ગોસ્વામી
લજ્જા ગોસ્વામી (જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૮૮) એક ભારતીય નિશાનેબાજ અને મહિલા પોલીસ અધિકારી છે.[૧] તેઓ નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ના ભૂતપૂર્વ કેડેટ છે. તેમણે ૨૦૦૯માં રક્ષા મંત્રી મેડલ જીત્યો હતો.[૨] તેમણે ગ્રેનાડા, સ્પેન (૨૦૧૩) ખતે યોજાયેલી ISSF વર્લ્ડ કપ સ્પર્ધામાં મહિલાઓની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન ઇવેન્ટમાં રજત પદક પણ જીત્યો હતો.[૩] તેઓ ગુજરાત રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર છે[૪] અને સ્પોર્ટ્સ ક્વોટામાં ગુજરાત પોલીસ કેડરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક પામેલ પ્રથમ મહિલા ખેલાડી બન્યા.[૫]
તેમણે ૨૦૧૪ની એશિયન ગેમ્સમાં પણ ભાગ લીધો હતો અને સર્વોચ્ચ ૮ માં સ્થાન મેળવ્યું હતું.
અંગત જીવન
[ફેરફાર કરો]તે ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા ગામ જીટોડીયાના વતની છે. લજ્જાના પિતા તિલક ગિરી ગોસ્વામી જીટોડીયા ગામના બૈજનાથ મહાદેવ નામના પ્રાચીન શિવ મંદિરની સાર સંભાળ રાખે છે.[૫] તેમના ચાર સભ્યોના નાના પરિવારમાં તેના પિતા, માતા અને એક ભાઈ છે.
બાળપણ
[ફેરફાર કરો]તેમનું કુટુંબ એક મધ્યમ વર્ગનું કુટુંબ હતું. તેમના પિતા, તિલક ગિરીએ મીડિયાને જણાવ્યું હતું કે જ્યારે અન્ય બાળકો ઢીંગલી અને રમકડાં સાથે રમી રહ્યા હતા ત્યારે લજ્જા બંદૂકો સાથે રમતી હતી.[૫] જ્યારે તેમણે એન.સી.સી.માં કેડેટ તરીકે પ્રવેશ મેળવ્યો ત્યારે શૂટિંગમાં તેમનો રસ વધ્યો. તેણીએ પુનામાં કોચ સની થોમસ પાસેથી શૂટિંગની તાલીમ લીધી. [૬]
સિદ્ધિઓ અને પદકો
[ફેરફાર કરો]રમત | ઘટના | સ્થળ | મેડલ | વર્ષ |
---|---|---|---|---|
કોમનવેલ્થ ગેમ્સ | ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન (જોડી ઇવેન્ટ) | નવી દિલ્હી (ભારત) | રજત | ૨૦૧૦ |
XI સરદાર સજ્જનસિંહ સેઠી મેમોરિયલ માસ્ટર્સ શૂટિંગ સ્પર્ધા | ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન (વ્યક્તિગત) | નવી દિલ્હી (ભારત) | સુવર્ણ | ૨૦૧૨ |
ISSF વિશ્વ કપ | ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન (વ્યક્તિગત) | ગ્રેનાડા (સ્પેન) | રજત | ૨૦૧૩ |
કોમનવેલ્થ ગેમ્સ | ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન (વ્યક્તિગત) | ગ્લાસગો (સ્કોટલેન્ડ) | કાંસ્ય | ૨૦૧૪ |
આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધા | ૫૦ મીટર રાઇફલ પ્રોન (વ્યક્તિગત) | હેનોવર (જર્મની) | સુવર્ણ | ૨૦૧૫ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Lajja grabs first spot at shooting national selection trials". Business Standard. June 25, 2018.
- ↑ "Gujarat's ace shooter bags Raksha Mantri medal". The Times of India. June 3, 2009.
- ↑ "Lajja Gauswami wins silver in shooting World Cup". The Times of India. July 9, 2013.
- ↑ "This Gujarati sensation is shooting for the stars". New Indian Express. March 1, 2019. મૂળ માંથી એપ્રિલ 29, 2021 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 15, 2021.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ "Shooter Lajja Goswami is now an inspector". Ahmedabad Mirror. Times of India. February 14, 2014.
- ↑ Menon, Prasanth (October 6, 2010). "Lajja bags cwg silver". Ahmedabad Mirror. The Times of India.