લખાણ પર જાઓ

લાવણી

વિકિપીડિયામાંથી

લાવણી ( અંગ્રેજી:Lavani ; મરાઠી: लावणी) એ મહારાષ્ટ્ર રાજ્યનાં લોકનૃત્યો પૈકીનું પ્રખ્યાત તેમ જ લોકપ્રિય લોકનૃત્ય છે, જે મહારાષ્ટ્ર રાજ્યમાં ભજવવામાં આવતા તમાશાના કાર્યક્રમ દરમ્યાન રજુ કરવામાં આવે છે. લાવણી શબ્દ લાવણ્ય એટલે કે સુંદરતા પરથી ઉતરી આવ્યો છે.

લાવણીના પ્રકાર અને રૂપ[ફેરફાર કરો]

લાવણીના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. નૃત્યપ્રધાન લાવણી, ગીતપ્રધાન લાવણી તથા અભિનયપ્રધાન લાવણી. પ્રારંભકાળમાં લાવણી ગેય સ્વરુપમાં જ્ઞાત હતી. નૃત્યપ્રધાન લાવણી એ તેનું કાળક્રમે બદલાયેલું (વિકસીત) રુપ મનાય છે. જુન્નરી, હૌદ્યાચી, બાલેઘાટી, છકુડ, પંઢરપુરીબાજાચી એવાં લાવણીનાં વિવિધ રુપો હોય છે. જુન્નરી તથા હૌદ્યાચી લાવણી મુખ્યત્વે ઢોલકી ફડાચ્યા તમાશામાં જોવા મળે છે. બાલેઘાટી લાવણી એ રાગદારી થાટ પર વિલંબિત લય ધરાવતી લાવણી છે. પંઢરપુરીબાજાચી લાવણી એ સંગીત નાટક અકાદમી પુરસ્કાર વિજેત્યા સત્યભામાબાઈ પંઢરપૂરકર કે જેમણે પંઢરપુરી બાજાચ્યા લાવણીને પ્રતિષ્ઠા અપાવી છે.. 'છકુડ' એટલે દ્રૂતલય ધરાવતી, ઉડતી ચાલની લાવણી. યમુનાબાઈ વાઈકર જેમને લાવણીમાં વિશેષ યોગદાન બદ્દલ સંગીત નાટક અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે, તેમણે બાલેઘાટી લાવણીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી આપી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]