લિથુઆનિયાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
લિથુઆનિયા
પ્રમાણમાપ૩:૫
અપનાવ્યો૧૯૧૮
રચનાપીળો, લીલો અને લાલ રંગના ત્રણ આડા પટ્ટા

લિથુઆનિયાનો રાષ્ટ્રધ્વજ સોવિયેત યુનિયન પાસેથી આઝાદી મળ્યાના આશરે બે વર્ષ પહેલાં જ માર્ચ ૨૦, ૧૯૮૯ના રોજ પુનઃસ્વીકારવામાં આવ્યો.

તે સૌપ્રથમ સત્તાવાર રીતે ૧૯૧૮થી ૧૯૪૦ સુધી લિથુઆનિયાના પ્રથમ સ્વતંત્ર શાસનકાળમાં સ્વીકૃતિ પામ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્ર નાઝી જર્મની અને બાદમાંસોવિયેત કબ્જામાં જતાં રદ કરવામાં આવ્યો હતો.

આકૃતિ અને પ્રતિક[ફેરફાર કરો]

૨૬ જૂન ૧૯૯૧ના રોજ પસાર કરાયેલ કાયદો લિથુઆનિયાના રાષ્ટ્રધ્વજનો આકાર, કદ, વપરાશ તેમજ આકૃતિ નિયત કરે છે. ધ્વજને જુલાઈ ૮, ૨૦૦૪ના રોજ ૧:૨ ના સ્થાને ૩:૫ નો કરવામાં આવ્યો અને આ માટે કાયદાની જોગવાઈ પણ બદલવામાં આવી.[૧]

ધ્વજનો પીળો રંગ સૂર્ય, સુખાકારીનો, લીલો રંગ દેશના જંગલોનો, આઝાદીનો અને આશાનો સૂચક છે. જ્યારે લાલ રંગ લિથુઆનિયા માટે શહીદી વહોરનાર લોકોના રક્ત અને બહાદુરીનો સૂચક છે.[૨] કાયદા અનુસાર ધ્વજ કદમાં ફેરફાર કરી શકાય છે પરંતુ રંગમાં ફેરફાર કરી શકાતો નથી.

સામ્યતા ધરાવતા ધ્વજો[ફેરફાર કરો]

ધ્વજ ડેનમાર્કના એરો ટાપુના ધ્વજને મળતો આવે છે. આ ઉપરાંત દક્ષિણ અમેરિકાના કોલમ્બિયા દેશના બોલિવારના ધ્વજને પણ સામ્ય ધરાવે છે. તે મ્યાનમારનો રાષ્ટ્રધ્વજને પણ મળતો આવે છે પરંતુ તેમાં વચ્ચે એક મોટો સફેદ સિતારો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]