લિપુલેખ ઘાટ
Appearance
લિપુલેખ ઘાટ लिपुलेख ला Lipu-Lekh Pass | |
---|---|
શિખર માહિતી | |
ઉંચાઇ | 5,334 m (17,500 ft) |
અક્ષાંસ-રેખાંશ | 30°14′03″N 81°01′44″E / 30.234080°N 81.028805°ECoordinates: 30°14′03″N 81°01′44″E / 30.234080°N 81.028805°E |
ભૂગોળ | |
સ્થાન | ભારત-નેપાળ-તિબેટ સરહદ |
પિતૃ પર્વતમાળા | હિમાલય |
લિપુલેખ લા અથવા લિપુલેખ ઘાટ હિમાલય પર્વતમાળા પસાર કરવા માટેનો એક પર્વતીય ઘાટ છે, જે નેપાળના દારચુલા જિલ્લાને તિબેટના તકલાકોટ (પુરંગ) શહેર સાથે જોડે છે. આ પ્રાચીનકાળથી વેપારીઓ અને તીર્થ યાત્રાળુઓ દ્વારા ભારત ,નેપાળ અને તિબેટ વચ્ચે આવનજાવન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઘાટ ભારતમાંથી ઉત્તરાખંડ રાજ્યના ધારચુલા થઈને કૈલાસ પર્વત અને માન સરોવર યાત્રા જનારા પ્રવાસીઓ દ્વારા ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે.[૧]
લા અને ઘાટ
[ફેરફાર કરો]નોંધ કરો કે 'લા' શબ્દ તિબેટીયન ભાષામાં એનો અર્થ 'ઘાટ' એમ થાય છે. ખરેખર આ ઘાટને લિપુલેખ લા અથવા લિપુલેખ દર્રા અથવા લિપુલેખ પાસ પણ કહી શકાય. આને લિપુલેખ લા ઘાટ કહેવું એ 'ઘાટ' શબ્દનું પુનરાવર્તન છે, પરંતુ તેનો ઉપયોગ હજુ પણ પ્રચલિત છે.
પણ જુઓ
[ફેરફાર કરો]- તકલાકોટ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Kapoor, A. K.; Singh, Dharamvir (૧ જાન્યુઆરી ૧૯૯૬). Man and Development in the Himalayas (અંગ્રેજીમાં). Academic Foundation. પૃષ્ઠ ૧૪૯. ISBN 9788171880560.
... the Gunji-Lipulekh (5105 m) route to the famous Kailash-Mansarovar pilgrimage. The Kailash-Mansarovar pilgrimage is as ancient as our culture ...