ધારચુલા, ઉત્તરાખંડ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ધારચુલા
धारचूला (देहात), धारचुला तहसील
—  ગામ  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ઉત્તરાખંડ
જિલ્લો પિથોરાગઢ
અધિકૃત ભાષા(ઓ) હિંદી,સંસ્કૃત
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વેબસાઇટ www.uttara.gov.in

ધારચુલા, ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં કુમાઉ મંડળમાં આવેલ પિથોરાગઢ જિલ્લામાં આવેલ એક ગામ છે. ધારચુલા એક નાનકડો અંતરિયાળ કસ્બો છે, જે હિમાલયમાંથી પસાર થતા એક પ્રાચીન વ્યાપાર- માર્ગ (ભારત-તિબેટ વાયા લિપુલેખ ઘાટ) સાથે જોડાયેલ છે. આ સ્થળ ચારે તરફથી પહાડીઓથી ઘેરાયેલો છે અને પ્રકૃતિનાં અદ્ભુત દ્રશ્યો અહીં જોવા મળે છે. ધારચુલાના નિવાસીઓ નેપાળ સ્થિત સરહદ પાર આવેલા દારચુલા જિલ્લાના નિવાસીઓ જેવા છે. અહીંનાં મુખ્ય આકર્ષણોમાં નારાયણ આશ્રમ, માનસરોવર તળાવ, ચિરકિલા બંધ, કાળી નદી અને ઓમ પર્વત છે. નારાયણ આશ્રમ અહીંથી લગભગ ૯૮ કિ. મી દૂર આવેલ છે અને એકી સાથે પર અહીં ૪૦ લોકો રહી શકે એવી સગવડ છે. માનસરોવર તળાવ તિબેટમાં આવેલ એક યાત્રાધામ છે, જ્યાં પવિત્ર સ્નાન માટે અનેક યાત્રાળુઓ આવે છે.

ઉત્તરાખંડના જિલ્લાઓ
ધારચૂલા નજીક આવેલ ઓમ પર્વત

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • ઉત્તરાખંડના જિલ્લાઓ
  • ઉત્તરાખંડનાં શહેરો
  • કુમાઉ મંડળ
  • ગઢવાલ મંડળ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]