લુણાવાડા રજવાડું

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લુણાવાડા રજવાડું
લુણાવાડા રજવાડું
બ્રિટિશ ભારત
૧૪૩૪–૧૯૪૮
Flag રાજચિહ્ન
ધ્વજ Coat of arms
ઇતિહાસ
 •  સ્થાપના ૧૪૩૪
 •  ભારતની સ્વતંત્રતા ૧૯૪૮
વિસ્તાર
 •  ૧૯૦૧ ૧,૦૦૫ km2 (૩૮૮ sq mi)
વસ્તી
 •  ૧૯૦૧ ૬૩,૯૬૭ 
વસ્તી ગીચતા ૬૩.૬ /km2  (૧૬૪.૮ /sq mi)
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપા. (૧૯૧૧). એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Check date values in: |year= (મદદ)

લુણાવાડા રજવાડું બ્રિટિશ શાસન દરમિયાનનું ભારતનું એક રજવાડું હતું. તેના છેલ્લા શાસકે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં ભળી જવા માટેની સંધિ પર સહી કરી હતી.

લુણાવાડા રજવાડાનો વિસ્તાર ૧,૦૦૫ ચોરસ કિમી હતો[૧] અને બોમ્બે પ્રેસિડેન્સીની તે રેવા કાંઠા એજન્સી હેઠળ આવતું હતું જે પછીથી બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીમાં ભળ્યું હતું. તેની રાજધાની લુણાવાડા નગર હતી.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ રજવાડાની સ્થાપના ૧૨૨૫માં અણહિલવાડ પાટણના સિદ્ધરાજ જયસિંહના વંશજો દ્વારા વિરપુર રાજ્ય તરીકે થઇ હતી. ઇસ ૧૪૩૪માં રાણા ભિમસિંહજીએ રાજધાની લુણાવાડા ખાતે મહી નદીના સામેના કાંઠા પર ખસેડી. અહીં શહેર વસ્યું એ પહેલા આ વિસ્તાર પર સંતરામપુર રજવાડામાં પુવાર રાજપૂતોના આધિપત્ય હેઠળ હતો.

૧૮૨૬માં લુણાવાડા રાજ્ય બ્રિટિશ રક્ષિત બન્યું અને રેવા કાંઠા એજન્સીનું બીજા વર્ગનું રજવાડું હતું. તેની રાજધાની લુણાવાડા નગર હતું. ૧૯૦૧ની વસતી ગણતરી પ્રમાણે દુષ્કાળના કારણે પાછલા દાયકા કરતાં તેની વસતીમાં ૨૮%નો ઘટાડો થયો હતો.[૨]

શાસકો[ફેરફાર કરો]

રજવાડાના શાસકો સોલંકી વંશના રાજપૂતો હતા. વખત સિંહજી (૧૮૬૭–૧૯૧૯) રજવાડાના જાણીતાં શાસક હતા.[૩] રજવાડાંના શાસકો 'રાણા'નું બિરુદ ધરાવતા હતા અને બ્રિટિશરો દ્વારા ૯-તોપોની સલામીઓ મેળવતા હતા.[૪]

રાણાઓ[ફેરફાર કરો]

 • ૧૬૭૪ - ૧૭૧૧ બીર સિંઘ (મૃ. ૧૭૧૧)
 • ૧૭૧૧ - ૧૭૩૫ નાર સિંહ (મૃ. ૧૭૩૫)
 • ૧૭૩૫ - ૧૭૫૭ વખત સિંહ (મૃ. ૧૭૫૭)
 • ૧૭૫૭ - ૧૭૮૨ દિપ સિંહ (મૃ. ૧૭૮૨)
 • ૧૭૮૨ - ૧૭૮૬ દુર્જન સિંહ (મૃ. ૧૭૮૬)
 • ૧૭૮૬ - જગત સિંઘ
 • ૧૭૮૬ - ૧૮૧૮ પરબત સિંહ
 • ૧૮૧૮ - ૧૮૪૯ ફતેહ સિંહ (મૃ. ૧૮૪૯)
 • ૧૮૪૯ - ૧૮૫૧ દલપત સિંહ (મૃ. ૧૮૫૧)
 • ૧૮૫૧ - ૧૮૫૨ ખાલી
 • ૧૮૫૨ - જૂન ૧૮૬૭ દલિલ સિંહ (મૃ. ૧૮૬૭)
 • ૩૧ ઓક્ટોબર ૧૮૬૭ – ૨૭ એપ્રિલ ૧૯૨૯ વખત સિંહ દલિલ સિંહ (જ. ૧૮૬૦ - મૃ. ૧૯૨૯) (૨૫ મે ૧૮૮૯ થી સર વખત સિંહ દલિલ સિંહ)
 • ૨૭ એપ્રિલ ૧૯૨૯ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ વીરભદ્ર સિંહ રણજિત સિંહ (જ. ૧૯૧૦ - મૃ. ૧૯૮૬)

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Great Britain India Office. The Imperial Gazetteer of India. Oxford: Clarendon Press, 1908
 2. Lunawada Princely State (9 gun salute)
 3. Rajput Provinces of India - Lunawada (Princely State)
 4. Princely States of India

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]