વજ્રેશ્વરી (તા. ભિવંડી)
Appearance
વજ્રેશ્વરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના થાણા જિલ્લાના ભિવંડી તાલુકામાં આવેલ એક ગામ છે. મહારાષ્ટ્રમાં આવેલાં ધાર્મિક સ્થળો પૈકીનું એક એવું વજ્રેશ્વરી દેવી (વજ્રેશ્વરી માતા)નું પ્રખ્યાત મંદિર અહીં છે, જ્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે. આ કુંડનું ગરમ પાણી આરોગ્યવર્ધક ગણાય છે. વ્રજેશ્વરી માતા, પાર્વતી માતાનું રૂપ ગણાય છે. ચિમાજી અપ્પાએ નિર્માણ કરાવેલા આ મંદિરમાં માતાની મૂર્તિના હાથમાં ખડ્ગ તેમ જ ગદા જોવા મળે છે.
મધ્ય રેલ્વે પર આવેલા અંબરનાથ રેલ્વે સ્ટેશનથી આ સ્થળ નજીક છે.