વાંસદા રજવાડું
Appearance
વાંસદા સ્ટેટ વાંસદા રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૭૮૧–૧૯૪૮ | |||||||
વાંસદા અને ધરમપુર રજવાડાં, ૧૮૯૬ | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૦૧ | 557 km2 (215 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૦૧ | 39256 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૭૮૧ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Bansda". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.CS1 maint: ref=harv (link) |
વાંસદા રજવાડું એ બ્રિટિશ રાજ સમયનું ભારતનું એક રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સીની સુરત એજન્સી હેઠળ હતું.
ઇતિહાસ
[ફેરફાર કરો]વાંસદા રજવાડાની સ્થાપના ૧૭૮૧માં વીરસિંહજીએ કરી હતી અને તેનું પાટનગર વાંસદા હતું. તેના શાસકો સોલંકી વંશના રાજપૂત હતા. વાંસદાના છેલ્લા શાસકે ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ સંમતિ દર્શાવી હતી.[૧]
શાસકો
[ફેરફાર કરો]૧૮૨૯ પછી વાંસદાના શાસકોને "મહારાજા સાહેબ"નું બિરુદ મળ્યું હતું.[૨]
- .... - ૧૭૦૧ ઉદયસિંહજી દ્વિતિય
- ૧૭૦૧ - ૧૭૧૬ વીરસિંહજી પ્રથમ (મૃ. ૧૭૧૬)
- ૧૭૧૬ - ૧૭૩૯ રાલભામજી (મૃ. ૧૭૩૯)
- ૧૭૩૯ - ૧૭૫૩ ગુલાબસિંહજી પ્રથમ (મૃ. ૧૭૫૩)
- ૧૭૫૩ - ૧૭૭૦ ઉદયસિંહજી તૃત્રિય (મૃ. આશરે ૧૭૭૦)
- ૧૭૭૦ - ૧૭૮૦ ખિરાટસિંહજી લાસ (મૃ. ૧૭૮૦)
- ૧૭૮૦ - ૧૭૮૯ વીરસિંહજી દ્વિતિય (મૃ. ૧૭૮૯)
- ૧૭૮૯ - ૧૭૯૩ નાહરસિંહજી (મૃ. ૧૭૯૩)
- ૧૭૯૩ - ૧૮૧૫ રાયસિંહજી (મૃ. ૧૮૧૫)
- ૧૮૧૫ - ૨૭ ઓક્ટોબર ૧૮૨૮ ઉદયસિંહજી ચતુર્થ (મૃ. ૧૮૨૮)
- ૧૮૨૮ - ૧૬ જૂન ૧૮૬૧ હમીરસિંહજી (જ. ૧૮૨૬? - મૃ. ૧૮૬૧)
- ૧૮૬૧ - ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૬ ગુલાબસિંહજી દ્વિતિય (જ. ૧૮૩૮ - મૃ. ૧૮૭૬)
- ૬ માર્ચ ૧૮૭૬ - ૨૧ સપ્ટેમ્બર ૧૯૧૧ પ્રતાપસિંહજી ગુલાબસિંહજી (જ. ૧૮૬૩ - મૃ. ૧૯૧૧)
- ૨૧ સપ્ટેમ્બર ૧૯૧૧ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ઇન્દ્રસિંહજી પ્રતાપસિંહજી (જ. ૧૮૮૮ - મૃ. ૧૯૫૧) (૧૧ મે ૧૯૩૭ થી સર ઇન્દ્રસિંહજી પ્રતાપસિંહજી)
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર વાંસદા રજવાડું વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.