લખાણ પર જાઓ

વાડીલાલ

વિકિપીડિયામાંથી
વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
શેરબજારનાં નામોBSE: 519156
NSE: VADILALIND
ઉદ્યોગખોરાક ઉદ્યોગ
સ્થાપના१૯૮૫
મુખ્ય કાર્યાલયઅમદાવાદ, ભારત
સેવા અપવામાં અવતા વિસ્તારોભારત
કર્મચારીઓ૬૧૦ []
વેબસાઇટvadilalgroup.com

વાડીલાલ (વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) (NSE: VADILALIND, BSE: 519156) ૮૦ વર્ષ પહેલાં અમદાવાદમાં નાની દુકાનમાંથી, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આજે ભારતની બીજા ક્મની આઇસક્રીમ ઉત્પાદક કંપની બની છે. વાડીલાલ ભારતની ખાદ્ય ઉત્પાદક કંપની છે, જે મોટાભાગે થીજેલા શાકભાજી અને તૈયાર નાસ્તો અને બ્રેડ બનાવે છે.

વાડીલાલનો ધ્યેય આઇસક્રીમ અને થીજેલાં ખાદ્યમાં ભારતીય બહુરાષ્ટ્રીય કંપની બનવાનો છે. હાલમાં તેઓ ગુજરાતમાં બીજા ક્રમનાં ખાદ્ય સંરક્ષક વેચાણકર્તા છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]
વાડીલાલ હાઉસ, અમદાવાદ

વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત વાડીલાલ ગાંધી દ્વારા ૧૯૦૭ માં સોડાની દુકાન વડે કરવામાં આવી હતી.[] તેમણે પોતાનો વ્યવસાય તેમનાં પુત્ર રણછોડલાલને આપ્યો અને તેમણે ૧૯૨૬માં હાથ સંચા વડે છૂટક વેપાર શરૂ કર્યો. તેમનાં પુત્રો રામચંદ્ર અને લક્ષ્મણે કંપનીને નવી દિશા આપી. ૧૯૭૦ સુધીમાં આધુનિક વેપાર શૈલીમાં આવી ગઇ હતી.

ઉત્પાદનો

[ફેરફાર કરો]

વાડીલાલ ૧૫૦ જેટલાં સ્વાદ ધરાવતાં આઇસક્રીમ લગભગ ૨૫૦ જેટલાં બંધારણમાં વેચે છે. આમાં કોન, કપ, કેન્ડી, બાર, આઇસ-ડોલી, ફેમિલી પેક અને ઇકોનોમી પેકનો સમાવેશ થાય છે.

ઉત્પાદન સુવિધાઓ

[ફેરફાર કરો]

વાડીલાલ પાસે બે આઇસક્રીમ ઉત્પાદન સુવિધાઓ - પુન્ધ્રા, ગાંધીનગર જિલ્લો, ગુજરાત અને બરેલી, ઉત્તર પ્રદેશ છે. તેમની પાસે ૫૦,૦૦૦ છૂટક, ૨૫૦ માલ સંગ્રહ એકમો, ૫૫૦ વિતરકો અને ૩૨ CNF અને ૨૫૦ વાહનોનું બહોળું જાળું છે. વાડીલાલે વિવિધ જગ્યાઓએ ૧૪૦ જેટલાં 'હેપિનેઝ' આઇસક્રીમ વેચાણ કેન્દ્રો શરૂ કર્યા છે.

તૈયાર ખોરાક

[ફેરફાર કરો]

વાડીલાલ ૧૯૯૦ના દાયકામાં તૈયાર ખોરાક ઉદ્યોગમાં પ્રવેશ્યું. તે હાલમાં ઘરેલું અને વિદેશી બજારમાં થીજેલાં શાકભાજીઓ, તૈયાર નાસ્તો, ભાજી અને બ્રેડનું વેચાણ કરે છે. આ વેપારમાં ભારત અને અમેરિકા તથા પશ્ચિમ યુરોપમાં વેચાણની મોટી તકો રહેલી છે.

વાડીલાલ મહારાષ્ટ્ર અને દક્ષિણનાં ચાર રાજ્યોમાં પ્રવેશ્યું ન હોવાથી ભારતનાં આઇસક્રીમ બજારમાં હોવો જોઇએ એટલો હિસ્સો નથી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. https://www.bloomberg.com/research/stocks/private/snapshot.asp?privcapId=20377832
  2. Thakkar, Mitul (2010-01-13). "Ahmedabad-based Vadilal is the third largest ice-cream brand in india". The Economic Times. મેળવેલ 2019-10-15.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]