વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/ટીમલી

વિકિપીડિયામાંથી

ટીમલી[ફેરફાર કરો]

વિક્શનરી માટે યોગ્ય, વિકિપીડિયામાં શબ્દના અર્થ માટે અવકાશ નથી ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૧, ૨૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

કોઈ ચોક્કસ કારણના હોવાથી ડીલિટ કરવું નહીં કેમ કે આ શબ્દ ભાષાના જાણકારના મૌખિક અભિપ્રાય પછી મૂકવામાં આવ્યો છે. તથા આ એક પ્રાદેશિક શબ્દ હોવાથી ચોક્કસ ડિક્સનરીમાં રેફરન્સ મલવો અઘરો છે. અને આવા શબ્દ વિક્સનરીમાં નાખવાં પણ ઉચિત ના કહેવાય. સોલંકી દિપકકુમાર18:22, ૨૨ ડિસેમ્બર ૨૦૧૫

ભાઈ શ્રી, વિકિપીડિયા એક જ્ઞાનકોશ છે, અહિં શબ્દ કરતા વિષય પર જ્ઞાન મળી રહે એવા લેખો લખવામાં આવે છે. આપે પહેલા સોનલ શબ્દનો અર્થ સમજાવતો એક લેખ બનાવ્યો હતો, તેને કાર્તિકભાઈએ સંદિગ્ધ શીર્ષકના લેખમાં ફેરવ્યો એટલે એ ટકી ગયો, પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે, વિકિપીડિયા કે કોઈ પણ જ્ઞાનકોશ (દા.ત. ગુજરાતી વિશ્વકોશ) શબ્દાર્થ માટે નથી હોતા. શબ્દોના અર્થ અને જાણકારી આપવા માટે શબ્દકોશ હોય છે, વિકિપીડિયા જ્ઞાનકોશ છે, જ્યારે વિક્શનરી શબ્દકોશ છે. આપ જણાવો છો કે આ શબ્દ વિક્શનરીમાં નાખવો પણ ઉચિત ન કહેવાય, તે પાછળનું શું પ્રયોજન? શું આપ વિક્શનરી વિષે જાણો છો?--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૮, ૨૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
મને પણ વિક્શનરી માટે યોગ્ય લાગે છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૪૪, ૨૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
મને પણ વિક્શનરી માટે યોગ્ય લાગે છે --એ. આર. ભટ્ટ ૨૨:૪૨, ૨૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
@સોલંકી દિલીપકુમાર:, વત્સ, આપનો લેખ કોઇ ડિલીટ કરવા માગતું નથી પણ તેને યોગ્ય સ્થળે ખસેડવા માગે છે. આપનો લેખ Wiktionary:gu:ટીમલી પર ખસેડાયો છે. વિકિમિડિયા જુદા-જુદા પ્રકલ્પો ચલાવે છે જેમાં અહીં જ્યાં આપે લેખ મૂક્યો તે જ્ઞાનકોશ છે. શબ્દકોશ માટે અન્ય સ્વતંત્ર શબ્દકોશ છે જ્યાં આ જીવે આપનો લેખ સ્થાનાંતરિત કર્યો છે જેથી હવે તેને અહીંથી હટાવી દેવાશે. વિકિપીડિયામાં આપના યોગદાન બદલ હદયપૂર્વક આભાર.આ રીતે જ ગુજરાતી ભાષાના વિકાસ માટે આપનું યોગદાન આપતા રહેશો તેવી વિનંતી.--☆★ભટકતી આત્માના પ્રણામ (✉✉) ૧૦:૦૩, ૨૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
સરસ મને એમ કે ડીક્શનરીની જેમ વિક્શનરીમાં આવા શબ્દ ના મૂકી શકાય એટલે વિકિપિડીયામાં મૂક્યો પણ હવે મારો પ્રયત્ન રહેશે કે આવા શબ્દો વિક્શનરીમાં મૂકવામાં આવે આભાર --સોલંકી દિપકકુમાર ૨3 ડિસેમ્બર ૨૦૧૫ (IST)