વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર/જૂનાગઢ ખાતે મલ્ટીમિડિયા મેલામાં વિકિ

વિકિપીડિયામાંથી
જૂનાગઢ (ગુજરાત-ભારત) ખાતે યોજાયેલા મલ્ટીમિડિયા મેલા ખાતે વિકિપીડિયા અને વિકિસ્રોતનાં સદસ્યો અને મિત્રો. -ડાબેથી, અશોક મોઢવાડીયા, ભાવેશ જાદવ (આયોજક), વ્યોમ મજમુદાર, હિરેન મોઢવાડીયા.

જુનાગઢના પ્રસિદ્ધ ગાર્ડન કાફે અને સાયન્સ મ્યુઝિયમ ખાતે તા: ૨૫-૪-૨૦૧૩ થી ૨૮-૪-૨૦૧૩ સુધી યોજાયેલા ’મલ્ટીમિડિયા મેલા’માં, મેલાના આયોજક ભાવેશ જાદવ દ્વારા વિકિ પ્રત્યે આદરની લાગણીસહ વિકિના પ્રચાર-પ્રસાર અર્થે નિઃશુલ્ક સ્ટોલ આપવામાં આવ્યો હતો. આ મેલાનું આયોજન સાયન્સ મ્યુઝિયમ અને પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા ડૉ.સુભાષ અકાદમી (ઈજનેરી શાખા) દ્વારા કરાયું હતું.

ઉપરોક્ત ચાર દિવસ સુધી, સાંજે ૫-૦૦ થી ૧૧-૦૦ કલાક સુધી ચાલતા આ મેળામાં ક્મ્પ્યુટર હાર્ડવૅર, સોફ્ટવૅર, મલ્ટીમિડિયા સંલગ્ન અત્યાધૂનિક સાધન સામગ્રીઓ, વિજ્ઞાન, તકનિકી અને નૉલેજ વિષયક સાહિત્ય, સી.ડી. ડી.વી.ડી. વગેરેનું ભવ્ય પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. શહેરનાં મલ્ટીમિડિયા તથા કમ્પ્યુટર જગત ઉપરાંત શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓએ પોતપોતાના સ્ટૉલ ઊભા કર્યા હતા.

આ મેળામાં દરરોજ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા વિવિધ માહિતીઓ આપતા ત્રણ શૉ પણ યોજાયેલા. આ દરેક શૉ દરમિયાન આપણે ગુજરાતી વિકિપીડિયા અને વિકિસ્રોત વિષયક પ્રાથમિક માહિતીઓ આપતા સ્લાઈડ શૉ દર્શાવવાનું આયોજન કર્યું હતું. સ્લાઈડ શૉનું સંચાલન વ્યોમ મજમુદાર અને હિરેન મોઢવાડીયા દ્વારા કરાયું હતું. આ ઉપરાંત મેળા ખાતે અત્યાધૂનિક 3D થિએટરમાં 3D ચલચિત્રોની ઝલક પણ બતાવવામાં આવતી હતી.

આ મુખ્ય શૉ ઉપરાંતના સમયે આપણે સ્ટૉલ પર, કમ્પ્યુટર દ્વારા સ્લાઈડ શૉ બતાવી અને મુલાકાતીઓને વ્યક્તિગત માહિતીઓ આપવાનું પણ રાખેલું. વિકિપીડિયાનાં પ્રબંધક લેખે અશોક મોઢવાડીયા તથા વ્યોમ મજમુદાર દ્વારા આ આખા કાર્યક્રમનું સંચાલન કરાયું હતું. અન્ય સ્થાનિક મિત્રોએ પણ જરૂર પ્રમાણેની સેવાઓ આપી હતી. લોકોએ ભારે ઉત્સાહભેર આ મેળાનો આનંદ ઉઠાવ્યો હતો. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૩, ૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

વાહ ભાઈ વાહ, શુ વાત છે ગરવા ગુજરાતીઓ..!! --સભ્ય:Pradipsinh hada