વિમાનવાહક જહાજ

વિકિપીડિયામાંથી
નીચેથી ઉપરની તરફ : પ્રિન્સિપ દ અસ્ટુરિયાસ, ઉભયસ્થલીય આક્રમણ જહાજ [1], [2] અને હળવું વી /એસટીઓએલ (V/STOL) વાહક જહાજ (વર્ટિકલ /શોર્ટ ટેક-ઓફ એન્ડ લેન્ડિંગ), 20મી સદીના અંતભાગના વિમાનવાહક જહાજોના કદની ભિન્નતા દર્શાવે છે.
અગ્રભૂમિથી પૃષ્ટભૂમિ તરફ : [4], [5], અને [6]

વિમાનવાહક જહાજ એ એક યુદ્ધ જહાજ છે, જેની પ્રાથમિક કામગીરી વિમાનોને તૈનાત કરવાની અને તેને ઊતારવાની છે. તે પાણીમાં તરતા એરબેઝની ગરજ સારે છે. વિમાનવાહક જહાજો, નૌકાદળને દુનિયાભરમાં તેમની વાયુ શક્તિને યોજનાબદ્ધ કરવાની છૂટ આપે છે, જેમાં તેમને વિમાની અભિયાનો માટે સ્થાનિક આધારો પર આધારિત નથી રહેવું પડતું. વિમાનવાહક જહાજોનો વિકાસ લાકડાના જહાજો કે જેનો ઉપયોગ ગુબ્બારાને તૈનાત કરવા માટે થતો હતો તેમાંથી થયો છે, ત્યાર બાદ તેમાંથી અણુઊર્જાથી ચાલતા યુદ્ધ જહાજો જે ડઝનબંધ સ્થિર અને ફરતી પાંખોવાળા વિમાનોનું વહન કરતા હતા તેને બનાવવામાં આવ્યા.

ઇતિહાસ[ફેરફાર કરો]

જાપાનના સીપ્લેન કૅરિઅર વાકામિયાએ સપ્ટેમ્બર 1914માં પ્રથમ વખત નૌકા પરથી હવાઈ હુમલા કર્યા હતા.

19મી સદી અને 20મી સદીના શરૂઆતના સમયમાં સૌપ્રથમ, માનવચલિત વિમાનોને તૈનાત કરવા માટે બલૂન કૅરિઅર્સનો ઉપયોગ થયો હતો, જેનો મુખ્ય હેતુ નિરીક્ષણનો હતો. વર્ષ 1903માં સ્થિર પાંખોવાળા વિમાનોનું આગમન થયું, ત્યાર બાદ વર્ષ 1910માં પ્રથમ વખત યુ.એસ. (US)ની યુદ્ધનૌકા પરથી આ પ્રકારના વિમાને ઉડ્ડાણ ભરી. ત્યાર બાદ સીપ્લેન અને સીપ્લેન ટેન્ડર સહાયક જહાજનું આગમન થયું, જેવા કે ઢાંચો:HMS.વર્ષ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધના સીંગતાઓ યુદ્ધ દરમિયાન કાઇઓચાઉ અખાતમાં તૈનાત, શાહી જાપાનીઝ નૌકાદળના સીપ્લેન વાહક જહાજ વાકામિયા પરથી સર્વપ્રથમ વખત હવાઈ હુમલા[૧] કરવામાં આવ્યો.[૨] વાકામિયા પરથી ચાર મોરિસ ફારમેન પ્રકારના સીપ્લેન ઉડ્યાં હતા.આ વિમાનોએ જર્મનીના સંચાર કેન્દ્રો અને નિયંત્રણ મથકો ઉપર બોમ્બમારો કર્યો હતો અને સુરંગ પાથરનાર વાહનને ક્ષતિ પહોંચાડી હતી.[૩]

સપાટ મથાળાવાળા જહાજોના વિકાસથી પ્રથમ વિશાળ બેડા જહાજોનું ઉત્પાદન થયુ. 1920ના દાયકાના મધ્યભાગમાં આ ઉત્ક્રાંતિ મોટાપાયા પર આકાર લઈ રહી હતી, જેના પરિણામે ઢાંચો:HMS, હોશો , અને ધ ઢાંચો:Sclass અસ્તિત્વમાં આવ્યા.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પ્રથમ વખત મોટાપાયા પર વિમાનવાહક જહાજોનો ઉપયોગ થયો અને અનેક સુધારા થયા, જેના કારણે અનેક પ્રકારના જહાજો અસ્તિત્વમાં આવ્યા. રક્ષક વિમાનવાહક જહાજો જેમ કે ઢાંચો:USS, આ પ્રકારના જહાજોનું નિર્માણ માત્ર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ થયુ હતું. કેટલાક જહાજોનું નિર્માણ આ કામગીરીને પાર પાડવા માટે કરવામાં આવ્યું હતું, આમ છતાં, મોટાભાગના જહાજોને હંગામી વ્યવસ્થા તરીકે વેપારી જહાજોમાંથી પરિવર્તિત કરવામાં આવ્યા હતા. આમ કરવાનો હેતુ, ઉભયસ્થલીય આક્રમણો અને નૌકાકાફલાને હવાઈ સંરક્ષણ આપવાનો હતો. ઢાંચો:USS જેવા કેટલાક હળવા વિમાનવાહક જહાજો, રક્ષક જહાજની વિભાવનાનું વિશાળ અને વધુ "લશ્કરી" આવૃત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. સામાન્ય રીતે હળવા જહાજો અને રક્ષક જહાજો સરખી સંખ્યામાં હવાઈ જૂથોનું વહન કરી શકતા હતા. આમ છતાં, હળવા જહાજો વધુ ઝડપથી ગતિ કરી શકતા હતા. કારણ કે, તેમને નિર્માણાધિન યુદ્ધજહાજોમાંથી રૂપાંતરિત કરવામાં આવ્યા હતા.

યુદ્ધ સમયની કટોકટીના કારણે, બિનપરંપરાગત વિમાનવાહક જહાજોનું નિર્માણ અથવા રૂપાંતરણ જોવા મળ્યું હતું. સીએએમ (CAM) જહાજો, જેવા કે ઢાંચો:SS, એ મૂળ માલનું વહન કરતાં વેપારી જહાજો હતા. જેના પરથી વિમાનોને ઉડાડી શકાતા હતા, પરંતુ તેના પર વિમાનો ઊતારી શકાતા ન હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આ એક સંકટકાલિન પગલું હતું. આવું જ અન્ય એક પગલું મર્ચન્ટ વિમાનવાહક જહાજ (એમએસી (MAC)) વિમાનવાહક વેપારી જહાજોનું હતું, જેમાં ઢાંચો:MV જેવા વેપારી જહાજોને, વિમાનો ઉડી શકે તેવા તૂતકથી સજ્જ કરવામાં આવ્યા હતા. મીડવે યુદ્ધ સમયે વાહક જહાજોની તાકાતની ભરપાઇ કરવા માટે શાહી જાપાનીઝ નૌકાદળ દ્વારા યુદ્ધ વાહકોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.[સંદર્ભ આપો]વર્ષ 1943ના અંત ભાગમાં આ પ્રકારના બે જહાજોનું નિર્માણ ઢાંચો:Sclass માંથી કરવામાં આવ્યું હતું. વિમાનમાં પાછળના ભાગમાંથી મિનાર જેવા બાંધકામને હટાવી તેના સ્થાને વિમાનોને રાખવાના તબેલા, તૂતક અને કૅટપલ્ટ બેસાડવામાં આવ્યા હતા. ભારે યુદ્ધ જહાજ મોગામી નું પણ આ રીતે રૂપાંતરણ કરવામાં આવ્યું હતું. "અડધાનું અડધું" જેવી આ રચના નિષ્ફળ સમાધાન સાબિત થયું, જે કોઈ રીતે ઉપયોગી ન હતી. ફ્રાન્સની સરકોફ અને જાપાનીઝ આઈ (I)-400 શ્રેણીની સબમરીન વિમાનવાહક સબમરીન હતી, જે ત્રણ આઈચી એમ6એ (M6A) સેયરાન વિમાનોનું વહન કરી શકતી હતી. 1920ના દાયકા દરમિયાન પ્રથમવખત આ પ્રકારની સબમરીનનું નિર્માણ થયું હતું. પરંતુ, મોટાભાગે તે યુદ્ધ દરમ્યાન નિષ્ફળ રહી હતી.

ધ ટ્રિપોલી યુ.એસ. (US)ની વુ જીમા-શ્રેણીનું હેલિકોપ્ટરવાહક જહાજ

આધુનિક સમયમાં આ પ્રકારના જહાજોનું સંચાલન કરતા નૌકાદળો વિમાનવાહક જહાજને બેડાનું મુખ્ય જહાજ માને છે. અગાઉના સમયમાં આ ભૂમિકા યુદ્ધ જહાજ દ્વારા નિભાવવામાં આવતી હતી. કારણ કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધમાં હવાઈ તાકાતનું મહત્વ વધી ગયું હતું. જહાજ પરથી ઉડી શકે તેવા વિમાનોની ઉત્કૃષ્ટ શ્રેણી, લવચિકતા અને અસરકારકતાના કારણે આ પરિવર્તન આવ્યું હતું. યુદ્ધ પછી પણ વિમાનવાહક જહાજોની કામગીરી કદ અને મહત્વ વધતા રહ્યાં. સુપર કૅરિઅર એ આધુનિક વિમાનવાહક જહાજ છે. તેમણે સામાન્ય રીતે 75,000 ટન કે તેથી પણ વધુ વજનવાળા વિમાનવાહક જહાજોનું સ્થાન લીધું છે. વિમાનવાહક જહાજના વિકાસમાં આ પ્રકારના જહાજ ટોચ સમાન છે. મોટાભાગના વિમાનવાહક જહાજો ન્યૂક્લિઅર રિઍક્ટરથી ચાલતા હોય છે. વિમાનવાહક બેડાની રચના એવી રીતે કરવામાં આવે છે કે, તે સ્વદેશથી દૂર રહીને કામગીરી બજાવી શકે. જેવા કે ઢાંચો:USS અને ઢાંચો:HMS, ઉભયસ્થલીય આક્રમક જહાજો નૌકાસૈનિકોના વહનની અને તેમને ઉતારવાની કામગીરી કરે છે. આ હેતુને પાર પાડવા માટે મોટાભાગે તે હેલિકોપ્ટર પર આધાર રાખે છે. આ જહાજોને "કમાન્ડો કૅરિઅર્સ" કે "હેલિકોપ્ટર કૅરિઅર્સ" તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક જહાજો વીએસટીઓએલ (VSTOL) વિમાન સંચાલનની ગૌણ ક્ષમતા પણ ધરાવતા હોય છે.

અન્ય યુદ્ધજહાજોની જેમ પ્રહાર કરવાની ક્ષમતાના અભાવે, વિમાન વાહકજહાજો પર અન્ય જહાજો, વિમાન, સબમરીન કે મિસાઈલ્સના હુમલાનો ભય રહે છે. આથી, સામાન્ય રીતે વિમાનવાહક જહાજો સાથે સંખ્યાબંધ અન્ય જહજો પણ હોય છે. જે વિમાનવાહક જહાજને રક્ષણ આપે છે, વધારાના પુરવઠાનું વહન કરે છે અને વધારાની આક્રમણ ક્ષમતા પ્રદાન કરે છે. તેને મોટાભાગે યુદ્ધ જૂથ, વાહક જૂથ અને ક્યારેક વિમાનવાહક યુદ્ધ જૂથ તરીકે ઓળખવામાં આવે છે.

બીજા વિશ્વયુદ્ધ પહેલા વર્ષ 1922, 1930 અને 1936ની આંતરરાષ્ટ્રીય નૌકા સંધિઓ દ્વારા વિમાનવાહક જહાજો સહિતના યુદ્ધ જહાજોના કદને મર્યાદિત કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછીથી ખર્ચમાં બચત કરવા વિમાનવાહક જહાજોની રચનામાં ઉત્તરોત્તર સુધારો થતો રહ્યો છે. મોટા વિમાનોના સંચાલન માટે જહાજોનું કદ પણ વધ્યું છે. અમેરિકાના નૌકાદળના મોટા અને આધુનિક ઢાંચો:Sclass વિમાનવાહક જહાજોએ બીજા વિશ્વયુદ્ધ ઢાંચો:USS સમયના ચાર ગણા વધુ જહાજોનું સ્થાન લઈ લીધું છે. આમ છતાં, આ વર્ષો દરમિયાન સૈન્ય વિમાનોના કદ અને વજનમાં ઉત્તરોત્તર વધારો થયો હોવાથી વિમાનોને સમાવવાની તેની ક્ષમતા મહદઅંશે સરખી જ રહી છે.

વિમાનવાહક જહાજોના પ્રકાર[ફેરફાર કરો]

બ્રાઝિલનું વિમાનવાહક જહાજ સાઉ પોલો (São Paulo) (A12)

ભૂમિકાની દ્રષ્ટિએ[ફેરફાર કરો]

મુખ્ય બેડા સાથે સંચાલન થઈ શકે તે હેતુથી બેડા જહાજનું નિર્માણ કરવામાં આવે છે અને સામાન્ય રીતે તે આક્રમક ક્ષમતા પણ પ્રદાન કરે છે. આ વિશાળ જહાજો તેજ ઝડપ માટે સક્ષમ હોય છે. સંરક્ષક જહાજો સાથે સરખામણી કરીએ તો, સંરક્ષક જહાજોનું નિર્માણ નૌકાકાફલાને સંરક્ષણ પૂરું પાડવા માટે કરવામાં આવ્યું હતું. તેઓ કદમાં નાના, ધીમા અને ઓછી સંખ્યામાં વિમાનોનું વહન કરી શકતા હતા. આ પ્રકારના મોટાભાગના જહાજોનું નિર્માણ વેપારી જહાજોના ઢાંચામાંથી તૈયાર કરવામાં આવ્યા હતા. મર્ચન્ટ એરક્રાફ્ટ કૅરિઅર્સના કિસ્સામાં તે, મોટા માલ-વાહક જહાજ હતા. જેની ટોચ પર વિમાનો ઉડાણ ભરી શકે તેવું તૂતક બેસાડવામાં આવ્યું હતું. હળવા વિમાનવાહક જહાજો બેડાની સાથે ઝડપથી તરી શકે તેવા હતા. પરંતુ, તેઓ કદમાં નાના અને ઓછા વિમાનોની ક્ષમતાવાળા હતા.

 • એન્ટી-સબમરીન યુદ્ધ જહાજ
 • હેલિકોપ્ટર જહાજ
 • લાઇટ વેટ હેલિકોપ્ટર
 • ઉભયસ્થલીય આક્રમક જહાજ

ગોઠવણના આધારે વર્ગીકરણ[ફેરફાર કરો]

દુનિયાભરના નૌકાદળોમાં કાર્યરત વિમાનવાહક જહાજોને ગોઠવણના આધારે મુખ્ય ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય.

 • કૅટપલ્ટ આસિસ્ટેડ ટેક-ઓફ બટ અરેસ્ટેડ રિક્વરી (સીએટીઓબીએઆર (CATOBAR))
 • શોર્ટ ટેક-ઓફ બટ અરેસ્ટેડ રિક્વરી (એસટીઓબીએઆર (STOBAR))
 • શોર્ટ ટેક-ઓફ વર્ટિકલ લેન્ડિંગ (એસટીઓવીએલ (STOVL))

કદના આધારે[ફેરફાર કરો]

 • સુપરકૅરિઅર
 • કૅરિઅર, નૌકાદળના માનક કદના જહાજ
 • લાઇટ વેટ હેલિકોપ્ટર
 • સંરક્ષક જહાજ

ઉડ્ડાણ તૂતક[ફેરફાર કરો]

યુ.એસ. (U.S.)ના નૌકાદળના ઈ-2સી (E-2C) હૉકઆઈના ઉતરણા કારણે ફ્યુઝલાઝ (વિમાનની કાંઠલાના આકારની સાટી)માં સર્જાઈ રહેલા વમળ.
નિમિત્ઝ શ્રેણીના સુપરકૅરિઅર્સના ઉડ્ડાણ તૂતક પર એફ/એ-18 (F/A-18) હોર્નેટ વિમાનો
વર્ષ 1945માં વિમાનવાહક જહાજ પર જેટ વિમાન એરિક "વિન્કલ" બ્રાઉનનું પ્રથમ ઉડ્ડાણ અને ઉતરણ
રૉયલ નેવીના વિમાનવાહક જહાજ પર સ્કી-જમ્પ

દરિયામાં "વિમાન ઉડાણ પટ્ટી" તરીકે, આધુનિક વિમાનવાહક જહાજોનું ટોચનું તૂતક સપાટ રચનાવાળું હોય છે, જેથી વિમાન ઉડ્ડાણ ભરી શકે અને ઉતરાણ કરી શકે. વિમાન આગળની બાજુએથી હવામાં ઉડ્ડાણ ભરે છે અને પાછળની બાજુએથી ઊતરે છે. વિમાનવાહક જહાજો ગતિ પકડે છે, ઉદાહરણ તરીકે 35 knots (65 km/h) સુધી, તૂતક પરની હવાની ગતિમાં વધારો કરવા માટે જહાજ હવાની દિશામાં ગતિ કરે છે, આથી જહાજ ગતિના અનુસંધાને વિમાનની ગતિ ઘટે છે. કેટલાક જહાજોમાં, વિમાનને આગળ ધકેલવા માટે વરાળથી ચાલતા કૅટપલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંરચનાના પગલે વિમાનના એન્જિનની તાકતને મદદ મળે અને જરૂર હોય એથી ઓછા અંતરમાં વિમાન ઉડ્ડાણ ભરી શકે છે. અન્ય જહાજોમાં વિમાનને ઉડ્ડાણ ભરતી વખતે મદદની જરૂર રહેતી નથી. વિમાનને કેટલા પ્રમાણમાં મદદની જરૂર રહેશે તેનો આધાર, તેની સંરચના અને ક્ષમતા પર આધારિત હોય છે. પરંપરાગત રીતે જ્યારે વિમાન ઊતરે છે, ત્યારે ટેલહૂક પર આધાર રાખે છે. જે તૂતક ઉપર પાથરવામાં આવેલા તારમાં ફસાઈ જાય છે. જેથી સામાન્ય રીતે જરૂર હોય તેના કરતાં ઓછાં અંતર પર વિમાનને અટકાવી દે છે. અન્ય વિમાન–હેલિકોપ્ટર અને વી/એસટીઓએલ (V/STOL) (વર્ટકીલ/શોર્ટ ટેક-ઓફ એન્ડ લેન્ડીંગ)ની ડિઝાઈન- તેમની હવામાં રહેવાની ક્ષમતાના કારણે સીધા ઉતરી શકે છે. આથી, ઊતરતી વખતે તેમની ગતિ ઓછી કરવાની જરૂર રહેતી નથી.

પરંપરાગત ("ટેઇલહુક") વિમાન ઊતરણ માટે લેન્ડિંગ સિગ્નલ ઓફિસર (એલએસઓ (LSO), જેને ક્યારેક "પેડલ્સ" તરીકે પણ ઓળખવામાં આવે છે) પર આધાર રાખે છે. જે વિમાનનો ઊતરણનો પ્રકાર, વિઝુઅલ ગેજ ઍલ્ટિટ્યૂડ અને ગતિને લગતી માહિતી વિમાનના પાઈલોટને આપે છે. 1950ના દાયકામાં એંગલવાળા તૂતકનું આગમન થયું તે પહેલા, એલએસઓ (LSO) દ્વારા પાઈલોટને સિગ્નલ આપવા માટે રંગીન પેડલનો ઉપયોગ કરવામાં આવતો હતો. (આથી, તેને પેડલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.) 1950ના દાયકા પછીથી અરિસા જેવા જોઈ શકાય તેવા સાધનોની મદદથી માહિતી આપવામાં આવે છે. જેથી ઉડાણ ભરવા માટેના યોગ્ય ઢોળાવની માહિતી મળે, પરંતુ, હજુ પણ એલએસઓ (LSO) રેડિયોના માધ્યમથી જ પાઈલોટના સંપર્કમાં રહે છે.

યુ.એસ. (U.S.)ના વિમાનવાહક જહાજના ઉડ્ડયન ભરવા માટેના તૂતક પર કામ કરતા ખલાસીઓની કામગીરીમાં મદદ થાય તે હેતુથી ખલાસીઓ રંગીન શર્ટ પહેર છે, જે તેમની જવાબદારીના આધારે નક્કી કરવામાં આવે છે. આધુનિક અમેરિકી નૌકાદળના વિમાનવાહક જહાજના હવાઈ અભિયાન દરમિયાન તૂતક પર કામ કરતા લોકો ઓછામાં ઓછા સાત રંગના કપડા ધારણ કરે છે. અન્ય રાષ્ટ્રોના વિમાનવાહક જહાજો પણ કામગીરી વખતે સમાન પ્રકારના રંગસંયોજનનો ઉપયોગ કરે છે.

ઉડ્ડાણ તૂતક પરના ચાવીરૂપ વ્યક્તિઓમાં શૂટર્સ, હેન્ડલર અને ધ એર બોસનો સમાવેશ થાય છે. શૂટર્સએ નૌકાદળના વૈમાનિક કર્મચારી કે નેવલ ફ્લાઇટ ઓફિસર્સ હોય છે. તેઓ વિમાનના ઉડ્ડાણ માટે જવાબદાર હોય છે. હેન્ડલર ઉડ્ડાણ તૂતક પરના આઇલેન્ડ પર રહીને કામગીરી બજાવે છે. તે વિમાનની ઉડ્ડાણ અને ઊતરણ પછીની વિમાનની હેરફેર માટે જવાબદાર હોય છે. ધ એર બોસ (સામાન્ય રીતે કમાન્ડર) ટોપ બ્રિજ પર બેસે છે. ("પ્રાઈમરી ફ્લાઈટ કંટ્રોલ", જેને "પ્રાઈમરી" કે "ટાવર" તરીકે પણ ઓળખવામાં આવે છે.) ઉપર વિમાનના ઉડ્ડાણ, ઊતરણ, "જહાજની નજીક હવામાં રહેલા વિમાનો, ઉડ્ડાણ તૂતક પરના વિમાનોની હિલચાલ, જે એક સારી રીતે દિગ્દર્શિત બેલે ડાન્સ જેવા હોય છે,"ની જવાબદારી હોય છે.[૪] જહાજનો કેપ્ટન નેવિગેશન બ્રિજ પર તેનો મોટાભાગનો સમય ગાળે છે. જે પ્રાઈમરીથી નીચે હોય છે. તેની નીચે ફ્લેગ બ્રિજ હોય છે, જે જહાજ પરના એડમિરલ અને તેમના કર્મચારીગણ માટે હોય છે.

1950ના દાયકાના શરૂઆતના સમયથી જહાજને સુરેખ કોણના આધારે તૂતક ઉપર સીધું ઉતરાણ શક્ય બન્યું છે. કોણીય તૂતકવાળા ઉતરણ વિસ્તારની મુખ્ય કામગીરી, વિમાનની ગતિને અવરોધતા તાર, જેને "બોલ્ટર" તરીકે ઓળખવામાં આવે છે, ચૂકી ગયેલા વિમાનો તૂતક પર મૂકવામાં આવેલા વિમાનો સાથે ટકરાય નહીં અને હવામાં ફરી ઉડતા કરવાના હોય છે. કોણીય તૂતકના કારણે, એક વિમાન ઉડ્ડાણ ભરતું હોય, ત્યારે જ બીજા વિમાનના ઉતરણને શક્ય બનાવે છે.

યુદ્ધ જહાજના તૂતક વિસ્તારની ઉપર (જેમ કે, બ્રીજ, ફ્લાઈટ કંટ્રોલ ટાવર) જહાજના તૂતકની બાજુ પર આવેલા હોય છે, પ્રમાણમાં નાના એવા આ વિસ્તારને "આઈલેન્ડ" તરીકે ઓળખવામાં આવે છે. બહુ થોડા જહાજોનું નિર્માણ આઈલેન્ડ વગર કરવામાં આવ્યું છે. બેડાના કદના જહાજોમાં કોણીય તૂતક બેસાડવામાં આવતા નથી. "ઉડ્ડાણ તૂતક"ની કેટલીક નોંધપાત્ર ઊણપો હોવાનું સાબિત થયું છે, નૌકાનયન સમયે જટિલતા, એર ટ્રાફિક કંટ્રોલ અને બીજા કેટલાક પરિબળો પ્રમુખ છે.

વર્તમાન સમયની સંરચના, ઉડ્ડાણના આગળના હિસ્સાના છેડાના ભાગ પર સ્કી-જમ્પ રેમ્પની છે. મૂળભૂત રૉયલ નેવી દ્વારા વિકસાવવામાં આવી હતી. પરંતુ, બીજા અનેક નૌકાદળ દ્વારા નાના વાહક જહાજો માટે અપનાવવામાં આવ્યા છે. વીટીઓએલ (VTOL) (અથવા એસટીઓએલ (STOVL)) વિમાનો, જેમ કે, સી હેરિયર (એવા વિમાનો કે જે બહુ થોડી અથવા તો આગળની ગતિ વગર ઉડ્ડાણ ભરી શકે કે ઉતરી શકે)ની ઉડ્ડાણ માટે આ પ્રકારના તૂતક વિકસાવવામાં આવ્યા હતા. આમ તો, આ પ્રકારના વિમાનો તૂતક પરથી સીધી જ ઉડ્ડાણ ભરી શકે છે, આમ છતાં, વિમાનની ઉડ્ડાણ માટેના દાદરાથી ઈંધણની બચત થાય છે અને વધુ વજનનું વહન શક્ય બને છે. કારણ કે, કૅટપલ્ટ અને અવરોધક તાર બિનજરૂરી બની રહે છે, આ પ્રકારની સંરચના વાળા જહાજો વજન, જટિલતા, અને સાધન-સરંજામ રાખવા માટેની જગ્યા ઘટાડે છે. રશિયન અને ભારતના ભાવિ વાહક જહાજો પરંપરાગત વિમાનોમાં ઉડ્ડાણ માટે સ્કી-જમ્પ રેમ્પ ધરાવતા હશે. સ્કી જમ્પની ઊણપ એ છે કે, તે વિમાનના કદ, તેની પરના સામાન, ઈંધણના ભાર (અને એટલે, શ્રેણી પણ): મોટા અને ધીમા વિમાનો, જેમ કે, ઈ-2 (E-2) હૉકઆઇ અને ભારે રીતે લદાયેલા લડાકૂ વિમાનો, જેમ કે, એફ/18ઈ/એફ (F/A-18E/F) સુપર હૉર્નેટ અને સુખોઈ એસયુ-33 (Su-33) વિમાનોને સ્કી-જમ્પનો ઉપયોગ કરીને સફળતાથી છોડી નથી શકાતા. કારણ કે, તેમના ભારે વજનના કારણે, તેને ઉડ્ડાણ માટે વિમાનવાહક જહાજના તૂતક પર ઉપલબ્દ્ધ જગ્યા કરતા વધુ જગ્યાની જરૂર પડે છે અથવા કૅટપલ્ટની મદદની જરૂર રહે છે, આમ છતાં, એસયુ-33 (Su-33) ઓછા ઈંધણ અને હથિયારોના વજન સાથે સ્કી-જમ્પ પરથી ઉડ્ડાણ નથી ભરી શકતા.

એફ-16 નું ઉતરાણ

સેવારત વિમાનવાહક યુદ્ધ જહાજો[ફેરફાર કરો]

[36]
વિવિધ શ્રેણીના ચાર આધુનિક વિમાનવાહક જહાજો-[37], વર્ષ 2002માં અભિયાન દરમિયાન એફ.એસ.(FS) ચાર્લ્સ દ ગોલે, [38] અને [39] અને સંરક્ષક જહાજો. આક્રમક અભિયાનો દરમ્યાન જહાજો વચ્ચે સામાન્ય રીતે જે અંતર હોય તેના કરતા વધુ નજીકથી જહાજો નૌકાનયન કરી રહ્યાં છે.
એચ.ટી.એમ.એસ. (HTMS) ચાકરી નારુબેટ અને [40]
રશિયાના વિમાનવાહક જહાજ એડમિરલ કુઝનેત્સોવ

સામાન્ય રીતે, નૌકાદળો દ્વારા સંચાલિત જહાજોમાં વિમાનવાહક જહાજો સૌથી મોટા હોય છે. કુલ 22 વિમાનવાહક જહાજો સેવારત છે, જે વિશ્વભરના નવ નૌકાદળો માટે કામગીરી બજાવે છે. વધુમાં ધ પીપલ્સ રિપબ્લિક ચાઈનાના દળ પીપલ્સ લિબરેશન આર્મી નેવી અગાઉ સોવિઅત સંઘનું વિમાનવાહક જહાજ વારયાગ ધરાવે છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ફ્રાન્સ, ભારત, ઈટાલી, જાપાન, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગ્ડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન (ધ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના) હેલિકોપ્ટરોનું વહન કરી શકે અને સંચાલન કરી શકે તેવા જહાજો ધરાવે છે.

વર્તમાન સમયમાં કાર્યરત હોય તેવી શ્રેણીઓ:

બ્રાઝિલ (1)
 • એનએઇ સાઓ પોલો (એ12): 32,800 ટનનું મૂળ ફ્રાન્સનું વિમાનવાહક જહાજ એફએસફોચ (1960માં જલાવતરણ થયું), વર્ષ 2000માં ખરીદ્યું
ફ્રાન્સ (1)
 • ચાર્લ્સ દ ગોલે (આર 91) : 42,000 ટનનું અણુ ઊર્જા સંચાલિત વિમાનવાહક જહાજ વર્ષ 2001માં સામેલ કરવામાં આવ્યું.
ભારત (1)
 • આઈએનએસ (INS)વિરાટ  : 28,700 ટનનું મૂળ બ્રિટનનું વિમાન વાહક જહાજ એચએમએસ (HMS) હર્મસ (વર્ષ 1953માં જલવાતરણ), વર્ષ 1986માં ખરીદ્યું અને વર્ષ 1987માં સામેલ કરવામાં આવ્યું, તેને વર્ષ 2019માં સેવાનિવૃત્ત કરવાનું આયોજન છે.[૫]
ઈટાલી (2)
 • ગ્યુસેપ ગેરિબેલ્દી (551): 14,000 ટનનું ઈટાલીનું એસટીઓવીએલ(STOVL) વાહક જહાજ વર્ષ 1985માં સામેલ કરવામાં આવ્યું.
 • કેવૉર (550): 27,000 ટનનું ઈટાલીનું એસટીઓવીએલ(STOVL) વાહક જહાજ વર્ષ 2008માં સેવામાં સામેલ થયું.
રશિયા (1)
 • એડમિરલ ફ્લોટા સોવેતસ્કોવો સોયુઝા કુઝનેત્સોવ : 67,500 ટનનું કુઝનેત્સોવ શ્રેણીનું સ્ટોબર (STOBAR) વિમાનવાહક જહાજ. વર્ષ 1985માં ત્બીલીસી ના નામથી શરૂ થયું, વર્ષ 1985માં તે કાર્યરત થયું અને તેનું પુનઃનામકરણ કરવામાં આવ્યું.
સ્પેન (1)
 • પ્રિન્સિપ દ અસ્ટુરિયાસ (R11): 17,200 ટનનું એસટીઓવીએલ વાહક જહાજ (STOVL) વર્ષ 1988માં સામેલ થયું.
થાઈલેન્ડ (1)
 • એચટીએમએસ (HTMS) ચાકરી નારુબેટ : 11,400 ટનનું વિમાનવાહક જહાજ સ્પેનના પ્રિન્સિપ દ અસ્ટુરિયાસ ની સંરચના પર આધારિત છે. વર્ષ 1997માં તેને સામેલ કરવામાં આવ્યું. જોકે, નાણાંના અભાવે મોટાભાગે નિષ્ક્રિય રહ્યું છે.[સંદર્ભ આપો]
યુનાઇટેડ કિંગ્ડમ (2)
 • ઈનવિનસિબલ શ્રેણી: મૂળ ત્રણ એસટીઓવીએલ (STOVL) વાહક જહાજ સામેલ કરવામાં આવ્યા હતા, જેમાંથી બે સક્રિયપણે કાર્યરત છે.
યુનાઇટેડ સ્ટેટ્સ (11)
 • યુએસએસ(USS) એન્ટરપ્રાઈઝ (CVN-65): 93,500 ટનનું વજન ધરાવતું સુપર કૅરિઅર વર્ષ 1961માં સામેલ કરવામાં આવ્યું. તે પ્રથમ પરમાણુ ઊર્જા સંચાલિત વિમાનવાહક જહાજ છે. વર્ષ 2013માં તેને સેવાનિવૃત્ત કરવામાં આવશે,[૬] જેને વર્ષ 2014-2015 સુધી લંબાવી શકાય તેમ છે.
 • નિમિત્ઝ શ્રેણી : અણુ ઊર્જા સંચાલિત 101,000 દસ સુપરકૅરિઅર્સમાં પ્રથમ જહાજ વર્ષ 1975માં સામેલ કરવામાં આવ્યું હતું. નિમિત્ઝ શ્રેણીના જહાજો બે ન્યૂક્લિઅર રિએક્ટર અને ચાર વરાળ ચલિત ટર્બાઈનથી ચાલે છે. તે 1,092 ફૂટ (333 મીટર) લાંબા હોય છે. અમેરિકાના નૌકાદળ પાસે વિમાનવાહક જહાજોનો સૌથી મોટો બેડો છે. જેમાં 11 સુપરકૅરિઅર્સ સેવામાં છે, જ્યારે એક નિર્માણાધિન છે.

ભાવિ વિમાનવાહક જહાજો[ફેરફાર કરો]

વર્તમાન સમયમાં વિમાનવાહક જહાજો ધરાવનાર અનેક રાષ્ટ્રો પ્રવર્તમાન શ્રેણીના સ્થાને નવી શ્રેણીના વિમાનવાહક જહાજોનું નિર્માણ કરવાનું આયોજન કરી રહ્યાં છે. દુનિભારના નૌકાદળ માને છે કે, નજીકના ભવિષ્યમાં પણ વિમાનવાહક જહાજો બની રહેશે, શસ્ત્રોથી સજ્જ જહાજોને વિમાનવાહક જહાજોના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યા, પરંતુ, તેની લવચિકતા ખૂબ ઓછી છે.[સંદર્ભ આપો]

ચીન[ફેરફાર કરો]

વરાગને ખેંચવામાં આવી રહ્યું છે.

ચીને વર્ષ 2001માં યુક્રેઈન પાસેથી નિર્માણાધિન સોવિએત વિમાનવાહક જહાજ વારયાગ ખરીદ્યુ. જેને તરતા કેસિનો (જુગારઅડ્ડા)માં ફેરવવાનું આયોજન હતું. પરંતુ, બંદર પર લાંગરેલા જહાજની છબીઓના આધારે એવા અણસાર મળી રહ્યાં છે કે, કેસિનો બનાવવાની યોજના પડતી મૂકવામાં આવી છે અને તેનો લશ્કરી હેતુ માટે ઉપયોગ થશે. આમ છતાં, ચીનના નૌકાદળમાં તે કેવી ભૂમિકા ભજવશે તેના નિર્ણયાત્મક પુરાવા હજુ સુધી સાંપડ્યા નથી.

વર્ષ 2008ના ડિસેમ્બર માસના અંતિમ સમયમાં અને વર્ષ 2009ના જાન્યુઆરી માસના શરૂઆતના સમયમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે, ચીન દ્વારા પરંપરાગત ઈંધણથી ચાલતા બે વિમાનવાહક જહાજોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે વર્તમાન 50,000 થી 60,000 ટનના જહાજોનું સ્થાન લેશે. સંભવતઃ વર્ષ 2015માં તેનું જલાવતરણ થશે,[૭] અને એવા પણ અહેવાલો છે કે, ચીન વિમાનવાહક જહાજોનું નિર્માણ કરવાની યોજના ધરાવે છે.[૮]

ફ્રાન્સ[ફેરફાર કરો]

ફ્રાન્સના નૌકાદળ દ્વારા ચાર્લ્સ દ ગોલે ને સહાયક બની શકે તેવા બીજા સીટીઓએલ (CTOL) વિમાનવાહક જહાજના નિર્માણ માટે કામગીરી હાથ ધરી છે. તેની સંરચના વધુ મોટી અને 65-74,000 ટનના વજનવાળુ હશે. તે ચાર્લ્સ દ ગોલે ની જેમ અણુ-ઊર્જાથી સંચાલિત નહીં હોય. રોયલ નેવી દ્વારા સીએટીઓબીએઆર (CATOBAR) પરિચાલન માટેના વિમાનવાહક જહાજની સંરચનાના આધાર પર નવા વિમાનવાહક જહાજની ડિઝાઈન તૈયાર કરવામાં આવશે. (રૉયલ નેવીની ધ થેલ્સ/બીએઈ (BAE)સીસ્ટમ ડિઝાઈનએ એસટીઓવીએલ (STOVL) વિમાનવાહક જહાજ પર આધારિત છે, જેને સીએટીઓબીએઆર (CATOBAR) પરિચાલન માટે પરિવર્તિત કરી શકાય છે.)

21 જૂન 2008ના દિવસે ફ્રાન્સના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીએ આ કાર્યક્રમમાં ફ્રાન્સની ભાગદારીના નિર્ણયને મોકૂફ કર્યો. તેમણે કહ્યું કે, ફ્રાન્સના વિમાનવાહક જહાજોના ભાવિ અંગે વર્ષ 2011 અથવા વર્ષ 2012માં નિર્ણય લેવામાં આવશે. બ્રિટને આયોજન પ્રમાણે બે વિમાનવાહક જહાજોને આગળ લાવવા માટેનું આયોજન કર્યું હતુ અને તેમાં ફ્રાન્સની ભાગીદારી અંગે કોઈ જ શરતો ન હતી.

ભારત[ફેરફાર કરો]

આઈએનએસ (INS) વિક્રમાદિત્યનું ચિત્ર, જેની ભારતીય નૌકાદળ માટે મરામત કરવામાં આવી રહી છે.

એપ્રિલ 2005માં ભારતે વિક્રાન્ત શ્રેણીના 260 મીટર લાંબા અને 40,000 ટનના વિમાનવાહક જહાજનું નિર્માણ શરૂ કર્યું.[૯] નવા જહાજની કિમંત યુ.એસ. (US) $762 મિલિયનની રહેશે અને અને તેનું સંચાલન મિગ-29K (MiG-29K), નૌકાદળનું એચએએલ (HAL) તેજસ અને દરિયાઈ હૅરિઅર વિમાન સાથે જ ભારત દ્વારા નિર્માણ પામેલા હેલિકોપ્ટર એચએએલ (HAL) ધ્રુવ દ્વારા કરવામાં આવશે.[૯] જહાજનું સંચાલન ચાર ટર્બાઈન એન્જિનો દ્વારા થશે અને તેની ક્ષમતા 8,000 નોટિકલ માઈલ (14,000 કિલોમીટર)ની હશે, તે 160 અધિકારીઓ, 1,400 ખલાસીઓ અને 30 વિમાનોનું વહન કરી શકશે. સરકારના કોચીન ખાતેના જહાજવાડામાં તેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.[૯] વર્ષ 2014માં તેને સેવા માટે સામેલ કરવાનું આયોજન છે.[૧૦]

ડિસેમ્બર 2009માં,પોતાની પ્રથમ પત્રકાર પરિષદમાં નૌકાદળના વડા નિર્મલ વર્માએ કહ્યું હતું કે, ડાયરેક્ટરેટ ઓફ નેવલ ડિઝાઈન દ્વારા બીજા વિમાનવાહક જહાજની વિભાવનાઓ અંગે ચકાસણી કરવામાં આવી રહી છે. આઈ.એ.સી-2 (IAC-2), પરંપરાગત ઈંધણથી ચાલતા અને 50,000 ટનના વિમાનવાહક જહાજોનું સ્થાન લેશે. ચોથી પેઢીના વિમાનોની ઉડ્ડાણ માટે તેમાં જહાજ વરાળ સંચાલિત કૅટપલ્ટ્સ બેસાડવામાં આવશે. જ્યારે ગોર્શકોવ/વિક્રમાદિત્ય અને આઈએસી (IAC) પર સ્કી-જમ્પ હશે).[૧૦]

વર્ષ 2004માં, યુ.એસ. (US) $1.5 બિલિયનના ખર્ચે રશિયા પાસેથી એડમિરલ ગોર્શકોવ ખરીદવા માટે ભારત સહમત થયું. તેને આઈએનસ (INS) વિક્રમાદિત્ય [૧૧], નામ આપવામાં આવ્યું, સમારકામના અંતે તે વર્ષ 2008માં ભારતીય નૌકાદળમાં જોડાય તેવી સંભાવના હતી.[૧૨] જોકે, જૂલાઈ 2007માં સમારકામમાં સમય લાગશે તેવી જાહેરાત કરવામાં આવી.

જુલાઈ 2008માં, જહાજની બિસ્માર હાલતના કારણે ખર્ચ વધી ગયું અને રશિયાએ તેની કિંમત વધારીને યુ.એસ. (US) $3.4 બિલિયન કરી નાખી.[૧૧] ડિસેમ્બર 2008માં, છેવટે ભારતે એડમિરલ ગોર્શકોવ ખરીદવાનો નિર્ણય લીધો, કારણ કે, ઉપલબદ્ધ વિકલ્પોમાં તે સર્વશ્રેષ્ઠ હતો.[૧૩] ફેબ્રુઆરી 2009માં, રશિયનોએ એડમિરલ ગોર્શકોવ ના પુનઃનિર્માણ માટે વધુ $700 મિલિયનની માગણી કરી, જેના કારણે રશિયા દ્વારા માંગવામાં આવેલી રકમ $2.9 બિલિયન પર પહોંચી ગઈ, જે તેની મૂળ કિંમત કરતા ત્રણ ગણી વધુ છે.[૧૪] 8 ડિસેમ્બર 2009માં, એવા અહેવાલો આવ્યા હતા કે, ભારત અને રશિયા, યુ.એસ. (US)ના $2.2 બિલિયન અમેરિકન ડૉલરમાં ગોર્શકોવનો સોદો કરવા સહમત થયા.[૧૫][૧૬]

રશિયા[ફેરફાર કરો]

23 જૂન, 2007ના દિવસે રશિયાના નૌકાદળના કમાન્ડર-ઈન-ચીફ એડમિરલ વ્લાદમિર મેસોરિને સત્તાવાર રીતે કહ્યું હતું કે, નૌકાદળ દ્વારા નવા અણુ-ઊર્જા સંચાલિત વિમાનવાહક જહાજની સંરચના અંગે વિચારણા કરવામાં આવી રહી છે.[૧૭][૧૮] જે માટેની શ્રેણીની ઘોષણા એક માસ અગાઉ કરવામાં આવી હતી. જહાજોનું નિર્માણ કાર્ય વર્ષ 2010 આસપાસ, સિવરોદવિન્સક ના ઝેવ્ઝદોચકા એકમ ખાતે શરૂ થાય તેવી સંભાવના છે. જ્યાં 1,00,000 ટન કરતા મોટા જહાજોનું નિર્માણકાર્ય થઈ શકે તેવી સૂકી ગોદીનું નિર્માણકાર્ય ચાલુ છે.[૧૯] પોતાના નિવેદનમાં એડમિરલ મેસોરિને કહ્યું હતું કે, યોજનાના સામાન્ય પાસાં નક્કી થઈ ગયા છે. પ્રસ્તાવિત વિમાનવાહક જહાજ અણુ-ઊર્જાથી સંચાલિત હશે. લગભગ 50,000 ટનનું આ જહાજ 30-35 એર સુપીરિઑરિટિ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની હવાઈ પાંખની વહન ક્ષમતા ધરાવતું હશે. ઉપર છલ્લી દ્રષ્ટિએ તેની સરખામણી ફ્રાન્સના ચાર્લ્સ દ ગોલે સાથે થઈ શકે. એડમિરલ મેસોરિને કહ્યું હતું કે, યુ.એસ. (US)નું નૌકાદળ જે પ્રકારના મહાકાય (જહાજો) બનાવે છે, જે 100-130 વિમાનોનું વહન કરતા હોય છે, અમે એવા કોઈ (જહાજ)નું નિર્માણ નહીં કરીએ.[૧૮] પ્રસ્તાવિત મુસદ્દા, રશિયાના નૌકાદળની પરંપરાગત ભૂમિકાનું પ્રતિબિંબ રજૂ કરે છે, જેમાં વિમાનવાહક જહાજ સબમરિન અને ગાઈડેડ મિસાઈલ ક્રૂઝર, નિયંત્રિત મિસાઈલ યુદ્ધનૌકાને સહાયક માળખું પૂરું પાડે છે.

રશિયાનું નૌકાદળ વિભાગ લાંબા સમયથી એ વાત પર સહમત હતું કે, કિવ -શ્રેણીના વિમાનવાહક જહાજોને સેવાનિવૃત્ત કર્યા પછી કાર્યરત એકમાત્ર વિમાનવાહક જહાજ, એડમિરલ કુઝનેત્સોવ પૂરતું નથી અને નૌકાદળની હવાઈ સહાય માટેની જરૂરિયાતોને પૂરી કરવા માટે વધુ ત્રણથી ચાર વિમાનવાહક જહાજોની જરૂર છે.[સંદર્ભ આપો]જોકે 1990ના દાયકામાં આર્થિક અને સંસ્થાકીય અરાજકતાના કારણે એડમિરલ કુઝનેત્સોવ ની સંભાળ રાખવી પણ મુશ્કેલ બની ગઈ હતી. વર્ષ 2000 પછીથી રશિયાની આર્થિક સ્થિતિ સુધરી છે, જેના પગલે સંરક્ષણ ખર્ચમાં નોંધપાત્ર વધારો કરવો શક્ય બન્યો છે. વર્ષ 2008ના નૌકા દિવસ પર બોલતા એડમિરલ વ્લાદમિર વ્યોસ્તોસ્કી એ ઘોષણા કરી હતી કે, રશિયા પાંચ થી છ વિમાનવાહક જહાજોનું નિર્માણ કરવાનું આયોજન ધરાવે છે. આ નિર્માણકાર્યની શરૂઆત વર્ષ 2012-2013 આસપાસ થશે, આ જહાજોને ઉત્તરીય અને પ્રશાંત મહાસાગરના જહાજ બેડામાં સામેલ કરવામાં આવશે.[૨૦] વર્ષ 2050-2060માં નવા વિમાનવાહક જૂથો પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થાય તેવી વકી છે.[૨૧] યુનાઈટેડ શિપબિલ્ડિંગ કોર્પોરેશનના સૂત્રોના કહેવા પ્રમાણે, નવા વિમાનવાહક જહાજો પાંચમી પેઢીના લડાયક વિમાનો ઉપરાંત માનવ રહિત વિમાનોના વહનની ક્ષમતા ધરાવે છે અને તેમનું વજન 60,000 મેટ્રિક ટન સુધીનું હશે.[૨૨]

સ્પેન[ફેરફાર કરો]

વર્ષ 2003માં સ્પેનના નૌકાદળ માટે 231 મીટર લાંબા અને 27,000 ટન વજન ધરાવતા જુઆન કાર્લોસ – I ના નિર્માણ કાર્યને મંજૂરી આપવામાં આવી હતી, વર્ષ 2005ના ઓગસ્ટ માસમાં તેનું નિર્માણકાર્ય શરૂ થયું. જહાજ નિર્માણનું કાર્ય કરતી કંપની નવાન્તિયાને નિર્માણનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.[૨૩] 10 માર્ચ 2008ના દિવસે આ જહાજનું જલાવતરણ થયું.[૨૩] વર્ષ 2011માં તેને નૌકાદળમાં સામેલ કરવામાં આવશે.[સંદર્ભ આપો]જુઆન કાર્લોસ I ની સંરચનાને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, જહાજ તેને સોંપવામાં આવેલા અભિયાનના આધારે ઉભયસ્થલીય આક્રમક જહાજ અને એસટીઓએલ (STOVL) વિમાનવાહક જહાજની કામગીરી બજાવી શકે છે.[૨૩] ભવિષ્યમાં સ્પેનનું નૌકાદળ પ્રમાણમાં નાના એવા સંઘર્ષોમાં સામેલ થાય તેવી સંભાવના છે, આ વાતને ધ્યાનમાં રાખીને જહાજની સંરચના તૈયાર કરવામાં આવી હતી. જ્યારે તેને હવાઈ અભિયાનની કામગીરી માટે સામેલ કરવામાં આવશે ત્યારે તેનું વજન 24,660 ટન હશે. આ જહાજ એવી - 8બી+ મેટાડોર (AV-8B+ Matadors), એફ-35 (F-35) અને હેલિકોપ્ટર એમ મળીને કુલ 30 વિમાનોના મિશ્ર જૂથનું વહન કરી શકશે.[૨૩] આ જહાજમાં સ્કી-જમ્પ અને ત્રિ-પરિમાણીય રડાર આધારિત લડાકૂ પ્રણાલી બેસાડવામાં આવી છે.[૨૩]

યુનાઇટેડ કિંગડમ[ફેરફાર કરો]

ક્વિન એલિઝાબેથ શ્રેણીનું ચિત્ર, રૉયલ નેવી માટે આ પ્રકારના બે (જહાજ) નિર્માધિન છે.

રૉયલ નેવી દ્વારા ઈનવિનસિબલ -શ્રેણીના ત્રણ વિમાનવાહકોના સ્થાને વધુ મોટા કદના ક્વિન એલિઝાબેથ શ્રેણીના બે એસટીઓવીએલ (STOVL) વિમાનવાહક જહાજો માટે કરાર કરવામાં આવ્યા છે. આ જહાજોનું નામકરણ કરવાનું બાકી છે. ઢાંચો:HMS અને ઢાંચો:HMS.[૨૪][૨૫] આ વિમાનવાહક જહાજો 40 જેટલા વિમાનોનું વહન કરવાની ક્ષમતા ધરાવતા હશે અને તેમનું વજન 65,000 ટન જેટલું રહેશે. આ બંને જહાજો અનુક્રમે વર્ષ 2016 અને વર્ષ 2018માં સામેલ કરવામાં આવશે, જે તેની મૂળ યોજના કરતા બે વર્ષનું મોડું છે.[૨૬] તેના મુખ્ય સાધનમાં એફ-35બી લાઈટીંગ-II (F-35B) રહેશે અને જહાજના દળની સંખ્યા 1450 આસપાસ રહેશે.[૨૭] આ બંને જહાજો રૉયલ નેવીના અત્યાર સુધીના સૌથી મોટા જહાજો હશે. શરૂઆતમાં આ જહાજોને એસટીઓવીએલ (STOVL) અભિયાનો માટે સજ્જ કરવામાં આવ્યા હતા, આમ છતાં, આ વિમાનવાહક જહાજો એસટીઓબીએઆર (STOBAR) કે સીએટીઓબીએઆર (CATOBAR) કે વિમાનોને અનુકૂળ થઈ શકે તેમ છે. આ અનુકૂળતાને કારણે બંને જહાજો પરથી ભાવિ પેઢીના કોઈપણ પ્રકારના વિમાનોને સંચાલિત કરી શકાશે.

યુનાઇટેડ સ્ટેટ્સ[ફેરફાર કરો]

યુ.એસ. (US)ના ગેરાલ્ડ આર. ફોર્ડ શ્રેણીના વિમાનવાહક જહાજની ચિત્રકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી છબી.

યુએસ (US)ના જહાજ બેડાના વર્તમાન નિમિત્ઝ શ્રેણીના વિમાનવાહક જહાજો પછી (અને કેટલાક કિસ્સાઓમાં નિમિત્ઝ શ્રેણીના જહાજોના બદલે) ગેરાલ્ડ આર. ફોર્ડ શ્રેણીના જહાજો સ્થાન લેશે. સુપરકૅરિઅર્સના જહાજો વધુ સ્વયંસચાલિત સાધનોથી સજ્જ હશે. જેથી કરીને તેમના સંચાલન અને જાળવણી માટે ઓછું ખર્ચ થાય. નવી લાક્ષણિકતાઓમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમ (EMALS), (જે જૂની કૅટપલ્ટ્સ પ્રણાલીનું સ્થાન લેશે) અને માનવરહિત વિમાનોનો સમાવેશ થાય છે.

માર્ચ 2007માં ઢાંચો:USSને સેવાનિવૃત્ત કર્યા પછી ઢાંચો:USS, યુ.એસ. (U.S.)ના જહાજ બેડામાં 11 સુપરકૅરિઅર્સ સામેલ છે. 24 જુલાઈ 2007ના દિવસે હાઉસ આર્મ્ડ સર્વિસિઝ સીપાવર સબકમિટિએ સાતથી આઠ નવા વિમાનવાહક જહાજોની તરફેણ કરી (દર ચાર વર્ષે એક). જોકે, આ માટેના વધુ પડતા ખર્ચ પર ગહન ચર્ચા થઈ રહી છે, $12 થી 14.5 બિલિયનના (વધુમાં વિકાસ અને સંશોધન પાછળ $12 બિલિયન) 1,00,000 ટનના ગેરાલ્ડ ફોર્ડ -શ્રેણીના વિમાનવાહક જહાજોની સરખામણીએ અમેરિકા -શ્રેણીના ઉભયસ્થલીય આક્રમક જહાજો કે જે પ્રમાણમાં નાના $2 બિલિયનના ખર્ચના 45,000 ટનના એફ-35બી (F-35B) સ્કવૉર્ડનને તૈનાત કરી શકે છે.[૨૮]

આ પણ જુઓ[ફેરફાર કરો]

 • વિમાનવાહક યુદ્ધ જહાજોનો ઇતિહાસ
 • આઘુનિક યુએસ (US) નૌકાદળ જહાજોના હવાઈ અભિયાન
 • પ્રોજેક્ટ હબુક્કુક
 • સીડરોમ
 • મોબાઇલ ઓફસોર બેસ
 • જહાજના વર્ગીકરણ ચિહ્નો
 • ડૂબી ન શકે તેવું વિમાનવાહક જહાજ (એનસિન્કેબલ એરક્રાફ્ટ કૅરિઅર)

અન્ય પ્રકારના વિમાનવાહક જહાજો[ફેરફાર કરો]

 • એન્ટી-સબમરીન જહાજ
 • હેલિકોપ્ટર જહાજ
 • ઉભયસ્થલીય આક્રમક જહાજ
 • સી પ્લેન ટેન્ડર(દરિયાઈ વિમાન પહોંચાડનારું મદદનીશ વહાણ)
 • બલૂન કૅરિઅર
 • હવાઈ વિમાનવાહક જહાજ
 • દરિયાઈ વિમાનવાહક જહાજ

સંબંધિત યાદીઓ[ફેરફાર કરો]

 • વિમાનવાહક જહાજોની યાદી
  • દેશ પ્રમાણે વિમાનવાહક જહાજોની યાદી
  • સાપેક્ષ સ્થિતિ પ્રમાણે વિમાનવાહક જહાજોની યાદી


  • સેવારત વિમાનવાહક જહાજોની યાદી
  • વિમાનવાહક જહાજોની સેવા સમય મર્યાદા
 • ઉભયસ્થલીય યુદ્ધ જહાજોની યાદી
 • વૈશ્વિક ધોરણે સેવારત યુદ્ધ જહાજોની સંખ્યા

સંદર્ભો[ફેરફાર કરો]

નોંધ
 1. વાકામિયા ઈસ "ક્રિએટેડ વીથ કન્ડક્ટીંગ ધી ફર્સ્ટ સક્સેસફુલ કૅરિઅર એર રેઇડ ઈન હિસ્ટ્રી" સોર્સ :ગ્લોબલ સિક્યુરિટી. ઓઆરજી
 2. "સાબરે એટ પ્રીન્સેઉ", ક્રિસ્ટીઅન પોલાક, p. 92.
 3. આઇજેએન વાકામિયા એરક્રાફ્ટ કૅરિઅર
 4. "The US Navy Aircraft Carriers". Navy.mil. મૂળ માંથી 2009-02-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-30. સંગ્રહિત ૨૦૦૯-૦૨-૨૧ ના રોજ વેબેક મશિન
 5. [૧]
 6. "હાઉસ ઓન્ડ સેનેટ આર્મેડ સર્વિસ કમિટિસ એગ્રી એફવાય FY 2010 નેવી શીપબીલ્ડીંગ ઓથોરાઇઝેશન " સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૭ ના રોજ વેબેક મશિન. ડિફપ્રો.કોમ, 10 ઓક્ટોબર 2009.
 7. "Herald Asahi" ([મૃત કડી]). મૂળ સંગ્રહિત માંથી 2009-01-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-14.
 8. "China Daily".
 9. ૯.૦ ૯.૧ ૯.૨ "Indian Aircraft Carrier (Project-71)". Indian Navy [Bharatiya Nau Sena]. Bharat Rakshak. મેળવેલ 11 September 2009.
 10. ૧૦.૦ ૧૦.૧ http://indiatoday.intoday.in/site/Story/73256/Top%20Stories/First+indigenous+aircraft+carrier+to+be+launched+next+year:+Navy+chief.html
 11. ૧૧.૦ ૧૧.૧ "રશિયન એરક્રાફ્ટ કૅરિઅર રેડી ઈન ૨૦૧૨ ઇફ ઈન્ડિયા પેય્સ $2 બિલિયન મોર". મૂળ માંથી 2011-06-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-14.
 12. "Article on India's indigenously built aircraft carrier". .chinadaily.com.cn. 2005-04-12. મેળવેલ 2009-01-30.
 13. [૨]
 14. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-02-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-14.
 15. http://timesofindia.indiatimes.com/india/India-Russia-end-stalemate-over-Gorshkov-price-deal/articleshow/5314150.cms
 16. http://www.indianexpress.com/news/usd-2.2billion/551431/
 17. "Russia to Build New Aircraft Carrier". મૂળ માંથી 2007-06-14 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-23.
 18. ૧૮.૦ ૧૮.૧ લેન્ટા.Ru newssiteGoogle translation to English 23 June 2007
 19. લેન્ટા. આરયુ ન્યુઝસાઇટ Ru newssite Google translation to English 4 July 2006
 20. આરઆઇએ નોવોસ્ટી. 2008, 27 જુલાઇ. "રશિયા ટુ હેવ 5–6 એરક્રાફ્ટ કૅરિઅર્સ ઈન નોર્થન, પેસેફિક ફ્લીટ્સ" સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૮ ના રોજ વેબેક મશિન.
 21. આરઆઇએ નોવેસ્ટી. 2008, 4 અપ્રિલ. "રશિયા ટુ હેવ 5–6 એરક્રાફ્ટ કૅરિઅર્સબાય 2060—નેવી કમાન્ડર" સંગ્રહિત ૨૦૧૦-૦૮-૧૦ ના રોજ વેબેક મશિન.
 22. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-05-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-14.
 23. ૨૩.૦ ૨૩.૧ ૨૩.૨ ૨૩.૩ ૨૩.૪ "LHD Juan Carlos I". Armada Española official web site. મેળવેલ 2009-02-24.
 24. "ક્વીન એડિઝાબેથ ક્લાસ ફ્યુચર એકક્રાફ્ટ કૅરિઅર CVF (002)." પિક, જે. ગ્લોબલ સિક્યુરિટી.ઓરજી.
 25. "UK | £3.2bn giant carrier deals signed". BBC News. 2008-07-03. મેળવેલ 2009-01-30.
 26. કૅરિઅર્સ ટુ એન્ટર સર્વિસ લેટ
 27. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-08-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-14.
 28. Kreisher, Otto (2007). "Seven New Carriers (Maybe)". AIR FORCE MAGAZINE, Journal of the Air Force Association. Air Force Association. 90 (10): 68–71. ISSN 0730-6784. મેળવેલ 2007-10-02. Unknown parameter |month= ignored (મદદ)
ગ્રંથસૂચિ
 • અડેર ક્લેમેન્ટ, "મિલિટરી એવિએશન", 1909, એડિટેડ એન્ડ ટ્રાન્સલેટેડ બાય લી કેન્નેટ્ટ, એર યુનિવર્સિટી પ્રેસ, મેક્સવેલ એર ફોર્સ બેસ એલબામાસ 2003, આઇએસબીએમ 1- 58566-118-X
 • ફ્રાન્સિલ્લોન, રેને જે, ટોન્કીન ગલ્ફ યાક્ટ ક્લબ યુએસ કૅરિઅર ઓપરેશન્સ ઓફ વિએતનામ , (1988) આઈએસબીએન 0-87021-696-1
 • ફ્રીડમેન, નોર્મન, યુ.એસ. એરક્રાફ્ટ કૅરિઅર્સ : એન આઇસોલેટેડ ડિઝાઇન હિસ્ટ્રી , નવલ ઈન્સ્ટિટ્યુટ પ્રેસ , 1983. આઈએસબીએન 0415214483. કન્ટેઇન્સ મેની ડિટેઇલ્ડ શીપ પ્લાન્સ.
 • નોર્ડીન, લોન, એર વોરફાર ઈન ધી મિસાઇલ એજ , (1985) આઇએસબીએન 1-58834-083-X
 • Polak, Christian (2005). Sabre et Pinceau: Par d'autres Français au Japon. 1872–1960 (French and Japaneseમાં). Hiroshi Ueki (植木 浩), Philippe Pons, foreword; 筆と刀・日本の中のもうひとつのフランス (1872–1960). éd. L'Harmattan.CS1 maint: unrecognized language (link)
 • Sturtivant, Ray (1990). British Naval Aviation, The Fleet Air Arm, 1917–1990. London: Arm & Armour Press. ISBN 0 85368 938 5.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ફ્યુચર એરક્રાફ્ટ કૅરિઅર: યુ.કે. આર્મ્ડ ફોર્સિસ ઈન્ટરનેશનલ ] સંગ્રહિત ૨૦૦૯-૦૪-૧૫ ના રોજ વેબેક મશિન

એરક્રાફ્ટ કૅરિઅર્સ ઓફ ધી યુએસએન (USN)] સંગ્રહિત ૨૦૧૩-૧૦-૧૭ ના રોજ વેબેક મશિન