વિલિયમ રૉવન હેમિલ્ટન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

સર વિલિયમ રૉવન હેમિલ્ટન (અંગ્રેજી: Sir William Rowan Hamilton) (જ. ૩ ઑગસ્ટ ૧૮૦૫, ડબ્લિન, આયર્લેન્ડ; અ. ૨ સપ્ટેમ્બર ૧૮૬૫, ડબ્લિન) ખ્યાતનામ આઇરિશ ભૌતિકશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ હતા. તેઓ આયર્લેન્ડના ન્યૂટન તરીકે ખ્યાતનામ હતા તથા અનેક ભાષાઓના જાણકાર હતા.

જીવન[ફેરફાર કરો]

હેમિલ્ટનનો જન્મ ૩ ઑગસ્ટ ૧૮૦૫ ના રોજ આયર્લેન્ડના ડબ્લિનમા થયો હતો. ત્રણ વર્ષની ઉંમરે તેઓ અસાધારણ પ્રતિભા ધરાવતા હતા. પાંચ વર્ષની ઉંમરે તેઓ લૅટિન, ગ્રીક અને હિબ્રૂ વાંચી શકતા અને ભાષાંતર કરી શકતા હતા. આઠ વર્ષની ઉંમરે તેમણે ઈટાલિયન અને ફ્રેન્ચ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું, અને દસમા વર્ષે સંસ્કૃત, અરબી અને પર્શિયન જેવી ભાષાઓમાં અસાધારણ પ્રગતિ કરી હતી. આ ઉપરાંત તેઓ હિદુસ્તાની, બંગાળી અને મરાઠી પણ શીખ્યા હતા. બારમે વર્ષે તેમણે સિરિયન ભાષાના વ્યાકરણનું સંકલન કર્યું અને તેર વર્ષ સુધીનિ ઉંમરમાં તેમણે તેર ભાષાઓ શીખી લીધી હતી. ચૌદમે વર્ષે તેમણે ભાષાઓના વળગણમાંથી મુક્તિ મેળવી ગણિત તરફ પોતાની પ્રવૃત્તિઓ વાળી. કવિ વર્ડઝવર્થે તેમને સાહિત્યને બદલે વિજ્ઞાન અને ગણિતનું લેખન-વાંચન-ચિંતન કરવાની સલાહ આપી. આ સલાહને આધારે તેઓ ડેન્સિન્કની વેધશાળામાં ખગોળશાસ્ત્રી તરીકે જોડાયા. તેમણે ટ્રિનિટીનો પૂર્વસ્નાતક અભ્યાસ પૂરો કરો અને સો પરીક્ષાર્થીઓમાં વિજ્ઞાન અને સાહિત્યમાં સૌથી વધારે ગુણ મેળવી પ્રથમ સ્નાન પ્રાપ્ત કર્યું. આથી ડબ્લિનમાં ખગોળશાસ્ત્રના અધ્યાપકની જગા ઉપર સ્નાતક ન હોવા છતાં સંચાલક મંડળે તેમને અધ્યાપક તરીકે પસંદ કર્યા.[૧],

સંશોધન[ફેરફાર કરો]

ખગોળ ઉપરાંત તેમણે ગાણિતીક ભૌતિકવિજ્ઞાનમાં સંશોધન કર્યું હતુ અને પ્રકાશવિજ્ઞાન (optics)માં કિરણ પ્રણાલીનો સિદ્ધાંત આપ્યો હતો. દ્રિ-અક્ષીય સ્ફટિકમાં પ્રકાશના વક્રીભવનને કારણે મળતી સાંકળીય અપવર્તન (conical refraction) ની ઘટના શોધી તેમજ ત્રિ-પરિમાણી અવકાશમાં ધૂર્ણન (rotation)નું બીજગણિત આપ્યું; જેને તેમણે 'ક્વાટનિર્યન' નામ આપ્યું હતુ. તેમનુ નામ કેટલાંક સમીકરણ, સિદ્ધાંત અને વિધેય સાથે સંકળાયેલ છે.[૧]

હેમિલ્ટનનું સમીકરણ[ફેરફાર કરો]

આ સમીકરણમાં લાગ્રાઞેના સમીકરણોને પુન:કથિત કરવામાં આવ્યાં છે. તેમાં બળ કરતાં વેગમાન પર વધુ ભાર મૂકવામામ્ આવ્યો છે. ક્વૉન્ટમ યાંત્રિકી સમેત અન્ય આધુનિક યંત્રશાત્રમાં તેનો ઘણો ઉપયોગ થાય છે. લાગ્રાઞેના અંશત: વિકલન (partial differential) સમીકરણો કરતાં હેમિલ્ટનનાં સમીકરણોની સંખ્યા બમણી હોય છે, પણ તે દ્રિઘાતી હોવાને બદલે એકઘાતી હોય છે. તેમાં હેમિલ્ટોનિયન વિધેય (H) નો સમાવેશ થાય છે, જ્યાં સામાન્ય રીતે કુલ ઉર્જાને વ્યાપ્તીકૃત સ્થાનનિર્દેશકો (q) અને વ્યાપ્તિકૃત સંવેગિ નિર્દેશાંકો (p) ના સંદર્ભમાં વ્યક્ત કરવામાં આવે છે. જેમ કે,

માન - સન્માન[ફેરફાર કરો]

તેમને અનેક માન-સન્માન મળ્યાં હતાં. રૉયલ આઇરિશ અકાદમીમાં તેઓ પ્રમુખ પદ પર રહ્યાં હતા અને તેમને નાઇટહૂડનો ઇલકાબ મળ્યો હતો. બ્રિટિશ સરકારે તેમને ૨૦૦ પાઉન્ડનું વર્ષાસન આપ્યું હતું. યુનાઈટેડ સ્ટેટ્સની નૅશનલ અકાદમીએ તેમને 'ફોરેઈન ઍસોસિયેટ' તરીકે ચૂંટી તેમનું બહુમાન કરું હતું.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ પટેલ, પ્રહલાદ (૨૦૦૯). ગુજરાતી વિશ્વકોશ ૨૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૫૭૧.