વિશ્વેશ પરમાર

વિકિપીડિયામાંથી
વિશ્વેશ પરમાર
વ્યવસાયપાર્શ્વગાયક Edit this on Wikidata
શૈલીrock music Edit this on Wikidata

વિશ્વેશ પરમાર એક ભારતીય પ્લેબેક સિંગર/ રેકોર્ડીંગ આર્ટીસ્ટ અને સંગીતકાર છે. તેઓ અર્બન ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશ? ના પોતાનાં ગીત "પંખીડા" માટે જાણીતા છે.[૧][૨] તેઓ આ ગીત માટે બીનાની બિગ ગુજરાતી "મોસ્ટ એન્ટર્ટેઈનીંગ સૉન્ગ 2012" નો પુરસ્કાર જીતેલો છે.

શરુઆતનું જીવન[ફેરફાર કરો]

વિશ્વેશ પરમાર નો જન્મ ગુજરાતના આણંદમાં 28 નવેમ્બર 1983 ના રોજ થયો, તેઓ નડિયાદ શહેરમાં સ્થાયી થયા છે. તેઓ એ નડિયાદની સેન્ટ મેરિસ સ્કૂલ માં અભ્યાસ કર્યો અને 2001 માં તેઓ એન્જિનિરીંગ ભણવા માટે પાસેના શહેર વલ્લભ વિદ્યાનગરમાં આવેલ એ.ડી. પટેલ ઈંસ્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કૉલેજ માં દાખલ થયા.

કારકિર્દી[ફેરફાર કરો]

ફેબ્રુઆરી 2007 માં તેઓ અમદાવાદ ગયા , ત્યાં તેમણે કાફેમાં અને કોલેજમાં સોલો પર્ફોર્મસ આપવાનું શરુ કર્યું. જુલાઈ 2008માં તેઓ સાઉન્ડ એન્જિનિરીંગ અને રેકોર્ડિંગ આર્ટસ ભણવા માટે મુંબઈ ગયા. ડિપ્લોમા પતાવ્યા પછી તેઓએ બોલિવૂડ ફિલ્મોમાં સાઉન્ડ એન્જીનીર તરીકે કામ ચાલુ કર્યું. 2012 માં તેઓ એ સંગીતકાર તરીકે "કેવી રીતે જઈશ" ફિલ્મમા પોતાના ગીતો "પંખીડા" અને "ખરેખર" આપ્યા.

પંખીડાને મળેલ પ્રતિસાદ[ફેરફાર કરો]

"પંખીડા" એ વિશ્વેશ પરમારે ફિલ્મ માટે આપેલું સૌ પ્રથમ ગીત છે,આ ગીત રિલીઝ થયાના થોડા કલાકોમાંજ ઘણું પ્રખ્યાત થયું. ગીતને ડાઉનલોડ કરવા માટે ખુલ્લું મુકવામાં આવતા (26 મેં , 2012) , ઓફિશ્યિલ વેબસાઇટ ઉપરથી ફક્ત ચાર દિવસમાં 100 000 વખત ડાઉનલોડ થયું. રાજ્યના પ્રમુખ છાપાઓએ આ ગીત ને વાયરલ હિટ જાહેર કર્યું [૩][૪]

ફિલ્મો[ફેરફાર કરો]

વર્ષ શીર્ષક નોંધ
2010 રંણ
બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિક્સિંગ એન્જીનીર
2010 ફૂંક 2 બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિક્સિંગ એન્જીનીર
2010 પે બેક બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિક્સિંગ એન્જીનીર
2010 રક્ત ચરિત્ર ગાયક - મીલા તો મરેગા , સહાયક સંગીતકાર ,બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિક્સિંગ એન્જીનીર [૫]
2010 રક્ત ચરિત્ર 2 ગાયક - મીલા તો મરેગા (ઇલેક્ટ્રો મિક્સ ), સહાયક સંગીતકાર,બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિક્સિંગ એન્જીનીર
2012 કેવી રીતે જઈશ
ગાયક અને સંગીતકાર - "પંખીડા" અને " ખરેખર "
2014 ગેંગ ઓફ ધોસ્ટસ
ગાયક - ઇશ્ક બહેન કા ધીન્ના
[૬]
2014 ચાચી'સ ફ્યુનરલ
સંગીતકાર[૭]

પુરસ્કારો[ફેરફાર કરો]

2012: "કેવી રીતે જઈશ" ના ગીત "પંખીડા" માટે બીનાની બિગ ગુજરાતી એવોર્ડ - " દ મોસ્ટ એન્ટરટેઈનીંગ સોન્ગ 2012" ના વિજેતા

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Vishvesh Parmar". Stay.com. મૂળ માંથી 2016-04-18 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-18.
  2. "What is 'urban music'?". dnasyndication.com. મૂળ માંથી 2016-04-17 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-18.
  3. "Rock version of Pankhida goes viral - Cinema & Entertainment - News - News Syndication - Content Syndication". dnasyndication.com. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-18.
  4. "Gujarati rock song; a viral hit". The Times of India.
  5. "Vishvesh Parmar celebrates World Music Day". The Times of India.
  6. http://timesofindia.indiatimes.com/entertainment/gujarati/music/Gang-Of-Ghosts-Vishvesh-Parmars-new-song/articleshow/30660291.cms
  7. "Vishvesh Parmar composes music for Chachi's Funeral". The Times of India.