વિશ્વ રક્તદાન દિવસ
Appearance
વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે જૂન ૧૪ના રોજ ઉજવવામાં આવે છે. આની શરૂઆત સને ૨૦૦૭ના વર્ષથી કરવામાં આવેલ છે. જે એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક,જે માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું, કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner)નો જન્મ દિવસ (૧૪મી જૂન, ૧૮૬૮) હોવાથી તેમની યાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા આ દિન મનાવી પ્રયાસ આદર્યો છે.
વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ, રક્તાધાન (blood transfusion) માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો પણ છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- વિશ્વ રક્તદાન દિવસ : વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૯-૧૨-૧૭ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |