વીંજ
Appearance
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
વીંજ, નાનું વણીયર | |
---|---|
સ્થાનિક નામ | વીંજ, કસ્તુરી, વણીયર |
અંગ્રેજી નામ | Small Indian Civet |
વૈજ્ઞાનિક નામ | Viverricula indica |
આયુષ્ય | ૧૦ થી ૧૫ વર્ષ |
લંબાઇ | ૯૦ સેમી. |
ઉંચાઇ | ૧૫ સેમી. |
વજન | ૩ થી ૪ કિલો |
સંવનનકાળ | વર્ષમાં કોઇ પણ સમયે, ૪ થી ૫ બચ્ચા |
દેખાવ | ટુંકા પગ,શરીર પર લંબાઇમાં ટપકાં તથા પુંછડી પર કાળી ગોળ પટ્ટીઓ. |
ખોરાક | ઉંદર, ખિસકોલી, નાના પક્ષીઓ, કાચિંડા, જીવાત, મરઘાં વગેરે. |
વ્યાપ | સમગ્ર ગુજરાત |
રહેણાંક | આછા જંગલ અને ઘાસીયા વિસ્તાર, રણ વિસ્તારમાં વધુ જોવા મળે છે. |
ઉપસ્થિતિ ના ચિન્હો | ટીક ટીક જેવો સતત અવાજ, પગનાં નિશાન, ગામનાં છેવાડાનાં ઘરોમાંથી ગોળ ખાઇ જવાની ટેવ. |
નોંધ આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૨૦ ના આધારે અપાયેલ છે. |
વીંજ કે નાનું વણીયર (Viverricula indica), સમગ્ર દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયા અને ઇન્ડોનેશીયામાં જોવા મળે છે.
વર્તણૂક
[ફેરફાર કરો]વીંજ ઝાડી,દર કે પોલાણોમાં રહે છે. આ પ્રાણી પસાર થાય ત્યાં વિચિત્ર વાસ છોડતું જાય છે. નિશાચર પ્રાણી છે. વૃક્ષ કે ખડક નીચે દર બનાવી બચ્ચાં આપે છે. બોર પાકે ત્યારે બોરડી પાસે જોવા મળી શકે છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- પેન્સાકોલા જુનિયર કોલેજ, 'વીંજ' માહિતીપત્રક સંગ્રહિત ૨૦૦૬-૦૫-૧૬ ના રોજ વેબેક મશિન