વીજળી
વીજળી એ વિદ્યુતભારની હાજરી અને પ્રવાહ છે. વીજળીનો ઉપયોગ કરીને આપણે ઊર્જા સ્થાનાંતરિત કરી શકીએ છીએ જે આપણને સામાન્ય કામકાજ પૂર્ણ કરવા દે છે.[૧] તેનું સૌથી જાણીતું સ્વરૂપ તાંબુ જેવા વાહક તાર દ્વારા વહેતો ઈલેક્ટ્રોનનો પ્રવાહ છે.
"વીજળી" શબ્દનો ઉપયોગ કેટલીકવાર "વિદ્યુત ઊર્જા" રૂપે થાય છે. તે એક જ વસ્તુ નથી - વીજળી એ વિદ્યુત ઊર્જા માટેનું પ્રસારણ માધ્યમ છે, જેમ કે સમુદ્રનું પાણી તરંગ ઊર્જા માટેનું પ્રસારણ માધ્યમ હોય છે. એવી વસ્તુ કે જે વીજળીને તેના દ્વારા આગળ વધવાની મંજૂરી આપે છે તેને વાહક કહેવામાં આવે છે. કોપર અને અન્ય ધાતુની વસ્તુઓ સારી વાહક છે, જે તેમના દ્વારા વીજળીને આગળ વધવા દે છે અને વિદ્યુત ઊર્જા પ્રસારિત કરે છે. પ્લાસ્ટિક એક ખરાબ વાહક છે, જેને ઇન્સ્યુલેટર પણ કહેવામાં આવે છે, જે ખૂબ વીજળીને તેના દ્વારા આગળ વધવાની મંજૂરી આપતું નથી, તેથી વિદ્યુત ઊર્જાનું પ્રસારણ બંધ કરે છે.[૨]
વિદ્યુત ઊર્જાનું પ્રસારણ કુદરતી રીતે થાય છે (વરસાદમાં પડતી વીજળીની જેમ) અથવા માનવસર્જિત રીતે પણ થઈ શકે છે (જનરેટરની જેમ). તે ઊર્જાનો એક પ્રકાર છે જેનો ઉપયોગ આપણે પાવર મશીન અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો ને ચલાવવા માટે કરીએ છીએ . જ્યારે વિદ્યુતભાર આગળ વધતો નથી, ત્યારે ઉત્પન્ન વીજળીને સ્થિર વીજળી કહેવામાં આવે છે. જ્યારે વિદ્યુતભારને ખસેડવામાં આવે છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ હોય છે, જેને કેટલીકવાર 'ગતિશીલ વીજળી' કહેવામાં આવે છે. ચોમાસામાં પડતી વીજળી એ સૌથી પ્રખ્યાત અને ખતરનાક પ્રકૃતિનો વીજપ્રવાહ છે, પરંતુ કેટલીકવાર સ્થિર વીજળી વસ્તુઓને એક સાથે વળગી રહેવાનું કારણ બને છે.[૩]
વીજળી જોખમી બની શકે છે, ખાસ કરીને પાણીની આસપાસ કારણ કે પાણી એ સારા વાહકનું એક સ્વરૂપ છે કારણ કે તેમાં મીઠા જેવી અશુદ્ધિઓ હોય છે. ઓગણીસમી સદીથી, આપણા જીવનના દરેક ભાગમાં વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાં સુધી તો માત્ર તોફાની વીજળી જોવી એ એક જિજ્ઞાસા હતી.
વીજળીનું ઉત્પાદન
[ફેરફાર કરો]જો કોઈ ચુંબક ધાતુના વાયરની નજીક જાય તો વિદ્યુત ઊર્જા બનાવવામાં આવી શકે છે. આ એક જનરેટર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ છે. સૌથી મોટા જનરેટર પાવર સ્ટેશનોમાં છે જે આપણાં રોજબરોજના કાર્ય માટે વીજળીનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરે છે.[૪]
વિદ્યુતઊર્જાને બરણીમાં રસાયણોને બે અલગ અલગ પ્રકારના ધાતુના સળિયા સાથે જોડીને પણ મુક્ત કરી શકાય છે. આ સિદ્ધાંત બૅટરીમાં વપરાય છે.
સ્થિર વીજળી બે વસ્તુઓ વચ્ચેના ઘર્ષણ દ્વારા બનાવી શકાય છે - ઉદાહરણ તરીકે ઊનની ટોપી અને પ્લાસ્ટિક. આ એક તણખો પણ બનાવી શકે છે અને તેની સપાટી પર વિદ્યુતભાર ફેલાય છે.[૫]
ફોટોવોલ્ટેઇક કોષોની જેમ સૂર્યમાંથી ઊર્જાની મદદથી વિદ્યુત ઊર્જા પણ બનાવી શકાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Full Definition of electricity". Merriam-Webster Dictionary. Merriam-Webster. મેળવેલ January 12, 2016.
- ↑ Sears, Francis Weston, 1898-1975. (1987). University physics. Zemansky, Mark Waldo, 1900-1981., Young, Hugh D. (7th ed આવૃત્તિ). Reading, Mass.: Addison-Wesley Pub. Co. ISBN 0201066823. OCLC 12907635.
|edition=
has extra text (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Naidu, M. S. (1982). High voltage engineering. Kamaraju, V. New Delhi: Tata McGraw-Hill. ISBN 0074517864. OCLC 9703457.
- ↑ Luo, P.; Yang, C.; Tharanivasan, A.K.; Gu, Y. (2007-09-01). "In Situ Upgrading of Heavy Oil in a Solvent-Based Heavy Oil Recovery Process". Journal of Canadian Petroleum Technology. 46 (09). doi:10.2118/07-09-03. ISSN 0021-9487.
- ↑ Morley, A. (1970). Principles of electricity in SI units. Hughes, E. [Place of publication not identified]: Longman. ISBN 0582426294. OCLC 16939955.