લખાણ પર જાઓ

વી ફોર વેન્ડેટા

વિકિપીડિયામાંથી

ઢાંચો:Infobox comic book title

વી ફોર વેન્ડેટા એક દસ અંકોવાળીચિત્રવાર્તા શૃંખલા છે જે એલન મૂરે દ્વારા લખાઇ છે અને ડેવિડ લોઇડ દ્વારા તેના ચિત્રો તૈયાર કરાયા છે, જેમાં 1980માં યુનાઇટેડ કિંગડમના 1990ના દાયકાની કઠીન સમયની કલ્પના સચિત્ર દર્શાવવામાં આવી છે. પોતાને "વી" તરીકે ઓળખાવતો એક રહસ્યમય ક્રાંતિકારી એકહથ્થુ સત્તાવાળી સરકારનો નાશ કરવા મેદાને પડે છે અને તેનો સામનો કરનારાનો ખરાબ હાલ કરે.

આ શ્રેણીમાં વિશ્વના મોટા ભાગનું નિકંદન કાઢી નાખનાર મર્યાદિત પરમાણુ યુદ્ધ બાદના નજીકના ભવિષ્યના બ્રિટનનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ભવિષ્યમાં, "નોર્સફાયર" નામનો ફાશીવાદી પક્ષ સત્તા પર આવે છે. આ સરકાર ઉથલાવવા માટે ગાય ફૉકસનું મહોરું પહેરેલો અરાજકતાવાદી ક્રાંતિકારી "વી" યોજનાબદ્ધ, હિંસક અને વિષયાત્મક ઝુંબેશ શરૂ કરે છે. વોર્નર બ્રધર્સએ 2005માં તેના આધારે એક ફિલ્મ રિલીઝ કરી હતી.

પ્રકાશન ઇતિહાસ[ફેરફાર કરો]

વી ફોર વેન્ડેટા નો પ્રથમ ભાગ 1982થી 1985ની વચ્ચે ક્વોલિટી કોમિક્સ દ્વારા પ્રકાશિત બ્રિટીશ એન્થોલોજી કોમિક વૉરિઅર માં મૂળ શ્વેત-શ્યામમાં પ્રકાશિત થયો હતો. વૉરિઅર ની 26 અંકોની શ્રેણી દરમિયાન આ સ્ટ્રિપ તે ટાઇટલમાં સૌથી વધુ લોકપ્રિય રહી હતી. વૉરિઅરના કેટલાક અંકોમાં વી ફોર વેન્ડેટા નો સમાવેશ કરાયો હતો.

જ્યારે પ્રકાશકે 1985માં વૉરિઅર નું પ્રકાશન રદ કર્યું (તેને કારણે બે અંક પ્રકાશિત થઇ શક્યાં ન હતા.)ત્યારે કેટલીક કંપનીઓએ તેમને પ્રકાશન કરવા દઇને વાર્તા પૂરી કરવા દેવા માટે મૂરે અને લોઇડને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. 1988માં ડી સી કોમિક્સે દસ અંકોની શ્રેણી પ્રકાશિત કરી હતી જેમાં વૉરિઅર ની વાર્તાઓને રંગીન છાપવામાં આવી હતી અને બાદમાં આ શ્રેણી પૂર્ણ થવા સુધી ચાલું રહી હતી. સૌ પ્રથમ નવી વાર્તા અંક #7માં જોવા મળી હતી, જેમાં વૉરિઅર ના અંક #27 અને #28ની જે વાર્તા પ્રકાશિત થવાની બાકી હતી તેનો સમાવેશ કરાયો હતો. ટોની વીયરે એક પ્રકરણ ("વિન્સેન્ટ") દોર્યું હતું અને અન્ય બે પ્રકરણ ("વેલેરી" અને "ધ વેકેશન")માં વધારાની યોગદાન આપ્યું હતું. સ્ટીવ વ્હાઇટેકર અને સિયોભાન ડોડ્સએ સમગ્ર શ્રેણીમાં રંગ કલાકાર તરીકે કામ કર્યું હતું.

બાદમાં મૂરેના "બિહાઇન્ડ ધ પેઇન્ટેડ સ્માઇલ" નિબંધ અને સેન્ટ્રલ કન્ટિન્યુઇટીની બહાર બે "ઇન્ટરલ્યુડ્સ" સહિતની આ શ્રેણી ટ્રેડ પેપરબેક તરીકે એક સંગ્રહિત સ્વરૂપમાં પ્રકાશિત થઇ હતી. અમેરિકામાં તે ડીસીની વર્ટિગો ઇમ્પ્રિન્ટ (ISBN 0-930289-52-8) અને યુકેમાં ટાઇટન બૂક્સ દ્વારા પ્રકાશિત કરાઇ હતી (ISBN 1-85286-291-2).

ભૂતકાળ[ફેરફાર કરો]

વૉરિઅર માં વી ફોર વેન્ડેટા માટે ડેવિડ લોઇડનું આર્ટવર્ક મૂળ શ્યામ અને શ્વેતમાં પ્રકાશિત થયું હતું. ડીસી કોમિક્સે પ્રકાશિત કરેલા તેના વર્ઝનમાં આ આર્ટવર્ક રંગીન પ્રકાશિત કર્યું હતું. લોઇડે જણાવ્યું હતું કે તે હંમેશા ઇચ્છતો હતો કે તેનું આર્ટવર્ક રંગીન છપાય. પ્રારંભિક શ્વેત અને શ્યામ પ્રકાશન આર્થિક કારણોસર થયું હતું કારણકે રંગીન પ્રકાશમાં તેને ખૂબ જ ખર્ચ થતો હતો. (જો કે વૉરિઅર ના પ્રકાશન ડેઝ સ્કિને આ માહિતી પર આશ્રર્ય વ્યકત કર્યું હતું. કારણકે તેણે આ સ્ટ્રિપ શ્વેત અને શ્યામમાં જ અમલમાં મૂકી હતી અને અને ખર્ચની પરવા કર્યા વગર વૉરિઅર ને રંગીન પ્રકાશિત કરવાનો ક્યારેય ઇરાદો ન્હોતો કર્યો.)

ચિત્ર:Warrior19.jpg
વૉરિઅર #19નું મુખપૃષ્ઠ, અરાજકતાવાદી અને ફાશીવાદી વિચારધારા વચ્ચે કોમિક્સનું ઘર્ષણ દર્શાવે છે.

વી ફોર વેન્ડેટા ના લેખન દરમિયાન મૂરેએ ધ ડોલ નામની શ્રેણી તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો, 22 વર્ષની ઉંમરે આ વિચાર તેણે ડીસી થોમસનને રજૂ કર્યો હતો. "બિહાઇન્ડ ધ પેઇન્ટેડ સ્માઇલ",[૧]માં[૧] મૂરેએ જણાવ્યું હતું કે આ વિચારને ડીસી થોમસને ફગાવી દીધો હતો કારણકે થોમસન "લિંગપરિવર્તિત" "ત્રાસવાદી"ના વિચાર સાથે સહમત ન હતા. વર્ષો બાદ વૉરિઅર ના સંપાદક ડેઝ સ્કિને રહસ્યમય કાળી શ્રેણી તૈયાર કરવા મૂરેને આર્ટિસ્ટ ડેવિડ લોઇડ સાથે કથિત આમંત્રણ આપ્યું હતું.[૨]. હકીકતમાં તેણે ડેવિડને તેમની પ્રખ્યાત માર્વેલ યુકે નાઇટ રેવન શ્રેણી જેવી કોઇ શ્રેણીની ફેરરચના કરવા જણાવ્યું હતું, નાઇટ રેવન એક બુકાનીધારી વ્યક્તિની વાત છે જે 1930ના દાયકામાં અમેરિકામાં રહેતો હતો. લોઇડે લેખક એલન મૂરેને તેની સાથે જોડાવા માંગ કરી અને તેમની ચર્ચાના માધ્યમથી પાર્શ્વભૂમિકા તૈયાર કરી, જે 1930ના દાયકાના અમેરિકાથી માંડીને નજીકના ભવિષ્યના બ્રિટન સુધીની હતી. કથા જેમ આગળ વધતી ગઇ તેમ પાત્રો પણ તૈયાર થતાં ગયા. નાઇટ રેવનના વાસ્તવિક ગેંગ યુગ તરીકે કથાવસ્તુ ઘડાયા બાદ, તે સૌ પ્રથમ બળવાખોર પોલીસ અધિકારી બન્યો જેણે તે જ્યાં ફરજ બજાવતો હતો તે એકહથ્થુ સત્તાવાળી સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો અને બાદમાં તે અરાજકતાવાદી નાયક બન્યો હતો.

મોરે અને લોઇડે 1960ના દાયકાના બ્રિટીશ કોમિક પાત્રો અને માર્વેલ યુકે સ્ટ્રીપ નાઇટ રેવન દ્વારા પ્રભાવિત થઇને એક કાળી સાહસ શ્રેણી તૈયાર કરી હતી. નાઇટ રેવન ના લેખક સ્ટીવ પાર્કહાઉસ સાથે લોઇડે અગાઉ કામ કર્યું હતું. સંપાદક ડેઝ સ્કિને તેના સાથી ગ્રેહામ માર્શ સાથે જમતાં-જમતાં તેની નવી શ્રેણી માટે "વેન્ડેટા" નામ સૂચવ્યું હતું પરંતુ તે વધુ પડતું ઇટાલીયન લાગતું હોવાથી તરુંત જ ફગાવી દેવાયું હતું. બાદમાં વી ફોર વેન્ડેટા નામ આવ્યું હતું, અને શબ્દ "વેન્ડેટા"ના સ્થાને "વી" પર ભાર મુકવામાં આવ્યો હતો. અગાઉની રચનાઓ બાદ ડેવિડ લોઇડને વીને ગાય ફૉકસ પહેરેલા પરંપરાગત સુપરહીરો દેખાવ ધરાવતા પાત્ર તરીકે રજૂ કરવાનો વિચાર કર્યો હતો.

વાર્તાની તૈયારી દરમિયાન મૂરેએ પટકથામાં સામેલ કરી શકાય તેવી બાબતોની યાદી તૈયાર કરી હતી જે તેણે "બિહાઇન્ડ ધ પેઇન્ટેડ સ્માઇલ"ના ફેરનિર્માણ કરી હતી.

ઓર્વેલ. હક્સલી. થોમસ ડીચ. જજ ડ્રેડ . હાર્લન એલિસનની "રિપેન્ટ, હર્લક્વિન!" સેઇડ ધ ટિક્ટોકમેન , કેટમેન અને ધ પ્રોલર ઇન ધ સિટી એટ ધ એજ ઓફ વર્લ્ડ સમાન લેખક દ્વારા. વિન્સેન્ટ પ્રાઇસની ડો. ફાઇબ્સ અને થિયેટર ઓફ બ્લડ . ડેવિડ બોવી ધ શેડો . નાઇટ રેવેન . બેટમેન . ફેરનહીટ 451 . ન્યૂ વર્લ્ડ્સ સ્કૂલ ઓફ સાયન્સ ફિક્શનના લખાણ. મેક્સ અર્ન્સ્ટની પેઇન્ટિંગ "યુરોપ આફ્ટર રેઇન". [[]]થોમસ પિન્કોન/0}. બ્રિટીશ સેકન્ડ વર્લ્ડ વોર ફિલ્મ્સનું વાતાવરણ. ધ પ્રિઝનર . રોબિન હૂડ. ડિક ટર્પિન...[૧]

1980ના પ્રારંભિક દાયકાની બ્રિટનની રાજકીય સ્થિતિ એ પણ વાર્તા પર પ્રભાવ પાડ્યો હતો.[૩] મૂરે માનોતો હતો કે માર્ગારેટ થેચરની કન્ઝર્વેટિવ સરકાર 1983ની ચૂંટણી સ્પષ્ટપણે હારી જશે અને માઇકલ ફૂટના નેતૃત્ત્વમાં રચાનારી લેબર પાર્ટીની સરકાર, જે સંપૂર્ણપણે પરમાણુ નિશસ્ત્રીકરણ માટે કટિબદ્ધ છે, મર્યાદિત પરમાણુ યુદ્ધ બાદ યુનાઇટેડ કિંગડમને અપેક્ષિત રીતે સકુશળ સુરક્ષિત બચાવશે. જો કે મૂરેને લાગે છે કે, ફાશીવાદીઓ ટૂંક જ સમયમાં આપત્તિ બાદના બ્રિટનને વિધ્વંસની આરે લાવીને ઉભું કરી દેશે.[૧] મૂરેનું પરિદ્રશ્યની ખરાઇ થઇ શકતી નથી. ડીસીએ ફરીથી કામ સોંપ્યું ત્યારે એક ઐતિહાસિક ઘટનાને સંબોધતા તેણે નોંધ્યું હતું કેઃ

ભોળા અવચેતન મનમાં તેની કલ્પના કરી શકાય કે બ્રિટનને ફાશીવાદ તરફ ધકેલવા માટે થનારું પરમાણુ યુદ્ધ જે અટકી ગયું. તે ચોક્કસ કોઇ નાટકીય રંગ લાવશે... સરળ હકીકત છે કે વાર્તાની ઐતિહાસિક પૂર્વભૂમિકાનો મોટો ભાગ 1982ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવની સંભવિત હાર પર છે. તે આપણને તારણ પર લઇ જવા જોઇએ કે આપણે કેસેન્ડ્રાસની ભૂમિકામાં કેટલા વિશ્વાસપાત્ર હતા.[૪]

ધ કોમિક્સ જર્નલ ના ફેબ્રુઆરી 1999ના અંકમાં સદીની સર્વશ્રેષ્ઠ 100 (અંગ્રેજી ભાષાની) કોમિક્સના જનમત સર્વેક્ષણમાં વી ફોર વેન્ડેટા 83માં ક્રમે આવી હતી.[૫]

પ્લોટ(કથાવસ્તુ)[ફેરફાર કરો]

5 નવેમ્બર 1997ના રોજ લંડનમાં ગાય ફૉકસ પહેરેલું એક રહસ્યમય પાત્ર, જે "વી" તરીકે ઓળખાય છે, એવી હેમન્ડ નામની એક યુવતીને (ફિન્ગરમેન તરીકે ઓળખાતા) પોલીસ એજન્ટોની એક ટોળકીથી બચાવે છે. તેઓ એવીની વેશ્યાવૃત્તિ માટે ધરપકડ કર્યા બાદ તેના પર બળાત્કાર કરવા ઇચ્છતા હતા અને બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવાનો ઇરાદો ધરાવતાં હતા. મોટા ભાગના ફિન્ગરમેનની હત્યા કર્યા બાદ વી એવી સાથે છત પર જાય છે અને ત્યજી દેવાયેલા પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરની અંદર બોમ્બ ફીટ કરે છે અને 1605ના નિષ્ફળ ગયેલા ગનપાઉડર પ્લોટની જેમ ઇમારતને ઉડાવી દે છે. "વી" એવીને તેના ગુપ્ત ભૂગર્ભ અડ્ડામાં લઇ જાય છે. આ અડ્ડાને "વી" "ધ શેડો ગેલેરી" કહે છે. એવી "વી"ને તેના જીવનની કહાણી કહે છે 1980ના પરમાણુ યુદ્ધ બાદ ફાશીવાદીઓ ગ્રેટ બ્રિટનમાં સત્તામાં આવે છે. ત્યાર બાદ સત્તાવાળાઓ તેના પિતાને રાજકીય કેદી તરીકે ધરપકડ કરે છે અને સંભવતઃ તેમની હત્યા કરી દે છે.

"વી"ના બોંબ ધડાકાની તપાસ કરવાની જવાબદારી એરિક ફિન્ચના માથે આવે છે. એરિક ફિન્ચ સામાન્ય પોલીસ દળ "ધ નોઝ"નો વડો છે અને અનુભવી તપાસ અધિકારી છે. તે રાજકીય ઉદ્દેશ માટે નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થા પ્રત્યે તેના પ્રેમને કારણે સરકારની સેવા કરે છે. તેના મારફતે વાંચકો વાર્તાના અન્ય પાત્રોને પાર્ટીમાં મળે છે જેમાં સરકારની કમ્પ્યુટર સિસ્ટમ પર ગેરકાનૂની રીતે અંકુશ ધરાવતા સાથે નેતા, એડમ સુઝન, ફેટ; ડોમિનિક સ્ટોન, ફિન્ચનો ભાગીદાર; ગુપ્ત પોલીસ "ધ ફિન્ગર"નો વડો ડેરેક એલમન્ડ; વિઝ્યુઅલ સર્વેલન્સ શાખા "ધ આઇ"નો વડો કોનરેડ હેયર; ઓડિયો સર્વેલન્સ શાખા "ધ ઇયર"નો વડો બ્રાયન ઇથરીજ, અને પ્રચાર પ્રસારણની જવાબદારી ધરાવતી શાખા "ધ માઉથ"નો ઇનચાર્જ રોજર ડેસ્કોમનો સમાવેશ થાય છે.

બાદમાં "વી" ઓલ્ડ બૈલીને ઉડાવી દે છે અને પાર્ટીના ત્રણ સભ્યો સાથે ઘર્ષણમાં ઉતરે છે અને તેમની ભૂતકાળના અત્યાચારો બદલ હત્યા કરે છે. આ સભ્યોમાં "વોઇસ ઓફ ફેટ" તરીકે કામ કરતા પ્રચાર પ્રસારક લેવિસ પ્રોથેરો, બાળકો પ્રત્યે જાતીય આકર્ષણ ધરાવતો પાદરી અને ક્લેર્જીમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતો બિશપ એન્થની લિલીમેન અને એક સમયે ફિન્ચ સાથે સંબંધ ધરાવતા રાજકીય રીતે તટસ્થ ડોક્ટર ડેલીયા સુરીજનો સમાવેશ થાય છે. "વી" પ્રોથેરોને તેની નજર સમક્ષ જ તેના ઢિંગલીઓના કિંમતી સંગ્રહને સળગાવી દઇને પાગલ કરી દે છે. તે લિલમેનને સાઇનાઇડવાળી વેફર ખાવાની ફરજ પાડીને તેની હત્યા કરે છે અને ડો. સુરીજ ઘાતકી ઇન્જેક્શન દ્વારા મૃત્યુ પામે છે (જો કે સુરીજ તેના ભૂતકાળના કર્મો માટે ખેદ વ્યકત કરે છે માટે તેનું પીડારહિત મૃત્યુ થાય છે.) "વી" સુરીજની હત્યા કરે છે તે સમયગાળામાં ફિન્ચ શોધી કાઢે છે કે "વી"ના તમામ પીડિતોએ લાર્ખિલ ગામ નજીક આવેલા કોન્સન્ટ્રેશન કેમ્પમાં (જ્યાં યુદ્ધ અથવા રાજકીય કેદીઓને રાખવામાં આવે છે) કામ કરેલું હતું. તે ડેરેક એલમન્ડને "વી"ના આયોજન અંગે સાવધાન કરે છે. સુરીજના ઘરમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરતા એલમન્ડથી "વી"ને આશ્ચર્ય થાય છે. તે દિવસે એલમન્ડનું દુર્ભાગ્ય હતું. તે આગલી રાતે બંદૂક સાફ કર્યા બાદ તેમાં ગોળીઓ ભરાવવાનું ભૂલી ગયો હતો અને "વી" તેની હત્યા કરે છે.

ફિન્ચ ડો. સુરીજના ઘરમાંથી મળી આવેલી ડાયરી વાંચવાનું શરૂ કરે છે. ડાયરીમાંથી ડો. સુરીજ લાર્ખિલ કેમ્પમાં કામ કરતા હતા તે સમયે "વી"ના પીડિતોના "વી" સાથેના ભૂતકાળના સંબંધોની માહિતી મળે છે. "વી"ને ડો. સુરીજ જે તબીબી પ્રયોગ કરી રહ્યાં હતાં તેમાં ભાગ લેવાની ફરજ પડાઇ હતી. આ પ્રયોગમાં "વી"ને "બેચ 5" તરીકે ઓળખાતી દવા સાથે હોર્મોન્સનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. છેવટે કેમ્પના સ્ટાફમાં "ઓરડા નંબર પાંચનો માણસ" તરીકે ઓળખાતો "વી" કેમ્પ કમાન્ડર પ્રોથેરોની મંજૂરીથી બગીચાની સંભાળ રાખવાનું શરૂ કરે છે અને તે જ્યારે કેમ્પ તોડીને નાસી છૂટશે ત્યારે કેમ્પના રક્ષકો પર હાથે બનાવેલા મસ્ટર્ડ ગેસ અને નાપામથી હુમલો કરતી વખતે ઉપયોગમાં લેનારા સંબંધિત રસાયણોનો ઉપયોગ કરે છે. મોતની કોટડી સમાન કેમ્પમાં એક માત્ર "વી" જ જીવતો બચેલો કેદી હતો. સરકાર તેની સાચી ઓળખ ના કરી શકે તે માટે "વી" બાકી બચેલા અધિકારીઓની હત્યા કરવાનું પસંદ કરે છે. ફિન્ચે નોંધ્યું હતું કે, "વી"ને ખાતરી થઇ ગઇ હતી કે સુરીજની ડાયરી શોધવી સહેલી છે માટે તેણે તેની ઓળખ અંગે માહિતી આપતાં પાના ડાયરીમાંથી ફાડી નાંખ્યા હતા. પોતાની વાસ્તવિક ઓળખના એક પણ પુરાવા અસ્તિત્ત્વમાં ન હોવાથી "વી" છૂપી રીતે કામ કરી શકે છે.

ચાર મહિના બાદ, "વી" તેના સંદેશાનું પ્રસારણ કરવા ધ માઉથના મુખ્ય કેન્દ્ર જોર્ડન ટાવરમાં ઘૂસી જાય છે અને લોકોને પોતાની જીંદગીની સુરક્ષા જાતે કરવાની હાકલ કરે છે. "વી" રોજર ડેકોમ્બને તેના ફૉકસ કોસ્ચ્યુમમાં ઘૂસી જવાની ફરજ પાડે છે અને ત્યાંથી નાસી છૂટે છે. આ દરમિયાન રૂમમાં ઘૂસી આવેલી પોલીસના ગોળીબારમાં "વી" ગંભીર રીતે ઘાયલ થાય છે. એરિક ફિન્ચની ઘટના સ્થળે પિટર ક્રીડી સાથે મુલાકાત થાય છે. તે એક નાનો-મોટો ગુનેગાર હતો અને એલમન્ડના સ્થાને ધ ફિંગરનો વડો બન્યો હતો. ફિન્ચ ક્રીડીની "વી"ની ક્ષમતા ઓળખવામાં નિષ્ફળતા અને ડો. સુરીજ બાબતે કરેલી વ્યક્તિગત ટિપ્પણીની પગલે હતાશ થઇને ક્રીડી પર હુમલો કરી બેસે છે. આ ઘટના બાદ લીડર ફિન્ચને ફરજિયાત રજા પર ઉતારી દે છે.

એવી "વી" સાથે મજબૂત સંબંધ વિકસાવે છે (એટલી હદ સુધી કે, તે "વી"ને ઘણા વર્ષો પહેલા ધરપકડ કરાયેલા તેના પિતા સમજી બેસે છે) પરંતુ તેની કાર્યપદ્ધતિને પડકારે છે. શેડો ગેલેરીમાં ઉગ્ર બોલચાલ બાદ, એવી પોતાની જાતને એક શેરીમાં ત્યજી દેવાયેલી જુએ છે અને તે "વી"નો શોધી શકતી નથી. એક નાનો ગુનેગાર ગોર્ડન ડીટ્રીચ તેને લઇ જાય છે. એવી બાદમાં ગોર્ડન સાથે રોમાન્સમાં પડી જાય છે. તેઓ અજાણતા ડેરેક એલમન્ડની વિધવા રોઝ સાથે રસ્તા પસાર કરે છે. પતિ અને ડેસકોમ્બના મૃત્યુ બાદ રોઝને બર્લેસ્ક ડાન્સર તરીકે કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. રોઝને આર્થિક કારણોસર ડેસકોમ્બ સાથે સંબંધ રાખવાની ફરજ પડી હતી. બાદમાં રોઝમાં પાર્ટી પ્રત્યે સખત નફરત પેદા થાય છે. ક્રીડી એક ખાનગી સશસ્ત્ર ટુકડી રચવાનું શરૂ કરે છે. તે "વી"ના પાર્ટીને અસ્થિર કરવાના પ્રયાસનો લીડર સામે સત્તાપરિવર્તન કરવા માટે ઉપયોગ કરવાની આશા રાખે છે.

જ્યારે સ્કોટીશ ગુંડો અલિસ્ટેર હાર્પર ગોર્ડનની હત્યા કરે છે ત્યારે એવી બદલો લેવા હાર્પરની હત્યા કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેનું અપહરણ થઇ જાય છે અને તેના પર પીટર ક્રીડીની હત્યા કરવાનો આરોપ મુકવામાં આવે છે કારણકે તે હાર્પર સાથે મુલાકાત કરતી હતી. જેલમાં તપાસ અને યાતનાના અનેક તબક્કાની વચ્ચે એવીને વેલેરી નામની કેદી પાસેથી એક પત્ર મળે છે. વેલેરીને લેઝબિયન હોવાને કારણે જેલમાં ધકેલવામાં આવી હતી. એવીનો તપાસ અધિકારી છેલ્લે તેને દોસ્તી અથવા મોત બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની તક આપે છે. વેલેરીની હિંમત અને દ્રઢ વિરોધની વચ્ચે તે તેનો ઉદ્દેશ પડતો મુકવા તૈયાર થતી નથી અને અંતે તેને કહેવામાં આવે છે કે તે મુક્ત છે. એવીને તે જાણીને આંચકો લાગે છે કે તેને જેલમાં મોકલવાનો સમગ્ર તખ્તો "વી"એ તૈયાર કર્યો હતો. "વી" પોતાના પર જે અત્યાચાર થયા તેનો એવીને પણ અનુભવ કરાવવા માંગતો હતો. તેણે જણાવ્યું હતું કે વેલેરી લાર્ખિલ જેલની કેદી હતી જે તેની બાજુમાં આવેલી કોટડીમાં મૃત્યુ પામી હતી. એવીએ જે પત્ર વાંચ્યો હતો તે એવો જ પત્ર હતો કે જે વેલેરીએ "વી"ને આપ્યો હતો. એવીનો ગુસ્સો અંતે તેની ઓળખ અને મુક્તિને સ્વીકૃતિ આપે છે.

બાદના નવેમ્બરમાં, સંસદ વિસ્ફોટના બરાબર એક વર્ષ બાદ "વી" પોસ્ટ ઓફિસ ટાવર અને જોર્ડન ટાવરનો ધ્વંસ કરી દે છે જેમાં ઇથરીજનું મૃત્યુ થાય છે. આ ટાવરોના ધ્વંસ બાદ ધ આઇ, ધ ઇયર અને ધ માઉથની કામગીરી સદંતર બંધ થઇ જાય છે. ત્યાર બાદ સરકારની સર્વેલન્સની ગેરહાજરીને કારણે હિંસા અને સુખવાદની લહેર ફેલાઇ જાય છે, જેને ક્રીડી અને હાર્પરના ગુંડાઓ ઘાતકી રીતે દબાવી દે છે. દરમિયાનમાં, "વી" એવીને જણાવે છે કે તેણે "'તમને ખુશી થાય તેમ કરો'ની ભૂમિ"નો અંતિમ ઉદેશ હજુ હાંસલ કર્યો નથી પરંતુ "'તમે જે ઇચ્છો તે લઇ જાઓ'ની ભૂમિ"ના અંધાધૂંધીવાળા વચગાળાના સમય બાદ ખરી અરાજકતાઃ સ્વૈચ્છિક શિસ્તવાળો સમાજ, સર્જાય તેમ ઇચ્છે છે. ફિન્ચના આસિસ્ટન્ટ ડોમિનિકને ભાન થાય છે કે "વી" બહુ પહેલેથી ફેટના કમ્પ્યુટર પર અંકુશ ધરાવે છે. તેની દૂરંદેશી જણાવતા આ સમાચાર લીડરની માનસિક શાંતિ હણી નાંખે છે.

ફિન્ચ લાર્ખિલના ત્યજી દેવાયેલા સ્થળ પર જાય છે જ્યાં તે એલએસડી લે છે. તેનો ભાસ તેને "વી"ને સમજવાની પ્રેરણા આપે છે. લંડન પાછા ફર્યા બાદ તે ધારણા કરે છે કે "વી"નો અડ્ડો વેરાન વિક્ટોરીયા સ્ટેશનની અંદર આવેલો છે. ફિન્ચ જેવો સ્ટેશનમાં પ્રવેશ કરે છે "વી" તેને અટકાવવાનો પ્રયાસ કરે છે અને પોતાની શહાદતનો સંકેત આપતા ફિન્ચને ગોળી મારવા દે છે. ઘાયલ થયેલો "વી" શેડો ગેલેરીમાં પાછો ફરે છે અને એવીના હાથોમાં મૃત્યુ પામે છે. એવી વીનું મોહરું હટાવવાનું વિચારે છે પરંતુ એમ ન કરવાનું નક્કી કરે છે. તેના સ્થાને તે "વી"ના એક વધારાનો કોસ્ચ્યુમ પહેરીને તેની ઓળખ ધારણ કરે છે.

દરમિયાનમાં સુઝનની કામગીરી મેળવવાનો પ્રયાસ કરતો ક્રીડી લીડરને જાહેરમાં દેખાવા દબાણ કરે છે. પતિના મૃત્યુને કારણે બર્લેસ્ક ડાન્સિંગમાં જવાની ફરજ પડવાથી રોષે ભરાયેલી રોઝ એલમન્ડ લીડરની હત્યા કરી દે છે. ક્રીડી લીડરનું સ્થાન લેવાનો પ્રયાસ કરે છે પરંતુ હાર્પર તેની હત્યા કરી દે છે. હાર્પરને હેલેન હેયરે લાંચ આપી હોય છે. હાર્પર હેલેન સાથે સહશયન કરતો હતો. "વી" બંનેની કામક્રીડા દર્શાવતી એક સર્વેલન્સ ટેપ તેના પતિ કોનરેડ હેયર (ધ આઇનો વડો)ને મોકલે છે. તેના પ્રત્યાઘાત રૂપે કોનરાડ હાર્પરને સખત માર મારીને મોતને ઘાટ ઉતારી દે છે. પરંતુ આ અથડામણમાં કોનરાડ હાર્પરના છરી દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થાય છે. આ સાથે પાર્ટીના તમામ મુખ્ય સત્તાધીશો (લીડર, ફેટ અને ધ ફિન્ગર, ધ આઇ, ધ ઇયર અને ધ માઉથના વડા)નો અંત આવે છે. માત્ર (ધ નોઝનો વડો) ફિન્ચ જીવતો હોય છે.

એવી "વી" તરીકે લોકોના ટોળાની સમક્ષ દ્રશ્યમાન થાય છે અને બીજા દિવસે ડાઉનિંગ સ્ટ્રીટનો વિનાશ થશે તેવી જાહેરાત કરે છે. તે લોકો આગામી ઘટના કઇ હોઇ શકે છે તેની પસંદગી કરવા જણાવે છે. "તમારી પોતાની જીંદગી કે ફરી ગુલામીની દુનિયા" જ્યાં સામાન્ય બળવાની શરૂઆત થાય છે. ડોમિનિક સલામત સ્થળે પહોંચવા દોડતો હોય છે ત્યારે તેને માથામાં પત્થર વાગતાં તે બેશુદ્ધ થઇ જાય છે. તે ભાનમાં હોય છે ત્યારે છેલ્લુ ચિત્ર એવીને "વી"નું રૂપ ધારણ કરેલું જુએ છે. એવી સરકારને ઉથલાવી નાંખવાનું "વી"નું અંતિમ કામ પૂર્ણ કરે છે[૬] અને 10 ડાઉનિંગ સ્ટ્રીટ નષ્ટ કરે છે. એવી વીનો મૃતદેહ મુકેલી વિસ્ફોટકો ભરેલી ભૂગર્ભ ટ્રેન લક્ષિત સ્થળ પર મોકલી વિસ્ફોટ કરીને પોતાના માર્ગદર્શક "વી"ની અંતિમવિધિ કરે છે. ડોમિનિક શેડો ગેલેરીમાં ભાનમાં આવે છે અને તેને જણાય છે કે એવી (વી તરીકે) તેના પોતાના વારસદાર તરીકે તેને તાલીમ આપવા માંગે છે. જેમ રાતનું અંધારું વધતું જાય છે તેમ ફિન્ચ નિરીક્ષણ કરે છે કે શહેરમાં અંધાધૂંધી વધતી જાય છે. એટલામાં તેને હેલેન હેયરનો ભેટો થઇ જાય છે. હેલેન હેયર તેની કાર ઉંધી પડી જાય છે અને તેનો પુરવઠો ચોરાઇ જાય છે ત્યાર બાદ સુરક્ષા મેળવવા સ્થાનિક રાહદારીઓની સાથે ભળી જાય છે. જ્યારે તેઓ એકબીજાને ઓળખી કાઢે છે ત્યારે હેલેન ફિન્ચને ભેટી પડે છે અને કહે છે કે તેઓ એક નાનું લશ્કર ઉભું કરી શકે છે અને શહેરમાં ફરીથી શાંતિ સ્થાપી શકે છે. ફિન્ચ ધીમે રહીને હેલેનને પાછળ ધકેલી દે છે. હેલેન તેનાથી રોષે ભરાઇને ફિન્ચ પર સમલૈંગિક હોવાનો આક્ષેપ કરતા અપશબ્દોનો વરસાદ વરસાવે છે. તે તેને છોડીને ચાલ્યો જાય છે. તે ચાલતો ચાલતો એક ત્યજી દેવાયેલા રસ્તા સુધી પહોંચે છે જ્યાં તે "હેટફીલ્ડ એન્ડ ધ નોર્થ" એવું લખેલું ચિહ્ન જુએ છે. અંતિમ દ્રશ્યમાં ફિન્ચ સૂમસાન રસ્તા પર ચાલતો બતાવવામાં આવે છે અને તમામ શેરીબત્તીઓ બંધ છે. બ્રિટનમાં સત્તાના તમામ સ્વરૂપોનો અત્યારે નાશ થયેલો છે અને તેનું ભાવિ અનિશ્ચિત છે.

પાત્રો[ફેરફાર કરો]

મુખ્ય પાત્રો[ફેરફાર કરો]

"વી"[ફેરફાર કરો]

મહોરું ધારણ કરેલો અરાજકતાવાદી, જે નોર્સફાયરના નેતાઓની પદ્ધતિસર હત્યા કરવા માંગે છે. નોર્સફાયર યુનાઇટેડ કિંગડમમાં એપોકેલિપ્ટિક સમયગાળા બાદ સત્તામાં આવેલી ફાશીવાદી આપખુદ સરકાર છે. તે વિસ્ફોટકો બનાવવાની, સ્થળ પરથી છટકી જવાની કળા અને કમ્પ્યુટર હેકિંગમાં મહારથ ધરાવે છે. તે વિશાળ સાહિત્યિક, સાંસ્કૃતિક અને તાત્ત્વિક જ્ઞાન ધરાવે છે. "વી" એવા ચાર ડઝન કેદીઓ પૈકીનો એક માત્ર જીવિત વ્યક્તિ છે કે જેમના પર "બેચ 5" નામના પિચ્યુટિન/પિનીરિન સંયોજનના ઇન્જેક્શન આપીને પ્રયોગ કરવામાં આવ્યા હતા. આ સંયોજન વ્યાપક કોષીય વિસંગતતા સર્જે છે અને અંતે "વી" સિવાયના તમામ કેદીઓના મોતનું કારણ બને છે. કેટલાક લોકો માને છે કે "વી" વધુ તાકાત, સહનશીલતા અને પીડા સહિષ્ણુતા ધરાવતો હતો પરંતુ પુસ્તકમાં આ વાતની ક્યાંય પુષ્ટિ મળતી નથી. "વી" જણાવે છે કે તે માત્ર એક માનવી છે. જો કે ડો. સુરીજ માને છે કે "વી" ઇન્જેક્શનને કારણે ગાંડો થઇ ગયો હતો અને આ ગાંડપણને કારણે જ કદાચ તે મુક્તિની દિશામાં પ્રથમ પગલું ભરી શક્યો હોઇ શકે. સમગ્ર નવલકથા દરમિયાન "વી" હંમેશા તેનો ટ્રેડમાર્ક ગાય ફૉકસ માસ્ક પહેરેલો રાખે છે. તે ઘાટા-છીંકણી વાળની ખભા સુધી લાંબી વીગ, કાળા મોજા, ટ્યુનિક, ટ્રાઉઝર અને બૂટ પહેરેલા રાખે છે. તે જ્યારે માસ્ક પહેરતો નથી ત્યારે તેનું મોઢું બતાડવામાં આવતું નથી. શેડો ગેલેરીની બહાર હોય છે ત્યારે તે માથે ટોપી અને તળીયા સુધીની લંબાઇનો ડગલો પહેરેલો રાખે છે. તેના પસંદગીના હથિયારમાં ડેગર્સ, વિસ્ફોટકો અને અશ્રુવાયુનો સમાવેશ થાય છે.

પુસ્તક સૂચવે છે કે "વી"એ તેનું નામ રોમન આંકડા "V" ("વી") પરથી તેનું નામ પસંદ કર્યું હતું કારણકે માનવ પ્રયોગ દરમિયાન તેને પાંચ નંબરની કોટડીમાં રાખવામાં આવ્યો હતો. તેના નામના મૂળ માટેની આ મુખ્ય સ્પષ્ટતા છે. જો કે અન્ય સિદ્ધાંતો તેની નોમ દી ગેરે સમજાવે છે. દાખલા તરીકે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોના સંઘર્ષમાં સમર્થનમાં આયોજિત રેલીઓમાં ધ્રૂવીય શક્તિઓ પર કાબુ મેળવવા માટે વિન્સ્ટન ચર્ચિલનો સૂત્રોચ્ચાર "વી ફોર વિક્ટરી"ના પડઘામાંથી તેનું નામ આવ્યું હોવાનું માનવામાં આવે છે. તે સામાન્ય"વી ફોર વેન્ડેટા"માં રૂપાંતરિત છે. ઉલ્લેખનીય છે કે વર્તુળની અંદર "V" એકમાત્ર અરાજકતાવાદની ઉથલપાથલનું પ્રતીક છે તે "A" ચિહ્નમાં આડી લીટી વગરનું ઉંધું ચિત્ર છે.

પુસ્તકના અંતે "વી" ચીફ ઇન્સ્પેક્ટર એરિક ફિન્ચને પોતાને ગોળી મારવા દે છે અને એવીના હાથોમાં મૃત્યુ પામે છે. એવી બાદમાં "વી"ની ઓળખ ધારણ કરે છે અને "વી"ના મૃતદેહને વિસ્ફોટકોથી ભરેલી ટ્રેનમા મુકી તેના લક્ષિત સ્થળ ડાઉનિંગ સ્ટ્રીટમાં મોકલી વિસ્ફોટ કરી મૂળ "વી"ની અંતિમક્રિયા કરે છે. "વી" એકમાત્ર એવું પાત્ર છે કે જેના બોલેલા શબ્દો વિકૃત થયેલા જણાય છે, કદાચ એવું દર્શાવવા પ્રયાસ કરાયો હશે કે માસ્ક તેના અવાજને વિકૃત કરતો હશે. એલન મૂરેની અન્ય કૃતિ વોચમેન માં પણ રોર્શેક નામનું પાત્ર માસ્કનો ઉપયોગ કરે છે અને જ્યારે પણ માસ્ક પહેરે છે ત્યારે તેનો અવાજ વિકૃત થાય છે અને જ્યારે નથી પહેરતો ત્યારે આવાજ સામાન્ય રહે છે. "વી" જ્યારે પણ અન્ય લેખકનો ઉલ્લેખ કરે છે ત્યારે અવતરણ ચિહ્નો સ્પષ્ટ દેખાય છે.

એવી હેમોન્ડ[ફેરફાર કરો]

"વી" વીસ વર્ષથી નીચેની વય ધરાવતી યુવતી એવી હેમોન્ડને "ફિન્ગરમેન"થી બચાવે છે. તે વાર્તાનું મુખ્ય પાત્ર છે. તે "વી"ની પનાહમાં આવે છે અને "વી"ના સરકાર સામેના ભૂતકાળના અને વર્તમાન સંઘર્ષ વિશે જાણકારી મેળવે છે અને અંતે તેની વારસદાર બની જાય છે. એવી ચીફ ઇન્સ્પેક્ટર એરિક ફિન્ચના ભાગીદાર ડોમિનિક સ્ટોનમાં તેનો ભાવિ વારસદાર પણ જૂએ છે. તેનું નામ એવી આઇવી (IV) જેવું સંભળાય છે, IVએ રોમન 4નો આંકડો છે. ફિલ્મમાં, તેનું નામ સાંભળતા "વી" ટિપ્પણી કરે છે કે ઇશ્વર પાસાઓ ફેંકીને રમતો નથી. તેનો અર્થ તેવો થઇ શકે કેઢાંચો:Or તેના નામનો સંદર્ભ લાર્ખિલમાં જે રીતે "વી"ની કોટડીનો પાંચ નંબર હતો તેવો હોઇ શકે છે. (કોટડી નંબર ચાર (IV)માં વેલેરી નામની કેદી હોય છે જેનો લખેલો પત્ર "વી"ને મળે છે અને આ પત્ર બાદમાં એવીને મળે છે.)

એરિક ફિન્ચ[ફેરફાર કરો]

ન્યૂ સ્કોટલેન્ટ યાર્ડ અને તપાસ મંત્રાલયનો વડો, જે "નોઝ" બન્યું છે, ફિન્ચ વ્યવહારુ છે તે સરકારની એટલે તરફેણ કરે છે કે તે અંધાધૂંધી કરતા શાંત દુનિયામાં સેવા આપશે. તે માનનીય અને શિષ્ટ છે અને તેના પર લીડરને વિશ્વાસ છે કારણકે તે વિશ્વાસપાત્ર છે અને તેને કોઇ મહત્ત્વાકાંક્ષા નથી. તે પોતાની તાર્કિક લાક્ષણિક બુદ્ધિ અને આત્માજ્ઞાન પ્રાપ્ત કરે છે. નોર્સફાયરના અત્યાચારમાં તેની ભાગીદારી પર તે ખેદ વ્યક્ત કરે છે. જે પણ હોય પરંતુ આ તે જ વ્યક્તિ છે જે "વી"ની હત્યા કરે છે. એક તબક્કે તેનો એડવર્ડ ફિન્ચ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. (જે હેલેન હેયરથી થયેલી ભૂલ હોય છે.) ફિન્ચ "વી"ના મુખ્ય હરિફ તરીકે કામ કરે છે અને જો "વી"ને ખલનાયક માનવામાં આવે તો વાર્તાનો સાચો નાયક તે જ છે.

એડમ જે સુઝન[ફેરફાર કરો]

એડમ સુઝન "ધ લીડર" તરીકે પણ ઓળખાય છે. તે નોર્સફાયર પાર્ટીનું નેતૃત્ત્વ કરે છે અને દેશના સત્તાવાર નેતા તરીકે કામ છે, જો કે તેની સત્તા મોટે ભાગે ઔપચારિક હોય છે. સુઝન ફેટ કમ્પ્યુટર સિસ્ટમને બેહદ પ્રેમ કરતા હોય છે અને તેનો સાથ તેમને એક માનવી જેવો લાગતો હોય છે. સુઝન કે જેમનું મન પોતાના કાબુમાં નથી રહેતું પોતાની અહંમતાવાદી આસ્થા વ્યકત કરતા કહે છે કે અસ્તિત્તવમાં શ્રેષ્ઠ માત્ર તે અને ભગવાન છે (ફેટ કમ્પ્યુટરનો ઉલ્લેખ કરતાં) તેને ફાશીવાદ અને વંશીય ધારણાથી પ્રેમ છે અને વાસ્તવિક રૂપમાં એમ માને છે કે નાગરિક સ્વતંત્રતા ઘાતક અને અનિશ્ચનીય છે. તે ખરા અર્થમાં તેમના લોકોની સંભાળ રાખતો હતો, જો કે તે સ્પષ્ટ છે કે તેની એકલતાના પ્રતિભાવ રૂપે તેમણે ફાશીવાદને અપનાવ્યો હતો. યુદ્ધ પહેલા ધાર્મિક પ્રતિબદ્ધતા સાથે તે એક ચીફ કોન્સ્ટેબલ હતો(તે વાતનો સંકેત મળે છે કે માન્ચેસ્ટરના ચીફ કોન્સ્ટેબલ જેમ્સ એન્ડરટનના અનુયાયી હતા અને બાદમાં એક જાહેર ભાષણમાં સમલૈંગિકો પર પોતે જ બનાવેલા મળકુંડમાં તરવાનો આરોપ કરતા કુખ્યાત બન્યા હતા.) નવલકથાના અંતમાં તેની હત્યા રોઝ એલમન્ડ દ્વારા કરાય છે જે તેના એક ભૂતપૂર્વ લેફ્ટનન્ટની વિધવા હોય છે. ફિલ્મ સ્વરૂપમાં તેને એડમ સટલર નવું નામ આપવામાં આવ્યું છે અને પીટર ક્રીડી દ્વારા તેની હત્યા થાય છે (નીચે જુઓ)

ગૌણ પાત્રો[ફેરફાર કરો]

 • લેવિસ પ્રોથેરો: "વી"ને જે કેમ્પમાં રાખવામાં આવ્યો હતો તે "લાર્ખિલ"નો ભૂતપૂર્વ કમાંડર, તે બાદમાં "ધ વોઇસ ઓફ ફેટ", સરકારી રેડીયો પ્રસારણકર્તા બને છે જે લોકોને માહિતી પુરી પાડે છે. "વી" લેવિસને લઇ જતી ટ્રેનને અટકાવે છે અને તેનું અપહરણ કરે છે. તે બેચ 5ના ઓવરડોઝને કારણે પાગલ થઇ જાય છે અને "વી"ના મુખ્યમથકમાં લાર્ખિલ કેમ્પના બનાવટી સર્જનમાં તેની મોંઘી ઢીંગલીઓના સંગ્રહને સળગતાં જોઇને આઘાત પામે છે. તે બાકીની વાર્તા માટે અસમર્થ રહે છે.
 • બિશપ એન્થલી લિલીમેન: ચર્ચમાં પાર્ટીનો અવાજ, લિલીમેન એક ભ્રષ્ટ પાદરી છે જે યુવાન છોકરીઓનું યૌન શોષણ કરે છે. પ્રોથેરોની જેમ લિલીમેન પણ સરકારે તેને ઉચ્ચ હોદ્દો આપ્યો તે પહેલા લાર્ખિલમાં કામ કરતો હતો. લિલીમેન એક પાદરી હોય છે અને બેચ 5 દવા આપેલા કેદીઓને આદ્યાત્મિક ટેકો આપવા માટે તેની નિમણૂક કરાઇ હોય છે. તે એવી હેમોન્ડ (જેણે એક યુવાન છોકરીના કપડાં પહેરેલા હોય છે)નો લગભગ બળાત્કાર કરી ચૂક્યો હોય છે ત્યાર બાદ "વી" તેની હત્યા કરે છે. "વી" તેને સાઇનાઇડવાળી વેફર સાથે કમ્યુનિયોન લેવાની ફરજ પાડે છે.
 • ડેલીયા સુરીજ: લાર્ખિલ કેમ્પનો ડોક્ટર, જેની "વી" ઘાતક ઇન્જેક્શન દ્વારા હત્યા કરે છે. સુરીજ, "વી"નો એક માત્ર ભૂતપૂર્વ પીડિત છે જે તેના કર્યા પર ખેદ અનુભવે છે અને જીવનની અંતિમ પળોમાં તેની માફી માંગે છે. ફિન્ચ પણ જણાવે છે કે તેને સુરીજ પ્રત્યે લાગણી છે. ફિન્ચ તેના મૃત્યુથી ગાંડો થઇ જાય છે અને "વી"ના જીવનનો અંત આણવાનું નક્કી કરે છે.
 • ડેરેક એલમન્ડ : નોર્સફાયર સરકારનો ઉચ્ચકક્ષાનો ઉપરી અધિકારી. તે ફિન્ગર તરીકે ઓળખાતી સરકારની ગુપ્ત પોલીસનું સંચાલન કરે છે. ફિન્ચ તેને ચેતવે છે કે સુરજી "વી"નું છેલ્લું નિશાન હશે અને "વી" સુરીજને મારી નાંખે તે પહેલા તેને બચાવવા તેના ઘરે દોડી જાય છે.એલમન્ડના સ્થાને પીટર ક્રીડી આવે છે. એલમન્ડની વાર્તામાં બહુ ભૂમિકા નથી પરંતુ તેનું મૃત્યુ વાર્તામાં નવો વળાંક આપે છે. એલમન્ડની વિધવા રોઝ પતિના દુખને કારણે કંગાળ થઇ જાય છે અને ભારે આઘાત અનુભવે છે. એલમન્ડ રોઝ પ્રત્યે ઘણો ઠંડો અને પીડાઆપનારો હતો તેમ છતાં તે તેને ચાહતી હતી. દુઃખ અને નિરાશામાં માટે તે નોર્સફાયરના નેતા એડમ સુઝનને જવાબદાર ગણે છે અને વાર્તાના અંતમાં તેની હત્યા કરી દે છે.
 • રોઝમેરી એલમન્ડ: ડેરેક એલમન્ડની પીડિત પત્ની એલમન્ડનું મૃત્યુ થાય છે ત્યારે રોઝ હતાશ બની જાય છે. તે સંગાથ અને સમર્થન મેળવવા (જેને પસંદ નથી કરતી તેવા) રોજર ડેસ્કોમનો સહારો લે છે. "વી"ના હાથે ડેસ્કોમની હત્યા થયા બાદ તેને શોગર્લ બનવાની ફરજ પડે છે. "વી" સર્વેલન્સ સિસ્ટમ બંધ કરી દે છે ત્યારે તે આ તકનો બંદુક ખરીદવા ઉપયોગ કરે છે અને એડમ સુઝનની હત્યા કરે છે.
 • હેલેન હેયર: નિર્દય, કોનરેડ હેયરની ગણતરીબાજ પત્ની તે સેક્સ અને તેની વિચક્ષણ બુદ્ધિનો તેના પતિને અંકુશમાં રાખવા માટે ઉપયોગ કરે છે. તે લીડર બન્યા બાદ દેશનો અંકુશ પોતાના હાથમાં લેવાના તેના ઉદેશની દિશામાં આગળ વધે છે. જો કે હેયર તેના પતિ પ્રત્યે કોઇ લાગણી નથી અને તેને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનો એક વિકલ્પ ગણે છે. સમાંતરે તે હાર્પર સાથે ફ્લર્ટ કરે છે અને તેને ક્રીડીનો દુશ્મન બનાવે છે. અંતે તેનો માસ્ટર પ્લાન પડી ભાંગે છે. છેલ્લે ફિન્ચ દ્વારા તેની દરખાસ્ત ફગાવી દેવાયા બાદ રક્ષણ અને ખોરાકના બદલમાં એક દારૂડીયા ગેંગને પોતાના બદનનો સોદો કરતા જોવા મળે છે. અને બાદમાં અરાજકતા સમગ્ર લંડન શહેરમાં ફેલાઇ જાય છે. હેયર તેના પતિ, પીટર ક્રીડી અને અલિસ્ટેર હાર્પર તમામના મૃત્યુ બાદ પાર્ટીનું સુકાન સંભાળવા માટે ફિન્ચને તેની સાથે જોડાવા દરખાસ્ત કરે છે જો કે ફિન્ચ આ દરખાસ્ત ફગાવી દે છે.
 • પીટર ક્રીડી: એક સ્થૂળકાય બટકો માણસ, જે ડેરેક એલમન્ડના મૃત્યુ બાદ ફિન્ગરના સિક્યુરિટી મિનિસ્ટરનો હોદ્દો સંભાળે છે. તે નબળા પડી રહેલા સુઝનના સ્થાને પોતે આવી જવાનો ઉદેશ ધરાવે છે પરંતુ હેયરના આયોજન મુજબ અલિસ્ટેર હાર્પના ગુંડાઓ તેની હત્યા કરે છે. (ક્રીડીએ નબળી પડી રહેલી ફિન્ગરને મજબૂત બનાવવા ગુંડા ભાડે રાખ્યા હતા પંરતુ હેલેન હેયર તેમને વધુ ઓફર કરે છે.)
 • કોનરેડ હેયર: "આઇ"નો ઇનચાર્જ — આઇ દેશની સીસીટીવી સિસ્ટમનું સંચાલન કરતી એજન્સી છે. તેની પત્ની તેના પર પ્રભુત્વ જમાવે છે અને તેના માટે તે એક ઇચ્છા ધરાવે છે કે તે એક દિવસ લીડર બનશે અને તે સિંહાસન પાછળની શક્તિ બની રહેશે. અંતમાં, "વી" હેયરને હેલેનના વિશ્વાસઘાતની એક વિડીયોટેપ મોકલે છે અને હેયર તેના પ્રેમી અલિસ્ટેર હાર્પરની હત્યા કરે છે. પરંતુ હાર્પર સાથેની અથડામણમાં હેયર ગંભીર રીતે ઘાયલ થાય છે. હેલેનને જ્યારે કોનરાડ શું કરીને આવ્યો છે તેની ખબર પડે છે ત્યારે તે તેના આયોજનો પડી ભાંગતા જુએ છે અને કોનરાડને લોહીમાં લથપથ હાલતમાં મુકીને જતી રહે છે. આ દરમિયાન તે તેના ટીવી સાથે જોડાયેલો વિડીયો કેમેરા કોનરાડ તરફ રાખે છે જેથી કોનરાડ તેની જાતને મરતો જોઇ શકે.
 • ડોમિનિક સ્ટોન: યુવાન પોલીસ અધિકારી જે ફિન્ચનો આસિસ્ટન્ટ છે. ડોમિનિક તે પાત્ર છે જે "વી" અને લાર્ખિલ કેમ્પના કર્મચારીઓ વચ્ચેનો સંબંધ શોધી કાઢે છે. "વી" ફેટની કમ્પ્યુટર સિસ્ટમમાં હેકિંગ કરે છે તે પણ શોધી કાઢે છે. તે અને ડો. સુરીજ, પાર્ટીમાં માત્ર બે જ સારી વ્યક્તિઓ[સંદર્ભ આપો] છે. અંતમાં એવી ડોમિનિકને લોકોના ટોળાથી બચાવે છે અને તેને તે જેમ "વી"ની વારસદાર હતી તેમ તેના વારસાદાર તરીકે નિમણૂક કરે છે.
 • વેલેરી પેજ: એક જાણીતી અભિનેત્રી, સરકારને જ્યારે ખબર પડી કે તે લેઝબિયન છે ત્યારે તેને લાર્ખિલ ખાતે જેલમાં મોકલી આવવામાં આવી હતી. સરકારના હાથે તેનો કરૂણ અંત "વી"ને સ્વાતંત્ર સેનાની અને ક્રાંતિકારી બનવા પ્રેરણા આપે છે.
 • રોજર ડેસ્કોમ: પાર્ટીના મિડીયા ડિવિઝનનો ટેકનિકલ સુપરવાઇઝર અને ધ માઉથનો પ્રોપાગન્ડા મિનિસ્ટર. ડેરેક બિટર એલમન્ડના મૃત્યુ બાદ ડેસ્કોમ તેની વિધવા રોઝમેરી પર પ્રહારો કરવાનું શરૂ કરે છે જે અંતે તેની મદદ લેવા તેની શરણે આવે છે. જોર્ડન ટાવર પર "વી"ના હુમલા દરમિયાન તેને બનાવટી "વી" તરીકે રજૂ કરવામાં આવે છે અને તે પોલીસની ગોળીઓનો ભોગ બને છે જ્યારે ખરો "વી" ભાગી જાય છે.
 • અલિસ્ટેર હાર્પર: સ્કોટલેન્ડની સંગઠિત ગુનાખોરીનો બોસ જે એવીના પ્રેમી ગોર્ડનની હત્યા કરે છે. શરૂઆતમાં, "વી" દ્વારા સરકારના સર્વેલન્સ સાધનોનો નાશ કરાયા બાદ પોલીસ દળને હંગામી ધોરણે મજબૂત બનાવવા માટે ક્રીડી અલિસ્ટેર અને તેના ગુંડાઓને ભાડે રાખે છે. પરંતુ હેલેન હેયર ક્રીડીનું પતન સુનિશ્ચિત કરવા તેને પોતાની બાજુએ કરી લે છે અને તેને કોનરેડ સત્તામાં આવ્યા બાદ ફિન્ગરનો વડો બનાવવાની ઓફર કરે છે. તે હંગામી ધોરણે હેલેનનો પ્રેમી બને છે. ક્રીડીના હાથમાં સત્તા આવ્યા બાદ, હાર્પર હેલેન સાથે થયેલા સોદા મુજબ ક્રીડીની ધારદાર હથિયાર દ્વારા હત્યા કરે છે. કોનરેડ હાર્પને રેન્ચથી ફટકારીને મોતને ઘાટ ઉતારે છે કારણકે તેણે તેનું ગળુ કાપી નાંખ્યું હોય છે.

વિષય વસ્તુ અને મૂળ ભાવ[ફેરફાર કરો]

આ શ્રેણી મૂરેનો સૌ પ્રથમ સવિસ્તાર વૃતાંત હતો અને તેમાં એક સાથે ઘણા પ્લોટ હતો. વોચમેન માં આમ જોવા મળ્યું હતું. પેનલ પૃષ્ઠભૂમિમાં ઘણી વાર સંકેત અને રેડ હેરિંગનો ઉપયોગ કરાયો છે. ચેપ્ટર શિર્ષક અને વીના ભાષણમાં સાહિત્યિક પરોક્ષ સંદર્ભ અને શબ્દોની રતમ બહુ છે. ("વી"નું ભાષણ હંમેશા ઇઆમ્બિક પેન્ટામિટરમાં હોય છે, એક પદ્ય મિટર જે એક અક્ષરની પાંચ જોડી પર આધાર રાખે છે. પ્રત્યેક જોડીમાં બીજા એકાક્ષર પર પ્રથમ કરતાં વધુ ભાર મુકાય છે. શેક્સપીયરની ઘણી કૃતિમાં તેનો ઉપયોગ થયેલો જોવા મળે છે.)

"વી" એવીને સુવડાવવા માટે ધ મેજિક ફારઅવે ટ્રી વાંચી સંભળાવે છે. આ શ્રેણી "તમને ગમે તે કરોની ભૂમિ"ની પ્રેરણા આપે છે અને "તમને ગમે તે લઇ જાઓની ભૂમિ"નો સમગ્ર શ્રેણીમાં પરોક્ષ ઉલ્લેખ થાય છે. અન્ય સાંસ્કૃતિક સંદર્ભ ખાસ કરીને નાટ્યસ્વરૂપમાં જોવા મળે છેઃ "યાદ રાખો પાંચ નવેમ્બર, ગનપાઉડર રાજદ્રોહ અને કાવતરું. ગનપાઉડર રાજદ્રોહ ક્યારે પણ ભૂલી શકાય તેના માટે મને કોઇ કારણ જણાતું નથી." આ વાક્યો ગાય ફૉકસની વાર્તા અને 1605ના ગનપાઉડર કાવતરામાં તેની ભાગીદારીનો સીધો સંદર્ભ આપે છે.

અરાજકતા વિરુદ્ધ ફાશીવાદ[ફેરફાર કરો]

આ વાર્તામાં પરસ્પર વિરોધી બે રાજકીય દ્રષ્ટિકોણ અરાજકતાવાદ અને ફાશીવાદ એકબીજાનું ખંડન કરે છે. નોર્સફાયર શાસનકાળમાં ફાશીવાદી વિચારસરણીના તમામ પાસાંઓની ભાગીદારી કરે છેઃ તે ખૂબ જ અણગમો પેદા કરે તેવા છે, જે ભય અને બળ એમ બંનેના ઉપયોગ થકી રાજ્યનું શાસન કરે છે અને શક્તિશાળી નેતૃત્વ પાસે આદર ભાવ વ્યક્ત કરે છે (ઉદાહરણ તરીકે ફ્યુહપ્રિન્ઝિપ). મોટા ભાગના ફાશીવાદી શાસન કાળની જેમ, અહીં પણ ઘણા પ્રકારનાં રાજકીય સંગઠનો છે, જે એક જ નેતાની આજ્ઞાનું પાલન કરતાં હોવા છતાં પણ સત્તા મેળવવા માટે એકબીજા સાથે જંગ ખેલતા રહે છે.

ફાશીવાદી શાસનકાળ સંયુક્ત સંઘવાદનું સંપૂર્ણ સમર્થન કરે છે. સંયુક્ત સંઘવાદનો એક મહત્વનો અભિગમ એ રાજ્યની સાથે સમાજની ઓળખ સ્થાપવાનો અને સમાજ એક શરીર છે એવા વિચાર સાથે આગળ વધવામાં આવે તો રાજ્યની વિવિધ સંસ્થાઓ તેમાં શરીરના વિવિધ અંગોથી ઓળખાશે. આ બાબત એ સંસ્થાઓના નામથી છતી થાય છે, જેમનાં નામ શરીરના વિવિધ અંગોના નામ પરથી રાખવામાં આવ્યા છેઃ પોલીસની ગુપ્તચર શાખાનું નામ ધ નોઝ (નાક) છે, દેખરેખ રાખતી શાખાનાં નામ ધ ઈયર (કાન) અને ધ આઇ (આંખ) છે, પોલીસની વર્દી શાખાનું નામ ધ ફિંગર (અને જે તેમના માટે કામ કરે છે તેમને ફિંગરમેન તરીકે ઓળખવામાં આવે છે); અને રાજ્ય દ્વારા અંકુશ ધરાવતા મિડિયાને ધ માઉથ (મોઢું)ના નામથી ઓળખવામાં આવે છે.

નિયંત્રણની આ પ્રણાલી વિકસાવવામાં મૂરેએ શાસ્ત્રીય અંગ્રેજી રાજકીય વિચારો માટે ખૂબ જ ઉત્તેજક રીતે ભાવ જગાડ્યો, જેમાં થોમસ હોબ્સની લેવિઆથન ઉલ્લેખનીય છે, જે રાજ્યની નિયમિતતાની સાથે સ્થાપનાની કલ્પના એક વિશાળ કોર્પોરેટ માળખા ના રૂપમાં સુવ્યવસ્થાને જાળવી રાખવા અને અંધાધૂંધ હિંસાને રોકવાની જરૂરિયાત પર થઈ હતી, (જેમ કે, નોર્સફાયરની આગળની વાર્તામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો). સાર્વભૌમ સત્તાએ સમાજના કુદરતી 'પ્રમુખ'ની રચના કરી, જે કદાચ રાજ્ય સરકારના વિવિધ અંગોના નામકરણની વ્યાખ્યા કરે છે.

આ શરીરના સ્વસ્થ રહેવા માટે, ફાશીવાદી વિચારધારા અસ્વાસ્થ્યકારક તત્વોની સફાઈ કરવાનું સૂચન કરે છે(એટલે કે, શુદ્ધતાના માધ્યમથી સામર્થ્ય નું આદર્શ જીવનસૂત્ર), આથી, એક જ રાજકીય પક્ષની એકહથ્થુ સત્તા અને એકાગ્રતા શિબિર નિર્ધારિત થાય છે. અંક #5માં, ડેલીયા સુરીજ મિલગ્રામ પ્રયોગને એક સ્પષ્ટીકરણના રૂપમાં રજૂ કરે છે કે કેમ તેના જેવા સામાન્ય લોકો આજ્ઞાપાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. રોમન કેથલિક દેશોમાં રાજકીય ફાશીવાદની એક ખાસ વિશેષતા અંગ્રેજોના ખ્રિસ્તિ ધર્મ એંગ્લિકન ક્રિસ્ટીનિટી અને શ્રદ્ધા દ્વારા શુદ્ધતા પ્રત્યેના આકર્ષણમાં છે (એટલે કે, વિચી શાસનકાળ 1940-44ના દક્ષિણી ફ્રાન્સમાં, ફ્રાન્સિસ્કો ફ્રાન્કો 1939-75 હેઠળ સ્પેનમાં, એન્ટે પેવેલિક 1941-45 હેઠળ ઈન્ડિપેન્ડન્ટ સ્ટેટ ઓફ ક્રોએટિયામાં અને ડોલ્ફસ અને શુસ્સઝિંગ 1933-38 હેઠળ ઓસ્ટ્રિયામાં); સવિશેષ તો ઈંગ્લેન્ડમાં આવા સભ્યાચારે આકાર લઈ લીધો છે, જ્યાં વાસ્તવમાં ઇંગ્લેન્ડના ચર્ચ (ધી એન્ગ્લિકન ચર્ચ)ની 'સ્થાપના' રાણી અને રાજ્યના શાસકોની વચ્ચે કરવામાં આવી છે. આનાથી એક બાબત સ્પષ્ટ થાય છે કે વાર્તાના સાતત્યતામાં હિંસાના વિરોધમાં નોર્સફાયર વિરોધીઓએ યુનાઈટેડ કિંગડમના બિન અંગ્રેજી હિસ્સો પડાવી લીધો છે (જેમ કે સ્કોટલેન્ડ)[સંદર્ભ આપો].

વ્યકિતત્વ/ઓળખ[ફેરફાર કરો]

"વી" પોતે એક વણઉકેલ્યા કોયડા જેવો રહ્યો છે જેના ઇતિહાસમાંથી માત્ર સંકેતો જ મળે છે. વાર્તાનો મોટા ભાગનો હિસ્સો અન્ય પાત્રોના ર્દષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યા છેઃ "વી"ની પ્રશંસક અને શીખાઉ ઉમેદવાર 16 વર્ષીય ફેક્ટરી-કામદાર એવી, દુનિયાભરની ચિંતા માથે લઈને ફરતો અને વ્યાવહારિક ર્દષ્ટિકોણથી પ્રશ્નોનું નિરાકરણ લાવતો પોલીસવાળો કે જેને "વી"ની તલાશ છે તે એરિક ફિન્ચ; અને ફાશીવાદી પક્ષના જ કેટલાક સત્તા મેળવવા માટેના ઉમેદવારો. "વી"ના વિનાશક કાર્યો નૈતિક રીતે અનિશ્વિતાર્થ છે, અને આ શ્રેણીનું હાર્દ ઊંચી સિદ્ધિઓ સર કરવાના નામે અત્યાચારને બુદ્ધિવાદની ર્દષ્ટિથી સમજાવવાનો છે, પછી ભલે તે સ્થિર હોય કે સ્વતંત્ર. પાત્ર વાસ્તવમાં અરાજકતાના હિમાયતી અને આતંકવાદીના સ્વરૂપમાં અરાજકતાવાદના પરંપરાગત રૂઢિવાદનું મિશ્રણ છે.

મૂરેએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કેઃ

...મુખ્ય પ્રશ્ન તે છે કે આ વ્યક્તિ સાચો છે? કે પછી તે ગાંડો છે? તમે, વાંચકો આ બાબતે શું વિચારો છો? તે મારા દિમાગમાં યોગ્ય અરાજકતાવાદી ઉકેલ તરીકે ચમક્યું. હું લોકોને શું વિચારવું તેમ નથી કહેતો. હું લોકોને માત્ર વિચારવાનું આને આવા સ્વીકૃત ફાશીવાદી નાના તત્ત્વોને ધ્યાનમાં લેવાનું કહેતો હતો. તેમ છતાં તેનું સમગ્ર માનવ ઇતિહાસમાં પુનરાવર્તન થતું આવે છે. [૭]

મૂરેએ ક્યારેય સ્પષ્ટતા કરી ન હતી કે "વી" કોણ હતો. "વી" એવીનો પિતા, વ્હિસલરની માતા કે ચાર્લીની કાકી નથી એવું કહીને તેણે સમગ્ર પુસ્તકમાં "વી"ની ઓળખ જાહેર કરી નથી. "વી"ના પાત્રની ઓળખ સમગ્ર વાર્તા દરમિયાન અસ્પષ્ટ છે. તે નક્કી કરવાનું વાંચકો પર છોડી દેવાયું છે કે "વી" કોણ હતો, પાગલ કે માનસિક રોગી, નાયક કે ખલનાયક. ગાય ફૉકસનું મહોરું પહેરતા પહેલા એવી નક્કી કરે છે કે "વી" શું ભૂમિકા ભજવે છે તેની તુલનાએ તેની ઓળખનું મહત્ત્વ નથી. તેની ઓળખ અપને આપમાં વિચારોનું સજીવ પ્રતીક છે.

વ્યક્તિગત ઓળખ ઉભી કરવાની ગેરહાજરીને પ્રત્યેક વ્યક્તિનું પાત્ર રચવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે અને સમગ્ર પુસ્તકમાં વ્યક્તિગત જવાબદારીના ઉદાહરણો આપે છે. આ પ્રત્યેક વ્યક્તિનું પાત્ર એવીના ઉપયોગ મારફતે વધુ સમજાવવામાં આવે છે. એક યુવાન, અસુરક્ષિત, અભણ વ્યક્તિ ધીમે ધીમે "વી" બની જાય છે.

આંકડો 5 અને અક્ષર વી (V)[ફેરફાર કરો]

વી ફોર વેન્ડટા ની સમગ્ર વાર્તામાં 5નાં આંકડા અને "વી" અક્ષરનો ઉલ્લેખ છે. રોમન આંકડામાં પાંચ લખવા માટે V દર્શાવવામાં આવે છે.

 • વાર્તા પાંચ નવેમ્બરથી શરૂ થાય છે.
 • V અંગ્રેજી મૂળાક્ષરના અંતથી પાંચમો શબ્દ છે
 • વી જે યુવતીને બચાવે છે અને આશ્રય આપે છે તેનું નામ છે એવી
 • પ્રત્યેક ચેપ્ટરનું શિર્ષક "વી" શબ્દથી શરૂ થાય છે
 • "વી" તેની જાતની ઓળખાણ પાંચ શબ્દોમાં આપે છે, "તમે મને "વી" કહીશકો છો"
 • "વી" સંસદગૃહને ઉડાવે છે ત્યારે આતશબાજી થાય છે તે પણ "વી" શબ્દ દર્શાવે છે.
 • પાત્ર "વી" થોમસ પિન્ચનની નવલકથા "વી" વાંચતા અને તેનો ઉલ્લેખ કરતા જોવા મળે છે.
 • ડો. સુરજીની ડાયરીમાં પાંચ વર્ષની વિગતોનો ઉલ્લેખ હોય છે.
 • બીથોવનની પાંચમી સિમ્ફનીનો "વી" દ્વારા ઉપયોગ થાય છે અને ત્રણ ટૂંકી નોંધ અને એક લાંબી નોંધનો ઉપયોગ કરવા નોંધે છે. તે "વી" શબ્દને શોધનાર મોર્સ કોડ છે. (બીબીસીએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કોલ સંકેત માટે તેનો ઉપયોગ કર્યો હતો, મોટે ભાગે તે "વી" ફોર વિક્ટરીના સ્વરૂપમાં હતો)
 • આ શ્રેણીમાં "વી"ને લાર્ખિલ ઇન્ટર્નમેન્ટ કેમ્પનો કોટડી નંબર પાંચનો કેદી દર્શાવાયો છે.
 • "વી"ના છુપાવાનું ગુપ્ત સ્થળ બંધ વિક્યોરીયા સ્ટેશનમાં થઇને જાય છે, જેની તૂટેલું ચિહ્ન સાઇડવે વી જેવું હોય છે જ્યારે ફિન્ચ તેને શોધે છે ત્યારે.
 • "વી"નો વ્યક્તિગત ઉદ્દેશ લેટિન શબ્દ સમૂહ Vi Veri Veniversum Vivus Vici નો બનેલો છે (સત્યની તાકાતથી મેં જીવન દરમિયાન વિશ્વને જીત્યું છે.) - પાંચ શબ્દો કે જેની શરૂઆત વી શબ્દથી થાય છે. વી આ શબ્દસમૂહનું મૂળ ફોસ્ટ તરીકે શોધી કાઢે છે.
 • ગાય ફૉકસ નાઇટ 5 નવેમ્બરે યોજાય છે.
 • સરકાર પાંચ જ્ઞાનેન્દ્રીયો સાથે સંકળાયેલી પાંચ શાખાની બનેલી છે.
 • લાર્ખિલ ખાતે "વી"ને બેચ 5નું ઇન્જેક્શન આપવામાં આવે છે.
 • શ્રેણીના અંતમાં વીનો અંતિમ શબ્દ વીથી શરૂ થાય છે.
 • "વી"ના મોટા ભાગના સંવાદો ઇયામ્બિક પેન્ટામિટરનો ઉપયોગ કરે છે[સંદર્ભ આપો] (જેમાં પ્રત્યેક વાક્યમાં ભારવાળા પાંચ શબ્દો હોય છે.)
 • ફિન્ચ લાર્ખિલ ખાતે જ્યારે એલએસડી લે છે અને "વી"ના અનુભવનું અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેનો અંતરાત્મા જાગે છે અને કેમ્પમાંથી ભાગે છે. તે વિચારે છે કે તે તેન મળેલી નવી આઝાદીમાં જીવે છે.

  વોલ્ટિંગ , વીયરિંગ , વોમિટિંગ અપ ધવેલ્યૂઝ ધેટ વિક્ટીમાઇઝ્ડ મી. વિશાળતા નો અનુભવ થાય છે. મૂળ તત્ત્વનો નો અનુભવ થાય છે... શું તે આવો અનુભવ કરતો હશે? ધીસ વર્વ , ધીસ વાઇટાલિટી ... ધીસ વિઝન .

  તે બાદમાં ફ્રેન્ચ શબ્દ"La Voie " (રસ્તો), "La Vérité " (સત્ય), અને "La Vie "(જીવન) સાથે પુરું કરે છે. છેલ્લા શબ્દોના ફ્રેન્ચ ઉચ્ચાર વીના નામ જેવા સંભળાય છે અને તે જ્યારે કહે છે ત્યારે તે તેના હાથ ઉજા કરે છે અને "વી"નો આકાર આપે છે.

રૂપાંતરણ[ફેરફાર કરો]

સંગીત[ફેરફાર કરો]

મૂરે સાથે અન્ય યોજનાઓમાં સહયોગ આપ્યો બૉહોસ અને લવ એન્ડ રોકેટ્સ બેન્ડના ડેવિડ જેએ "વી"ના સંગીત "ધી વિશસ કેબરેટ" ના વર્ઝનનું રેકોર્ડિંગ કર્યું હતું અને પુસ્તકથી પ્રેરિત અન્ય સંગીતનું રેકોર્ડિંગ કર્યું હતું, જે વી ફોર વેન્ડેટા શીર્ષક હેઠળ ઈપી પર જોવા મળ્યું હતું. ડેવિડના કહેવા પ્રમાણે, મૂરેએ તેમના માટે સંગીતની રચના કરવાની દરખાસ્ત રજૂ કરી હતી, જે ઉપન્યાસના દ્વિતિય ખંડની પ્રસ્તાવના ગીતોના સેટના સ્વરૂપમાં કામ કરશે. ગીતો મેળવ્યાના એક કલાકની અંદર જ, ડેવિડે ગીત માટે સંગીતની રચના કરી નાખી હતી.

પોપ વિલ ઈટ ઈટસેલ્ફમાં 1989ના વી ફોર વેન્ડેટા આલ્બમ ધીઝ ઈઝ ધી ડે ના અનેક સંદર્ભો સામેલ છે...ધિઝ ઈઝ ધી અવર... ધીસ ઇસ ધીસ! - ગીત "કેન યુ ડિગ ઇટ?" "વી ડિગ વી ફોર વેન્ડેટા " સામેલ છે અને આ સમૂહગીતની અંતિમ પંક્તિ "એલન મૂરે નોઝ ધ સ્કોર " છે. અન્ય એક ટ્રેક "ધી ફ્યુસ હેવ બીન લિટ"માં "ધી વોઈસ ઓફ ફેટ" અને "ધી લેન્ડ ઓફ ડુ-એઝ-યુ-પ્લીઝ" ના સંદર્ભો સામેલ છે.

પ્રોગ્રેસિવ મેટલ બેન્ડ, શેડો ગેલેરીનું નામકરણ "વી" જે સ્થળે છુપાતો હતો તેના નામ પરથી કરવામાં આવ્યું હતું, જેની સ્વીકૃત્તિ તેની વેબસાઈટના FAQમાં કરવામાં આવી છે. અન્ય એક સ્પષ્ટ સંદર્ભમાં તેમની પાસે રૂમ "વી" નામનો આલ્બમ છે.

નેવુંના પ્રગિતિશીલ દસકામાં બ્રિટ-પોપ બેન્ડ જોકેસ્ટાએ 1997માં તેમના આલ્બમ નો કોઈન્સિડન્સ માં "ધી લેન્ડ ઓફ ડુ-એઝ-યુ-પ્લીઝ" નામનું ગીત લખ્યું હતું, જે એપિક/વીપી

સંગીત દ્વારા રીલિઝ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ગીતમાં "વી"એ બ્રિટનના લોકોને ટેલિવિઝન પર જે ભાષણ આપ્યું છે તે અને એવીને જે પુસ્તક વાંચી સંભળાવી છે તેના સંદર્ભો છે.

સ્પેનિશ મેટલ અને હિપ હોપ બેન્ડ ડેફ કોન ડોસે "વી ડે વેન્ડેટા" શીર્ષકના એક ગીતનો સમાવેશ તેમના 1991ના આલ્બમ ટર્સર એસાલ્ટો માં કર્યો હતો.

લાસ વેગાસ સ્થિત ટેકિંગ ડાઉન નામના મેટલ બેન્ડે "વી" અથવા "વી ફોર વેન્ડેટા" નામનું ગીત લખ્યું હતું અને તેનો ઉપયોગ[ક્યારે?] વી ફોર વેન્ડેટા ફિલ્મના પોસ્ટર માટે વૈકલ્પિક લોગો તૈયાર કરવા માટે કર્યો હતો. આ ગીત તેમની પ્રથમ સીડીની વિશેષ આવૃત્તિ ટાઈમ ટુ બર્ન (2010)માં જોવા મળે છે.

રૈલે, એનસી પર આધારિત ભૂતપૂર્વ પન્ક બેન્ડ ધી ટ્રેપાનેટર્સની પાસે "V" નામનું ગીત હતું, જેની રચના પ્રસિદ્ધ નર્સરી-રાઈમ આધારિત ગીત અને ફિલ્મ ("રિમેમ્બર, રિમેમ્બર, ધી ફિફ્થ ઓફ નવેમ્બર...") પર કરવામાં આવી હતી.

બ્રિટીશ રોક બેન્ડ વિસિયસ કેબરેનું નામ "વી"ના ગીત "ધીઝ વિસિયસ કેબરે" પરથી રાખવામાં આવ્યું હતું.

રંગભૂમિ[ફેરફાર કરો]

સ્વીડિશ નિર્માણ કંપની સ્ટોકહોમ્સ બ્લોડબેડે 2000માં "Landet där man gör som man vill " શીર્ષક હેઠળ વિનોદી નાટકનું રૂપાંતરણ કર્યું હતું, જેનો અનુવાદ તમને ખુશી થાય તેવું કરો તેવી ભૂમિ એવો થાય છે.

ફિલ્મ[ફેરફાર કરો]

વી ફોર વેન્ડેટા ના પડદા પરના પ્રથમ રૂપાંતરણના ફિલ્માંકનમાં 2000ની શરૂઆતમાં શૂટ થયેલી દસ્તાવેજી ફિલ્મ ધી માઈન્ડસ્કેપ ઓફ એલન મૂરે ના ર્દશ્યો સામેલ છે. નાટકીય રૂપાંતરણમાં મુખ્ય પાત્રને કોઈ સંવાદ આપવામાં આવ્યો નથી, પરંતુ ભૂમિકા માટે વોઈસ ઓફ ફેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

2006ની 17મી માર્ચે જેમ્સ મેકટીગ (ધી મેટ્રિક્સ ફિલ્મ્સના પ્રથમ સહાયક નિર્દેશક) દ્વારા નિર્દેશિત વી ફોર વેન્ડેટા ના રૂપાંતરણ પર આધારિત એક ફિચર ફિલ્મ વોર્નર બ્રધર્સે રજૂ કરી હતી, જેની પટકથા વેકોવ્સ્કી બ્રધર્સે લખી હતી. એવીનું પાત્ર નાતાલી પોર્ટમેન અને વીનું પાત્ર હ્યુગો વીવિંગે ભજવ્યું હતું, જેમની સાથે સ્ટીફન રી, જૉન હર્ટ અને સ્ટીફન ફ્રાય પણ હતા. વી ફોર વેન્ડેટા ફિલ્મમાં પરિવર્તિત નામવાળા હાઈ ચાંસેલર એડમ સટ્લરની ભૂમિકા ભજવનાર જૉન હર્ટે નાઇનટીન એઇટી-ફોર માં જ્યોર્જ ઓરવેલની નવલકથા નાઈન્ટીન એઈટી-ફૉર પર આધારિત રૂપાંતરિત ફિલ્મમાં વિન્સ્ટન સ્મિથનું પાત્ર પણ ભજવ્યું હતું. મૂળ 2005ની પાંચમી નવેમ્બરે રજૂ કરવા માટે નિર્ધારિત કરવામાં આવી હતી, ને ગાય ફૉક્સ નાઈટ અને ગનપાઉડર પ્લોટની 400મી વર્ષગાંઠનો જોગાનુજોગ સર્જાયો, 2005ની સાતમી જુલાઈએ લંડનમાં બોમ્બ ધડાકાને કારણે તેને માર્ચ સુધી મોકૂફ રાખવામાં આવી, જોકે નિર્માતાઓએ આ કારણને નકારી કાઢ્યું હતું.[૮]

એલન મૂરે પોતાની જાતને આ ફિલ્મથી દૂર રાખી હતી, કારણ કે ફિલ્મના રૂપાંતરણના ફિલ્માંકનની સાતે તેમનું કામ સંપૂર્ણ સમયાનુકૂલ હતું.to date ફિલ્મની સંભવિત બાંયધરી આપવામાં ડીસી કોમિક્સના કોર્પોરેટ જનક વોર્નર બ્રધર્સ નિષ્ફળ જતાં તેમણે ડીસી કોમિક્સના પ્રકાશક સાથે છેડો ફાડી નાખ્યો હતો.[૯] પટકથા વાંચીને મૂરેએ પ્રતિક્રિયા આપી હતી કેઃ

"[ધી મૂવી] ફિલ્મને લોકો દ્વારા બુશ-યુગની લોકકથાઓ તરફ વાળી દેવામાં આવી છે, જેથી પોતાના જ દેશમાં રાજકીય ઉપહાસના માધ્યમથી લોકોને ડરપોક બનાવી શકાય... આ વ્યાપક સ્વરૂપમાં મહદ અંશે કમજોર અમેરિકન ઉદારવાદની કલ્પના હતી, જે અમેરિકી ઉદારવાદી મૂલ્યોની વિરુદ્ધમાં એ રાજ્યનાં નવ રૂઢિચુસ્તોની સામે ઊભી કરવામાં આવી હતી - જે કોમિક વી ફોર વેન્ડેટા માટે યોગ્ય નહોતું. તે ફાશીવાદ અંગે હતું, તે અરાજક્તાવાદ અંગે હતું, તે ઈંગ્લેન્ડ અંગે હતું."[૧૦]

તેમણે ત્યારબાદ કહ્યું હતું કે જો વેચોવ્સ્કિસ અમેરિકમાં જે ચાલી રહ્યું હતું તેનો વિરોધ કરવા માંગતો હતો તો તેણે રાજકીય વિચારધારાનો પ્રયોગ કરવો પડશે, જે અમેરિકાના પ્રશ્નોને સીધા જ સાંકળે છે, કંઈક એવું જ જે મૂરેએ બ્રિટન સામે પહેલેથી જ કર્યું હતું. ફિલ્મમાં તાર્કિક રીતે "V"ના પાત્રને અરાજકતાવાદીની જગ્યાએ બદલીને સ્વાતંત્ર્ય સેનાની બનાવીને મૂળ સંદેશને બદલી દેવામાં આવ્યો છે. નિર્માતા જોએલ સિલ્વર સાથેની મુલાકાત સૂચવે છે કે આ ફેરફાર કાળજીપૂર્વક કરવામાં ન આવ્યો હોય તેવું બની શકે; તેઓ સ્પષ્ટપણે સંકેત આપે છે કે "વી" કોમિક્સમાં સાફ-સાફ "સુપરહીરો...મુખવટો પહેરેલો વેર વાળનાર પાત્ર છે જે ખૂબ જ સારી રીતે દુનિયાનું રક્ષણ કરે છે," એક સરળીકરણ છે જે મૂરેના પોતાના જ વક્તવ્યની વિરુદ્ધમાં છે, જેમાં તેમણે કહાનીમાં "વી"ના નિવેદન વિષે કહ્યું છે.[૧૧]

આનાથી વિપરિત, સહ-લેખક અને ચિત્રકાર ડેવિડ લૉયડ રૂપાંતરણને અપનાવે છે.[૧૨] ન્યૂઝરમા ની સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે "આ એક સારી ફિલ્મ છે. મારા માટે ફિલ્મની જો કોઈ સૌથી અસાધારણ વાત હોય તો તે મારા દ્વારા કામ કરવામાં આવેલા તે ર્દશ્યોને જોવા તે છે અને પુસ્તકમાં મહત્તમ અસર ઉપજાવવા તેમાં કલાત્મક કામ કર્યું છે, જેનાથી આ પુસ્તકનું ફિલ્મમાં રૂપાંતર પણ એ જ ઉષ્ણતા સાથે થાય. નતાલી પોર્ટમેન અને હ્યુગો વીવિંગ વચ્ચેનું "રૂપાંતરણ" ર્દશ્ય ખરેખર અદભૂત છે. જો તમે એવા લોકોમાં સામેલ થવા માંગતા હોવ કે જેઓ મૌલિક વસ્તુના એટલા બધા પ્રશંસક હોય કે તેમને મૂળ વસ્તુનું કોઈપણ પ્રકારનું અનુકરણ દુખી કરી નાખતું હોય અને ત્યારે તમે ફિલ્મને નાપસંદ કરી શકો છો, પરંતુ જો રૂપાંતરણ પણ તેના મૌલિક સ્વરૂપ જેટલી જ તાજગી અને ગુણવત્તા ધરાવતું હોય તો તમે પણ એટલા જ રાજી થશો જેટલો હું થયો હતો."[૧૩]સ્ટીવ મૂરે (એલન મૂરે સાથે કોઈ સંબંધ નથી)એ ફિલ્મની પટકથાને નવલકથાનું સ્વરૂપ આપ્યું હતું, જે 2006માં પ્રકાશિત થયું હતું.

સાંસ્કૃતિક પ્રભાવ[ફેરફાર કરો]

2008માં લંડનમાં સાયન્ટોલોજી સામે વિરોધ નોંધાવતા ગાય ફૉકસ માસ્ક પહેરેલા દેખાવકારો

2008માં લંડનમાં સાયન્ટોલોજી સામેના વિરોધ પ્રદર્શનમાં દેખાવકારોએ "ગાય ફૉક્સ માસ્ક્સ" પહેરીને અજ્ઞાત, ઈન્ટરનેટ-આધારિત નેતૃત્વહીન જૂથે તેમના પ્રતીક સ્વરૂપે (ઈન્ટરનેટ મેમેના સંદર્ભમાં) ગાય ફૉક્સ માસ્કને અપનાવ્યું હતું, જેને સવિશેષ તો પ્રોજેક્ટ ચેનોલોજીના ચર્ચ ઓફ સાયન્ટોલોજી સામેના ધરણા દરમિયાન સભ્યો દ્વારા પહેરવામાં આવતા હતા. ગાય ફૉક્સ માસ્ક અપનાવવા અંગે એલન મૂરેનો અભિપ્રાય હતો, જેને તેમની કોમિક વી ફોર વેન્ડેટા માંથી લેવામાં આવ્યો હતો, જેમાં તેમણે એન્ટરટેઈન્મેન્ટ વીકલી પાસે કબૂલ્યું હતું કેઃ "હું બીજા દિવસે ઘણો દુખી થયો હતો જ્યારે મે આ સમાચાર જોયા કે સાયન્ટોલોજીના મુખ્ય કાર્યાલયમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, અને તેઓ અચાનક એક ક્લિપમાં એવું દર્શાવતા હતા કે પ્રદર્શનકારીઓએ વી ફોર વેન્ડેટા ના ગાય ફૉક્સ માસ્ક્સ પહેર્યા હતા. જેનાથી મને ઘણો સંતોષ થયો હતો. તેનાથી મને હર્ષની લાગણીનો અનુભવ થયો હતો."[૧૪]

2009ની 23મી મેના રોજ, વિરોધકારીઓએ "વી"નો પોશાક પહેર્યો હતો અને બ્રિટીશ સાંસદોના ખર્ચની સામે વિરોધ વ્યક્ત કરતી વખતે તેમણે સંસદની બહાર નકલી દારૂગોળાનો પીપ ફંક્યો હતો.[૧૫]

સંગ્રહિત આવૃત્તિઓ[ફેરફાર કરો]

સંપૂર્ણ વાર્તા સંગ્રહિત પેપરબેક (ISBN 0-930289-52-8) અને હાર્ડબેક (ISBN 1-4012-0792-8) આકારમાં પ્રકાશિત થઈ હતી. 2009ના ઓગસ્ટ મહિનામાં ડીસીએ સ્લિપકવર એબ્સોલ્યુટ આવૃત્તિ (ISBN 1-4012-2361-3) પ્રકાશિત કરી હતી; જેમાં નવા રંગના "મૂક-કલા" પાનાંઓ (સંપૂર્ણ પૃષ્ઠ પર કોઈ વાર્તાલાપ નથી)નો સમાવેશ કરવામાં આવ્યો હતો, મૂળ સીરિઝ જે ચાલી આવી રહી છે, જે અગાઉની સંગ્રહિત આવૃત્તિઓમાં ક્યારેય પ્રકાશિત થઈ નથી.[૧૬]

ઈન્ટર્વ્યૂ[ફેરફાર કરો]

દસ્તાવેજી ફિચર ફિલ્મ ધી માઈન્ડસ્કેપ ઓફ એલન મૂરે ની ડીવીડીમાં ડેવિડ લૉઈડ સાથેની વિશેષ મુલાકાતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નોંધ અને સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Moore, Alan (1983). "Behind the Painted Smile". Warrior (17).
 2. Brown, Adrian (2004). "Headspace: Inside The Mindscape Of Alan Moore" (http). Ninth Art. મેળવેલ 2006-04-06.
 3. Boudreaux, Madelyn (1994). "Introduction". An Annotation of Literary, Historic and Artistic References in Alan Moore's Graphic Novel, "V for Vendetta". મૂળ માંથી 2006-03-08 પર સંગ્રહિત. મેળવેલ 2006-04-06.
 4. મૂરે, એલન, ઓળખાણ વી ફોર વેન્ડેટા . ન્યૂ યોર્ક: ડીસી કોમિક્સ, 1990.
 5. ધ કોમિક્સ જર્નલ #210, ફેબ્રુઆરી 1999, પાનું 44
 6. ઢાંચો:Cite comic
 7. MacDonald, Heidi (2006). "A for Alan, Pt. 1: The Alan Moore interview". The Beat. મૂળ માંથી 2006-05-05 પર સંગ્રહિત. મેળવેલ 2006-04-06.
 8. Griepp, Milton (2005). "'Vendetta' Delayed". ICv2.com. મેળવેલ 2006-04-06.
 9. "Moore Slams V for Vendetta Movie, Pulls LoEG from DC Comics". Comic Book Resources. 22 April 2006.
 10. MTV (2006). ""Alan Moore: The last angry man"". MTV.com. મેળવેલ 2006-08-30.
 11. Douglas, Edward (2006). "V for Vendetta's Silver Lining". Comingsoon.net. મૂળ માંથી 2013-07-30 પર સંગ્રહિત. મેળવેલ 2006-04-06.
 12. "V At Comic Con". મેળવેલ 2006-04-06.
 13. "David Lloyd: A Conversation". Newsarama. મેળવેલ 2006-07-14.
 14. "EW.com". મૂળ માંથી 2011-02-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
 15. BBC.com ન્યૂઝ રિપોર્ટ, શનિવાર, 23 મે 2009 16:49 UK
 16. Comicbookresources.com

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]