શરીર સંતુલન ચિકિત્સા

વિકિપીડિયામાંથી

શરીર સંતુલન ચિકિત્સા શરીરની તંદુરસ્તી સારી રાખવા માટે અને શરીરને થયેલી તકલીફ દૂર કરી શકાય તે માટેની એક પધ્ધતિ છે. આ ચિકિત્સામાં વ્યક્તિને સાચી રીતે સુવા, બેસવા તેમ જ ઉભા રહેવાનું બતાવવામાં આવે છે. આ પધ્ધતિ મુજબ માનવી સુવા, બેસવા તેમ જ ઉભા રહેવામાં લગભગ દિવસનો લગભગ ૧૪ કલાકથી વધુ સમય વિતાવે છે. આ દરમ્યાન જો શરીર અસંતુલીત સ્થિતિમાં રહે તો તેનું સંતુલન ખોરવાય છે, આને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે અને પરિણામે શરીર પર કોઇપણ બિમારી સવાર થઇ શકે છે. જો આ પધ્ધતિ પ્રમાણેની સાચી રીતે સુવા, બેસવા તેમ જ ઉભા રહેવાનું અપનાવી લેવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ જળવાય રહે અને શરીર નિરોગી રહે છે. આ પધ્ધતિની શિબિરોમાં સુવા, બેસવા અને ઉભા રહેવાની સાચી રીત બતાવવા ઉપરાંત શરીરના ખોરવાયેલા સંતુલનને ફરી વ્યવસ્થિત કરવા માટેનાં આસનો કરાવવામાં આવે છે. આ પધ્ધતિમાં કોઇપણ દવા આપવામાં આવતી નથી. આ શિબિર ત્રણથી ચાર દિવસની હોય છે[૧]. હાલમાં દેલોલ, અમદાવાદ, સુરત, રાજકોટ અને ભરુચ ખાતે આ શિબિરો નિયમિત રીતે ચાલે છે.

આ ચિકિત્સા પધ્ધતિ દેલોલ ખાતે રહેતા શ્રી રામજીભાઈ કનોજીયાએ જાતે શોધી છે, તેમ જ તેમના પુત્રો અશોકભાઈ કનોજીયા અને ધર્મેન્દ્રભાઈ કનોજીયાની સાથે સંતુલન શિબિર તેમ જ વધુ સંશોધનનું કાર્ય કરી રહ્યા છે.

સંદર્ભો[ફેરફાર કરો]