શાપોરા નદી

વિકિપીડિયામાંથી

શાપોરા નદી
Chapora River
નદી
શાપોરા કિલ્લા પરથી દૃશ્યમાન શાપોરા નદી
દેશ ભારત
રાજ્ય ગોવા
ઉપનદી
 - right તિળારી
Source
 - location મહારાષ્ટ્ર, ભારત
મુખપ્રદેશ
 - સ્થાન અરબી સમુદ્ર, ભારત
લંબાઇ ૨૧ km (૧૩ mi)

શાપોરા નદી (અંગ્રેજી:Chapora) ભારત દેશના ગોવા રાજ્યના ઉત્તરી ભાગમાં વહેતી એક નદી છે. આ નદી પશ્ચિમ દિશામાં વહે છે અને અરબી સમુદ્રમાં મળી જાય છે. પેરનેમ તાલુકા અને બાર્ડેઝ તાલુકાઓ એકબીજા સાથે અલગ પડે છે. શાપોરા નદી વડે ઉત્તર ગોવા જિલ્લાના પેરનેમ તાલુકા અને બાર્ડેઝ તાલુકાઓ એકબીજા સાથે અલગ પડે છે. આ નદી પડોશી રાજ્ય મહારાષ્ટ્ર[૧] રાજ્યના રામઘાટ ખાતેથી નીકળે છે, ગોવા રાજ્યમાં વહે છે અને અંતે અરબી સમુદ્રને મળે છે. ગોવાના એક પ્રવાસન સ્થળ તરીકે જાણીતો વાગાટોર બીચ આ નદીના મુખથી દક્ષિણ દિશામાં આવેલ છે તેમ જ નદીમુખથી ઉત્તર દિશામાં મોરજીમ ગામ આવેલ છે. અહીં શાપોરા નદી પર એક પુલ છે, જેનો ઉપયોગ મોરજીમ થી સીઓલીમ જવા માટે થાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Teotonio R. De Souza (૧ જાન્યુઆરી ૧૯૯૦). Goa Through the Ages: An economic history. Concept Publishing Company. પૃષ્ઠ 34. ISBN 978-81-7022-259-0.

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • શાપોરા કિલ્લો
  • શાપોરા બીચ