શિન્તો
Appearance
શિન્તો જાપાનનો જુનો ધર્મ છે, જેનો શાબ્દિક અર્થ "દેવતાઓનો પંથ" થાય છે. આ ધર્મમાં બૌદ્ધ ધર્મની જેમ ધ્યાનનું મહત્વ છે. જેમાં ઝેન નામની ધ્યાનની રીત આજે અન્ય દેશોમાં પણ પ્રચલીત છે. આ ધર્મની પ્રાર્થના બૌદ્ધ ધર્મની જેમજ પેગોડામાં થાય છે. ૧૦મી સદીમાં ચીન અને જાપાનમાં બૌદ્ધ ધર્મ ઘણો લોકપ્રિય થયો. આજે જાપાનની ૮૪% જનતા શિન્તો તથા બૌદ્ધ ધર્મ અનુસરણ કરે છે. જાપાનની સંસ્કૃતિ અનુસાર "રાજા દેશ અને જનતાની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે".
શિન્તો માન્યતાઓ અનુસાર જ્યારે કોઇ રાજા મૃત્યુ પામે ત્યારે તેના પછીનો શાસક પોતાની રાજધાની પહેલાની રાજધાનીથી કોઇ અલગ જગ્યાએ બનાવે છે. આમ આ ધર્મમાં રાજાને દેવ સમાન મનાય છે. આ ધર્મ નુ મુખ્ય પ્રાર્થના સ્થળ જાપાન ના ઇસેમાં આવ્યુ છે. આ ધર્મમાં પુર્વજો ની પુજાનું પણ મહત્વ છે.